ChatGPT Losing to Gemini: OpenAIનું ચેટજીપીટી માર્કેટમાં હવે ધીમું પડી રહ્યું છે. ગૂગલનું જેમિની હવે બાજી મારી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર ચેટજીપીટીના માર્કેટ શેરમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે. 2025ની જાન્યુઆરીમાં એ 86 ટકા હતું, પરંતુ 2026ની જાન્યુઆરીમાં એ 64.5 ટકા છે. છેલ્લા વર્ષની સરખામણીમાં 20 ટકા માર્કેટ શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ચેટજીપીટીના યુઝર્સમાં ઘટાડો થયો છે ત્યારે બીજી તરફ જેમિની આગળ નીકળી રહ્યું છે.
કયા AI પ્લેટફોર્મના છે કેટલા યુઝર્સ?
આ રિપોર્ટમાં વિવિધ AI પ્લેટફોર્મના માર્કેટ શેર વિશે માહિતી આપવામાં આવી છે. ઇલોન મસ્કના ગ્રોકના માર્કેટ શેરમાં વધારો થયો છે અને એ 3 ટકાનો આંકડો ક્રોસ કરી ચૂક્યું છે અને તે ડીપસીકને ક્રોસ કરી શકે છે જે હાલમાં 3.7 ટકા માર્કેટ શેર ધરાવે છે. પરપ્લેક્સિટી અને ક્લોડે બન્ને હાલમાં બે-બે ટકા માર્કેટ શેર ધરાવે છે. માઇક્રોસોફ્ટનું કોપાઇલટ આ લિસ્ટમાં 1.1 ટકા સાથે ખૂબ જ પાછળ છે. છેલ્લા એક વર્ષમાં આ AIના યુઝર્સમાં ખૂબ જ ઓછો તફાવત જોવા મળ્યો છે.
ચેટજીપીટીનું ટ્રાફિક ઘટ્યું અને જેમિનીનું વધ્યું
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચેટજીપીટીના ટ્રાફિકમાં ખૂબ જ ઘટાડો થયો છે. ચેટજીપીટીના રોજની વિઝિટમાં છેલ્લા છ અઠવાડિયામાં 22 ટકાનો ઘટાડો થયો છે. 203 મિલિયન પરથી હવે 158 મિલિયન વિઝિટ થઈ રહી છે. જોકે આ સમય દરમ્યાન જેમિનીના યુઝર્સ એટલાં જ રહેવાની સાથે એમાં થોડો વધારો થયો છે. જેમિનીના એવરેજ રોજના 55-60 મિલિયન યુઝર્સ છે. આ રિપોર્ટ પરથી જાણવા મળે છે કે ચેટજીપીટી એના યુઝર્સ ખોઈ રહ્યું છે અને જેમિની યુઝર્સ હજી પણ એનો ઉપયોગ કરી રહ્યાં છે.
ગૂગલને જેમિનીને ડિસ્ટ્રિબ્યુટ કરવાનો પ્લાન સફળ
જેમિનીના યુઝર્સ હજી પણ એનો ઉપયોગ કરી રહ્યાં છે એ પાછળ ગૂગલનો એને ડિસ્ટ્રિબ્યુટ કરવાનો પ્લાન છે. AIની રેસમાં આજે ઇનોવેશનની સાથે એનો ઉપયોગ કેટલી જગ્યાએ કરી શકાય એ પણ મહત્ત્વનું છે. ગૂગલ દ્વારા જેમિનીનો સમાવેશ ઓપરેટિંગ સિસ્ટમ, ઇમેલ અને પ્રોડક્ટિવિટી ટૂલ્સમાં પણ કરવામાં આવ્યો છે. આથી દરેક પ્રકારના યુઝર્સ એનો વિવિધ જગ્યાએ ઉપયોગ કરી શકે છે અને ગૂગલને એનો ખૂબ જ ફાયદો થયો છે.
આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટ પર વિચિત્ર ઘટના: જોડિયા ભાઈઓને ડિજિયાત્રા ગેટમાંથી એન્ટ્રી ન મળી…
ચેટજીપીટી કરતાં જેમિનીના યુઝર્સ વધુ સમય માટે કરે છે AIનો ઉપયોગ
આ રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં હજી પણ ચેટજીપીટીના યુઝર્સ વધુ છે. જોકે એનો વિકાસ હવે અટકી ગયો છે અને ધીમે-ધીમે યુઝર્સ ઓછા થવા લાગ્યા છે. ડિસેમ્બરમાં ચેટજીપીટીના 31-33 ટકા ટ્રાફિકને જેમિની દ્વારા પોતાનામાં કન્વર્ટ કરવામાં આવ્યાં છે. મહિનાના અંત સુધીમાં એ આંકડો 39-40 ટકા થઈ ગયો હતો. ચેટજીપીટી કરતાં જેમિનીના યુઝર્સ આંકડાની દૃષ્ટિએ ઓછા છે. આમ છતાં ચેટજીપીટીના યુઝર્સ દિવસના અંદાજે 4.3 મિનિટ માટે AIનો ઉપયોગ કરે છે. બીજી તરફ ગૂગલ જેમિનીના યુઝર્સ દિવસભરમાં અંદાજે સાત મિનિટ માટે એનો ઉપયોગ કરે છે.


