Get The App

CV અને ડીગ્રીની જરૂર નથી: બેન્ગલોરની AI સ્ટાર્ટઅપ કંપની આપી રહી છે એક કરોડ રૂપિયાની જોબ ઓફર

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
CV અને ડીગ્રીની જરૂર નથી: બેન્ગલોરની AI સ્ટાર્ટઅપ કંપની આપી રહી છે એક કરોડ રૂપિયાની જોબ ઓફર 1 - image


No CV And Degree Need for Job: બેન્ગલોરની એક સ્ટાર્ટઅપ કંપની એક કરોડ રૂપિયાની જોબ ઓફર કરી રહી છે એ પણ કોઈ પણ ડીગ્રી અને CV વગર. આ માટે જે-તે વ્યક્તિએ ભૂતકાળમાં કામ કર્યું હશે એ દેખાડવાનું રહેશે અને એક નાનકડું ઇન્ટ્રોડક્શન આપવાનું રહેશે. આ જોબ ઓફર એક નાના સ્ટાર્ટઅપના ફાઉન્ડર સુદર્શન કામત દ્વારા ઓફર કરવામાં આવી રહી છે. આ માટે લાંબા-લાંબા ઇન્ટરવ્યુ પણ લેવામાં નહીં આવે. ફક્ત જે-તે વ્યક્તિના કામને જ પારખવામાં આવશે.

પગાર કેવી રીતે ચૂકવવામાં આવશે?

સુદર્શન કામત દ્વારા જે જોબ ઓફર કરવામાં આવી રહી છે એ ફુલ ટાઈમ ટેક જોબ છે. આ જોબ અન્ય જોબના લિસ્ટિંગ કરતાં એકદમ અલગ છે. આ જોબમાં ₹60 લાખ રૂપિયાની ફિક્સ સેલેરી આપવામાં આવશે અને ₹40 લાખ રૂપિયા કંપનીમાં ઇક્વિટી આપવામાં આવશે. અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાનું રહેશે અને કામના કલાકો થોડા ફ્લેક્સિબલ રાખવામાં આવ્યા છે. આથી કર્મચારી તેમના ટાઈમ અનુસાર આવીને કામ કરી શકે છે. આ કંપનીને ફક્ત કામ સાથે મતલબ છે નહીં કે ક્યારે આવીને કામ કરે અને કેવી રીતે કામ કરે.

ઇન્ટરવ્યુની જરૂર નથી

ઘણી કંપનીઓમાં લાંબા-લાંબા ઇન્ટરવ્યુ લેવામાં આવે છે. તેમ જ એક-બે નહીં, પરંતુ ઘણાં ઇન્ટરવ્યુ રાઉન્ડ લેવામાં આવે છે. જોકે આ કંપની એકદમ અલગ છે. અહીં કોઈ રાઉન્ડ એટલે કે ઇન્ટરવ્યુ લેવામાં નહીં આવે. કોલેજ ડીગ્રીની પણ જરૂર નથી. તેમ જ CVની પણ જરૂર નથી. જોબ માટે એપ્લાય કરનાર વ્યક્તિએ 100 શબ્દોમાં પોતાનું ઇન્ટ્રોડક્શન આપવાનું રહેશે. તેમ જ તેણે જે કામ કર્યું હોય એની લિંક મોકલવાની રહેશે. કઈ કોલેજમાંથી છે કે કોઈ ડીગ્રી છે કોઈ લેવા દેવા નથી.

કર્મચારીમાં કઈ લાયકાત હોવી જોઈએ?

સુદર્શન કામતની વાઈરલ પોસ્ટ અનુસાર જે-તે વ્યક્તિને 4-5 વર્ષના કામનો અનુભવ હોવો જોઈએ. Next.js, Python અને React.js ભાષા આવડતી હોવું જોઈએ. સિસ્ટમને ઝીરોથી 100 સુધી સ્કેલ કરતાં આવડવી જોઈએ. ડેવલપરનું કામ આવડતું હોવું જોઈએ, આ કોઈ મેનેજર માટેની પોસ્ટ નથી.

જોબ ઓફર બની ચર્ચાનો વિષય

આ જોબ ઓફરને સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં 60000થી વધુ વ્યુઝ મળ્યા છે. તેમ જ એ ચર્ચાનો વિષય પણ બન્યું છે. એક યુઝર કહૅ છે કે ‘જો જરૂરિયાતમાં અનુભવ લખવામાં આવ્યું હોય તો સમજવું કે તમે દિમાગથી થોડા અલગ કામ કરનાર વ્યક્તિઓને પસંદ કરી રહ્યાં છો. ઓછો અનુભવ ધરાવનારા વ્યક્તિઓ દ્વારા જ કર્સર બનાવવામાં આવ્યો હતો.’ આ વિશે સુદર્શન કામતે જવાબ આપ્યો કે ‘હા એ વાત સાચી છે. મોટાભાગના દિમાગથી હટકે કામ કરનાર વ્યક્તિ તેમના ઓછા વર્ષના અનુભવ છતાં લોકોથી અલગ તરિ આવે છે.’ એક યુઝરે લખ્યું કે ‘આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. ફક્ત કામ પર ધ્યાન અપાયું છે. સ્કિલ અને અનુભવને જ મહત્ત્વ આપવામાં આવ્યું છે.’ અન્ય એક યુઝરે લખ્યું કે ‘આ ખૂબ જ સારી તક છે, પરંતુ મને લાગે છે કે હાઇબ્રિડ વર્ક મોડલ હોવું જોઈએ હતું.’ ઘણાં અન્ય યુઝર્સને લાગ્યું કે આ પોસ્ટ એટલે વાઈરલ થઈ છે કારણ કે નોકરી રાખવા માટે જે શરતો છે એ થોડી અલગ છે.

આ પણ વાંચો: Xનું સબ્સ્ક્રિપ્શન પ્લાન સસ્તું કર્યું ઇલોન મસ્કે: ભારતમાં વધુ પ્રીમિયમ યુઝર બનાવવાનો ટાર્ગેટ

જોબ ઓફર માટેનું ભવિષ્ય શું છે?

15 જુલાઈને વર્લ્ડ યુથ સ્કિલ ડે તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસ નજીક હોવાથી ભારતમાં ઇન્ડિયન સ્ટાર્ટઅપની જોબ ઓફરની રીતમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ડીગ્રી કરતાં હવે સ્કિલને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. આ ખૂબ જ સારો બદલાવ માનવામાં આવી રહ્યો છે—ખાસ કરીને એવા યુવાનો માટે જેમણે તેમના પોર્ટફોલિયોનો ટ્રેડિશનલ સિસ્ટમથી હટકે રહીને બનાવ્યો છે. જોકે આ કંપની દ્વારા અગાઉ પણ આ રીતની ઓફર ઓફર કરવામાં આવી હતી. એ ઓફર જુનિયર ડેવલપરની હતી જેમાં CVની જરૂરિયાત નથી એવું જણાવવામાં આવ્યું હતું. એ સમયે સેલેરી ₹40 લાખ રૂપિયા હતી. આ પ્રકારની જોબ ઓફર દ્વારા ભવિષ્યમાં પેપર કરતાં સ્કિલને વધુ મહત્ત્વ આપવામાં આવશે એવું લાગી રહ્યું છે.

Tags :