Updated: Mar 16th, 2023
![]() |
Image Twitter |
બિહાર, તા. 16 માર્ચ 2023, ગુરુવાર
ભાગલપુરના બનાના બોય તરીકે પ્રસિદ્ધિ મેળવનાર યુવા વૈજ્ઞાનિક ગોપાલ જી કેળા પર સંશોધન કરી રહ્યા છે. ગોપાલે 13 વર્ષની ઉંમરમાં કેળાના થડથી વીજળી ઉત્પન્ન કરી દુનિયાને ચોકાવી દીધી છે. હવે કેળાના થડમાથી પલ્પ તૈયાર કરી રહ્યા છે જેનાથી પ્લેટ થાળી બનાવી શકાય છે. આ સાથે સિંગલ યુજ પ્લાસ્ટિક પર હવે કામ થઈ રહ્યુ છે. ગોપાલ હાલમાં એવોન પેફકો નામની કંપનીમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરે છે. ગોપાલ અત્યાર સુધી તેનો સંશોધન કરી ચુક્યો છે.
ગોપાલજીએ તો નાસા તરફથી મળેલી ઓફરને પણ ઠુકરાવી દીધી હતી
આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના સંશોધનને માત્ર બિરદાવ્યું નહોતુ પણ તેને 2017માં અમદાવાદ ખાતે ઈનોવેટિવ ફાઉન્ડેશનમાં મોકલ્યો હતો. ગોપાલને ભારત સરકારના સંસ્કૃત મંત્રાલય દ્વારા 40 યુવા આઈકોનમા સામેલ કરવામાં આવ્યો હતો. નાસામાં કામ કરવુ દરેક વ્યક્તિનું સપનુ હોય છે. પરંતુ ગોપાલજીએ તો નાસા તરફથી મળેલી ઓફરને પણ ઠુકરાવી દીધી હતી. કેમ કે તેમને દેશ માટે કામ કરવુ હતું.
ગોપાલજી પર બાયોપિક પર બોલીવુડ ફિલ્મ બની રહી છે. અને તેનુ નામ બનાના બોય રાખવામાં આવશે
ગોપાલજીએ જણાવ્યુ કે તેનુ જીવન ખૂબ સંઘર્ષમયી રહ્યુ છે. એક નાના ઘરમાં તેનો જન્મ થયો હતો અને સામાન્ય અભ્યાસ કરતો હતો અને તેમા મોટુ સંશોધન શરુ કરી દીધુ હતુ. આના કારણે હવે ગોપાલજી પર બાયોપિક પર બોલીવુડ ફિલ્મ બની રહી છે. અને તેનુ નામ બનાના બોય રાખવામાં આવશે. ગોપાલના પરિવારજનોમાં તેના માતા-પિતા, બે બહેનો તથા બનેવી છે. જેને ગોપાલ તેની સફળતાનો જસ આપે છે.
ગોપાલ નાનપણથી જ મહેનતુ હતો. તે એક નાના ઘરમા રહીને પણ અભ્યાસ કરતો હતો
ગોપાલજીના પિતા પ્રેમ રંજનકુમારના વ્યવસાય ખેતીનો છે. દિકરાની સફળતા માટે તે ખૂબ જ ખૂશ છે. તે કેળાના પલ્સથી ઘણી બધી તૈયારી કરી રહ્યા છે જે દેશ માટે લાભદાયી થઈ શકે. તેમના કહેવા પ્રમાણે ગોપાલ નાનપણથી જ મહેનતુ હતો. તે એક નાના ઘરમા રહીને પણ અભ્યાસ કરતો હતો.