અંતરિક્ષમાં બે બ્લેક હોલ વચ્ચે થઈ ટક્કર, ફિઝિક્સના નિયમો તૂટ્યા…જાણો તમામ વિગત
AI Image |
Black Holes Collide in Space: અંતરિક્ષમાં આજે કોઈ પણ વ્યક્તિ માટે પછી એ સામાન્ય વ્યક્તિ હોય કે સાયન્ટિસ્ટ, સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બ્લેક હોલ છે. એમાં ખૂબ જ જોરદાર ગ્રૅવિટી હોય છે અને તારા, ગ્રહ અને પ્રકાશ સહિતની દરેક વસ્તુને પોતાનામાં ગ્રહણ કરી લે છે. ત્યાર બાદ એનું શું થાય છે કોઈને નથી ખબર. એટલે જ એને બ્લેક હોલ કહેવામાં આવે છે કારણ કે એ પાછળનું વિજ્ઞાન કે ગણિત કોઈને નથી ખબર. ટેલિસ્કોપ દ્વારા હાલમાં જ આ બ્લેક હોલના સતત ફોટોગ્રાફ્સ લેવામાં આવી રહ્યા હતા.
અંતરિક્ષમાં બે બ્લેક હોલ વચ્ચે થઈ ટક્કર
નેચરમાં આવેલા એક રિપોર્ટ અનુસાર આ શોધ અમેરિકામાં આવેલી લેઝર ઇન્ટરફેરોમીટર ગ્રૅવિટેશનલ-વેવ ઓબ્ઝર્વેટરી (LIGO) દ્વારા કરવામાં આવી છે. એને અંતરિક્ષમાં આવેલી ગ્રૅવિટેશનમાં થતાં ફેરફાર પર ધ્યાન રાખવા માટે બનાવવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે LIGO દ્વારા કરવામાં આવેલી શોધ અંતરિક્ષના રહસ્યને સમજવા માટે એક નવી દિશા આપી રહી છે. LIGO દ્વારા બે બ્લેક હોલ વચ્ચે ટક્કર થઈ હોવાનું શોધવામાં આવ્યું છે. LIGO દ્વારા શોધવામાં આવેલો આ સૌથી મોટો બ્લેક હોલ છે. આ ખૂબ જ મોટો હોવા સાથે ખૂબ જ ઝડપથી ગતિ પણ કરી રહ્યો છે અને એને કારણે વિજ્ઞાનીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
નેચરના રિપોર્ટ અનુસાર બ્લેક હોલ એટલા શક્તિશાળી હતા કે તેમના અથડાવાથી ખૂબ જ મોટું ગુરુત્વાકર્ષણની તરંગ ઉત્પન્ન થઈ હતી. આ તરંગ ખૂબ જ લાંબુ અંતર કાપીને ધરતી સુધી પહોંચી હતી. આ તરંગને LIGOના સુપર સેન્સિટિવ ડિટેક્ટર્સ દ્વારા પકડવામાં આવી છે.
કેમ આ ખૂબ જ મોટી વાત છે?
આ બ્લેક હોલ સામાન્ય નહોતા. આ બ્લેક હોલ ખૂબ જ જોરમાં ફરતા હતા. વિજ્ઞાનીઓ દ્વારા તેમને ફૉર્બિડન બ્લેક હોલ્સ નામ આપવામાં આવ્યું હતું. આ પાછળનું કારણ એ છે કે ફિઝિક્સના અત્યારના જે પણ મોડલ છે એ અનુસાર બ્લેક હોલ આટલી ઝડપથી ગતિ કરી શકે એ શક્ય નથી. યેલ યુનિવર્સિટીની એસ્ટ્રોફિઝિસિસ્ટ પ્રિયંવદા નટરાજને આ શોધને સુપર એક્સાઇટિંગ બતાવી કહ્યું, ‘અમે આ ખૂબ જ મોટા ફૉર્બિડન બ્લેક હોલ પર નજર રાખી રહ્યા છીએ.’
LIGO દ્વારા કેવી રીતે પકડવામાં આવી આ તરંગ?
LIGO એક સુપર ડિટેક્ટર છે જે અંતરિક્ષમાં થતી તરંગોને ઓળખે છે અને શોધે છે. આ ડિટેક્ટર એટલા સેન્સિટિવ છે કે અંતરિક્ષમાં કોઈ પણ મોટી ઘટના ઘટે ત્યારે એને રૅકોર્ડ કરી લેવામાં આવે છે. આ ઘટનાનું કારણ 2013ના નવેમ્બરમાં થયેલી ટક્કરને જવાબદાર માનવામાં આવી રહી છે. એને વિજ્ઞાનીઓ દ્વારા GW231123 નામ આપવામાં આવ્યું હતું. સૂર્ય કરતા 100થી 140 ગણું વજન ધરાવનાર બે બ્લેક હોલ વચ્ચે ટક્કર થઈ હતી. આ બે બ્લેક હોલની ટક્કરથી જે બ્લેક હોલ બન્યો હતો એનું વજન સૂર્ય કરતાં 225 ગણું વધારે છે. બ્લેક હોલનું મોડલ એ પણ બતાવી રહ્યું છે કે એ ખૂબ જ ઝડપથી ગતિ કરી રહ્યો છે, એક સેકન્ડમાં લગભગ 40 વાર ગતિ કરી રહ્યો છે. આ આઇન્સ્ટાઇનની જનરલ થિયરી ઑફ રિલેટિવિટીના સિદ્ધાંતને અનુરૂપ છે. કાર્ડિફ યુનિવર્સિટીના ફિઝિસિસ્ટ માર્ક હન્નમ કહે છે, ‘આ ખૂબ જ મોટી ટક્કર છે. છેલ્લા રૅકોર્ડ હોલ્ડર કરતાં 50 ગણી મોટી ટક્કર છે.’
![]() |
AI Image |
આ શોધ એટલા માટે મોટી નથી કે બે બ્લેક હોલ્સ વચ્ચે ટક્કર થઈ. આ એટલા માટે મોટી વાત છે કે એના કારણે ફિઝિક્સના નિયમો તૂટ્યા છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે આટલી ઝડપથી ગતિ કરવી અને આટલી મોટી ટક્કર ફિઝિક્સના મોડલ્સને ચેલેન્જ કરે છે. આ ટક્કરનો અર્થ એ થયો કે હવે અંતરિક્ષ અને બ્લેક હોલ્સ વિશે જે પણ સમજ છે એના પર ફરી વિચાર કરવાનો સમય આવી ગયો છે. આ સાથે જ બ્રહ્માંડમાં એવી ઘણી બાબતો છે જે વિશે મનુષ્યને હજી સુધી પૂરી રીતે જાણકારી પણ નથી.
બ્લેક હોલનો જન્મ કેવી રીતે થાય છે?
કોઈ પણ તારો જ્યારે તેનો અંતિમ શ્વાસ લઈ રહ્યો હોય ત્યારે સુપરનોવા ધડાકા સાથે તેનો નાશ થઈ જાય છે. એ ધમાકા બાદ એ તારાના કેન્દ્રમાં જે હોય છે એમાં ખૂબ જ ગ્રૅવિટી હોય છે. આથી એ ગ્રૅવિટી દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે. એના કારણે બ્લેક હોલ બને છે. ઘણાં બ્લેક હોલ ગૅલૅક્સીના કેન્દ્રમાં પણ છે, એથી એને સુપરમેસિવ બ્લેક હોલ કહેવામાં આવે છે. એની ગ્રૅવિટી એટલી હોય છે કે એ પૂરેપૂરા તારાની સિસ્ટમને પોતાની અંદર ખેંચી લે છે.
અંતરિક્ષમાં આવેલી ગ્રૅવિટીની તરંગોને શોધવા માટે જે સિસ્ટમ બનાવી છે એના દ્વારા સૌથી મોટો બ્લેક હોલ શોધવામાં આવ્યો છે. એનું વજન સૂર્ય કરતાં હાલમાં 40 અબજ ગણું વધારે છે. સૂર્યનું વજન એક કિલો હોય તો બ્લેક હોલનું વજન 40 અબજ કિલો ગણું છે. જોકે શું આ સૌથી મોટો બ્લેક હોલ છે કે એનાથી પણ મોટો હોઈ શકે?
બ્લેક હોલની સાઇઝની મર્યાદા શું છે?
વિજ્ઞાનીઓ અનુસાર બ્લેક હોલની કોઈ લિમિટ નથી હોતી. જોકી પ્રકૃતિના નિયમ અનુસાર બ્લેક હોલ જેટલી વધુ અને મોટી વસ્તુ પોતાની અંદર ખેંચે છે, એટલી એની સાઇઝ વધતી જાય છે. જોકે એમાં પણ એક ટ્વિસ્ટ છે. દરેક બ્લેક હોલમાં એક ઇવેન્ટ હોરાઇઝન આવે છે. આ એક એવી રેખા છે જ્યાંથી કઈ બચી નહીં શકે. જો આ હોરાઇઝન ખૂબ જ મોટી થઈ જાય તો એને પોતાની અંદર કઈ પણ વસ્તુ ખેંચવામાં મુશ્કેલી પડે છે. આજુબાજુની વસ્તુ એટલી જોરમાં ફરે છે કે એ ડિસ્ક બનીને બહારની તરફ ઉછળવા લાગે છે. એને એક્રિશન ડિસ્ક કહેવામાં આવે છે.
વિજ્ઞાનીઓનું માનવું છે કે સૌથી મોટો બ્લેક હોલ અંદાજે સૂર્ય કરતાં 100 અબજ ગણો ભારી હોઈ શકે છે. એનાથી મોટું થવા માટે એને એટલી વસ્તુ જોઈશે કે જેને એ પોતાની અંદર ખેંચી શકે, પરંતુ બદનસીબે બ્રહ્માંડમાં એ ઉપલબ્ધ નથી. જો ઘણી વસ્તુઓ એક સાથે આવી જાય તો એ બ્લેક હોલ મોટો થવાની જગ્યાએ એક નવી ગૅલૅક્સી અથવા તો તારાને જન્મ આપી શકે છે.
આ પણ વાંચો: ભારતમાં ગૂગલ અને મેટાની મુશ્કેલીમાં થયો વધારો: જાણો ED એ કયા કેસમાં મોકલ્યા ફરી સમન્સ
બ્લેક હોલ પર નવેસરથી રિસર્ચ શરૂ
અત્યારે જે બ્લેક હોલ મળ્યો છે એની ઝડપ ખૂબ જ વધુ છે. આથી જેટલા પણ ડેટા મળ્યા છે એના આધારે વિજ્ઞાનીઓએ ફોરબિડન બ્લેક હોલ વિશે તપાસ શરૂ કરી છે કે તે આટલો ઝડપથી કેમ ગતિ કરે છે. આ શોધમાં સફળતા મળી તો બ્લેક હોલની ઉત્પત્તિ અને એ કેવી રીતે કામ કરે છે એને સમજવા માટે મદદ મળી શકે છે. આ સાથે જ બ્રહ્માંડના શરુઆતના દિવસોની પણ માહિતી મળી શકે છે કારણ કે બ્લેક હોલ એ સમયના અવશેષ હોઈ શકે છે.