VIDEO: બ્રાઝિલે દુનિયાની સૌથી મોટી 'મચ્છર ફેક્ટરી' બનાવી, જે લોકોને ગંભીર બીમારીથી બચાવે છે
Brazil Mosquito Factory : બ્રાઝિલમાં મચ્છરો દ્વારા થતા ગૂથી બચવા માટે એક ફેક્ટરી શરૂ કરવામાં આવી છે. આ ફેક્ટરીમાં મચ્છરો પેદા કરવામાં આવશે. બ્રાઝિલના કુરિતિબા શહેરમાં શરૂ કરવામાં આવેલી આ ફેક્ટરીમાં મચ્છર તો પેદા કરવામાં આવશે, પરંતુ તે સારા મચ્છરો હશે. આ એક મચ્છરની બાયો ફેક્ટરી છે, જેમાં ડેન્ગ્યુ જેવી ખતરનાક બીમારી સામે લડવા માટે વોલ્બૈકિયા બેક્ટેરિયા સંક્રમિત હોય એવા મચ્છરને પેદા કરવામાં આવશે. આ ફેક્ટરી 1.4 કરોડ લોકોને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી બીમારીથી બચાવશે.
બ્રાઝિલમાં કેમ બનાવવામાં આવી મચ્છર ફેક્ટરી?
ડેન્ગ્યુ બિમારીમાં ખૂબ જ તાવ આવે છે. એટલો તાવ આવે છે કે શરીરમાં જરા પણ તાકાત નથી રહેતી અને ઊભી પણ નથી શકાતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ મુજબ કરોડો લોકો દર વર્ષે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો શિકાર બને છે. બ્રાઝિલમાં 2024 તેમના ઇતિહાસનું સૌથી ખરાબ વર્ષ રહ્યું છે. આ વર્ષમાં 65 લાખ કેસ સામે આવ્યાં અને એમાંથી 6297 લોકોના મૃત્યુ થયા છે. Aedes Aegypti મચ્છર આ બીમારી ફેલાવે છે. મચ્છરને મારવાના સ્પ્રે પણ કામમાં આવતા નથી. આથી જ 2014થી વર્લ્ડ મોસ્ક્વિટો પ્રોગ્રામ દ્વારા વોલ્બૈકિયા બેક્ટેરિયાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. વોલ્બૈકિયા એક બેક્ટેરિયા છે, જે 60 ટકાથી વધુ કીડામાં જોવા મળે છે. મચ્છરની અંદર રહેલા વાઇરસને આ બેક્ટેરિયા વધવા નથી દેતા. આથી ફેક્ટરીમાં આ પ્રકારના મચ્છરને બનાવવામાં આવશે.
આ મચ્છર ડેન્ગ્યુ જેવી બીમારી કેવી રીતે અટકાવશે?
વોલ્બૈકિયા બેક્ટેરિયા ધરાવતા મચ્છરને ફેક્ટરીમાં પેદા કરાશે. આ મચ્છરને ત્યાર બાદ જાહેરમાં છોડી દેવાશે. આ મચ્છર બહાર પહેલેથી હાજર હોય એવા મચ્છર એટલે કે ડેન્ગ્યુ કે અન્ય બીમારીના વાઇરસ ધરાવતા મચ્છર સાથે પ્રજનન કરશે. ત્યાર બાદ જે નવા મચ્છર જન્મ લેશે તેમના આ બીમારીના વાઇરસ નહીં હોય. એટલે કે નવા મચ્છર વાઇરસ ફ્રી હશે. એક રીતે જોવા જઈએ તો ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવેલા મચ્છરને એન્ટી-વાઇરસ મચ્છર પણ કહી શકાય છે. નેચરલ જર્નલની 2025ની રિપોર્ટ અનુસાર કોલંબિયા અને ઇંડોનેશિયામાં પણ આ પ્રયોગ સફળ રહ્યો છે. બ્રાઝિલના નાઇતેરોઈમાં 56 ટકા ચિકનગુનિયાના કેસ ઓછા થઈ ગયા છે.
ઘણાં સારા પરિણામ મળી ચૂક્યા છે
આ ફેક્ટરી ખોલ્યા બાદ બ્રાઝિલના હેલ્થ મંત્રાલય દ્વારા 8 શહેરમાં 50 લાખ લોકોને પહેલેથી જ બચાવી લેવામાં આવ્યાં છે. નાઇતેરોઈ શહેરમાં ડેન્ગ્યુના 69 ટકા કેસ ઓછા થઈ ગયા છે. આથી બ્રાઝિલ દ્વારા આ મચ્છરની ફેક્ટરીને મોટા પાયા પર કામ કરાઈ રહ્યું છે, જેથી અન્ય શહેર અને બ્રાઝિલના તમામ લોકોને બચાવી શકાય.
દુનિયાની સૌથી મોટી મચ્છર ફેક્ટરી બ્રાઝિલમાં
બ્રાઝિલના કુરિતિબામાં 19 જુલાઈએ દુનિયાની સૌથી મોટી મચ્છર ફેક્ટરી શરૂ કરાઈ હતી. WMP, Oswaldo Cruz Foundation અને ઇન્સ્ટિટ્યુટ ઓફ મોલેક્યુલર બાયોલોજી ઓફ પરાના દ્વારા સાથે મળીને આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 3500 સ્ક્વેર મીટરમાં આવેલી આ કંપનીમાં 70 કર્મચારીઓ કામ કરે છે. એક અઠવાડિયામાં દસ કરોડ મચ્છરોના ઇંડા તૈયાર કરવામાં આવે છે. આ કંપનીના CEO લુસિયાનો મોરેઇરા કહે છે, ‘દર 6 મહિને 70 લાખ લોકોને બચાવવામાં આવશે.’
આ ફેક્ટરીમાં ઓટોમેશન મશીનો દ્વારા ઇંડાને ઇન્ફેક્ટ કરવામાં આવે છે. ત્યાર બાદ ખાસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને એને ગૂના હોટસ્પોટ હોય ત્યાં છોડવામાં આવે છે. એક બટન દબાવતાની સાથે તમામ મચ્છર હવામાં ઊડી જાય છે. આ કંપનીના પ્રોડક્શન મેનેજર એન્ટોનિયો બ્રાંડાઓ કહે છે, ’વોલ્બૈકિયા ફક્ત કીટ કોશિકાઓમાં જીવિત રહે છે. મચ્છર મૃત્યુ પામતાં બેક્ટેરિયા પણ મૃત્યુ પામે છે. આ એકદમ સુરક્ષિત છે. આ બેક્ટેરિયા કુદરતી હોવાથી વર્ષોથી આપણી વચ્ચે જ રહે છે. જોકે તે મનુષ્યને કોઈ અસર નથી કરતા.’
આ પણ વાંચો: GTA 6ની ભારતમાં શું કિંમત હશે? જાણો ગેમપ્લે, કેરેક્ટર અને નવા મેપ્સની A to Z માહિતી
બ્રાઝિલને મળી સફળતા
2025માં બ્રાઝિલમાં ગૂના કેસ 30 લાખ પર પહોંચી ગયા હતા. જોકે આ ફેક્ટરીને કારણે તેમનામાં એક આશાની કિરણ જાગી હતી. સ્વાસ્થ્ય મંત્રી એલેક્ઝેન્ડ્રે પાડિલા કહે છે, ‘આ બ્રાઝિલની બાયોટેક્નોલોજી લીડરશિપની એક ઝલક છે. ટ્રાન્સપોર્ટ વાહન ડેન્ગ્યુના હોટસ્પોટમાં ફરશે. મચ્છર છોડશે અને ધીમે-ધીમે ડેન્ગ્યુ ગાયબ થઈ જશે.’