એન્ડ્રોઈડમાં ફોન એપમાં ઉમેરાય છે 'કોલ રીઝન'

- ík{u fkuELku fku÷ fhku, íkku MkkÚku sýkðe þfþku fu ðkík fhðe sYhe Au, RxTMk ysoLx!
ઘણી વાર એવું બનતું હોય છે કે આપણા પરિવારના કોઈ સભ્ય કે નજીકની પરિચિત
વ્યક્તિ ફોન પર આપણો સંપર્ક કરવાનો પ્રયાસ કરે, એ સમયે આપણે બીજા કોઈ કામમાં વ્યસ્ત હોઇએ, પરિણામે આપણે ત્યારે ને ત્યારે એ કોલ રીસિવ ન કરીએ. આવે સમયે એવું પણ બની શકે
કે એ વ્યક્તિએ આપણી સાથે તાકીદે વાત કરવી જરૂરી હોય, એ કોઈ મુશ્કેલીમાં ફસાયેલ હોય, આપણા હાથ પરના કામ કરતાં પણ એ
પરિચિતની મદદ કરવી વધુ મહત્ત્વની હોય, પરંતુ આપણને એ વાતનું મહત્ત્વ
ખબર જ ન હોય અને આપણે ફોન ઉપાડીએ નહીં.
ખરેખર તો મોટા ભાગના વ્યસ્ત લોકો પોતાના પરિવારજનોને સૂચના આપી રાખતા હોય છે
કે પોતે તેમનો કોલ રીસિવ ન કરે તો સમજવું કે ખરેખર કોઈ કામમાં વ્યસ્ત હશે અને
અનુકૂળતા થશે ત્યારે સામો કોલ કરશે. પરંતુ કોઈ પણ પ્રકારની ઇમરજન્સી હોય તો, પોતે ફોન કટ કરે તો પણ ફરી ફરી ફોન કરવો,
જેથી ખ્યાલ આવે કે વાત
કંઈક ગંભીર છે.
હવે આપણા ફોનમાં જ એવી સગવડ આવી રહી છે,
જેને કારણે આપણે કોઈ
ઇમરજન્સીમાં ફસાયા હોઇએ ને મદદ માટે જેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા હોઇએ, એ કોલ રીસિવ ન કરે તો તેનું ધ્યાન ખેંચવા માટે વારંવાર કોલ કરવા પડશે નહીં.
આપણે પોતાના કોલ સાથે ઇટ્સ અરજન્ટ કે વાત કરવી જરૂરી છે એવું દર્શાવતી ટેકસ્ટ ઉમેરી
શકીશું. મહત્ત્વની વાત એ છે કે આવી ટેકસ્ટ એસએમએસ કે વોટ્સએપ મેસેજની જેમ અલગ રીતે
જવાને બદલે આપણે કોલ કરી રહ્યા હોઇએ ત્યારે જ સામેની વ્યક્તિના ફોનના સ્ક્રીન પર
આપણા ઇનકમિંગ કોલના પેજ પર જોવા મળશે. એન્ડ્રોઇડ માટે ગૂગલની ફોન એપમાં આ સુવિધા
આવી રહી છે. અત્યારે તેમાં કોલને માત્ર અરજન્ટ માર્ક કરવાની સુવિધા છે. આગળ જતાં જુદા જુદા ઓપ્શન સેટ કરી શકીએ કે કસ્ટમ
મેસેજ ઉમેરી શકીએ એવું બની શકે.
અત્યારે આપણા પર કોલ આવે અને આપણે તેને રિજેક્ટ કરીએ, તો કોલ રિજેક્ટ કરતી વખતે આપણે કંઈક કારણનો એસએમએસ મોકલી શકીએ છીએ. જેમ કે હું મીટિંગમાં છું, અનુકૂળતાએ કોલ કરીશ કે પ્લીઝ કોલ લેટર જેવો કોઈ પહેલેથી સેટ કરી રાખેલો મેસેજ આપણે એક ક્લિકમાં મોકલી શકીએ છીએ.
આવી રહેલી નવી સગવડ તેનાથી બિલકુલ ઉલ્ટી છે. તેમાં ફોન કરનાર વ્યક્તિ ફોન
કરવાનું કારણ ઉમેરી શકશે જે ઇનકમિંગ કોલના સ્ક્રીન પર જ જોવા મળશે!

