ઓસ્ટ્રેલિયામાં ‘ઇમોશનલ ઇન્ટિમસી' વધારતા AI ચેટબોટ્સ પર પ્રતિબંધની તૈયારી: બાળકોને માનસિક નિર્ભરતાથી બચાવવા નવો કાયદો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Australia Bans Emotional AI Chatbots: ઓસ્ટ્રેલિયા સરકાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત એવા ચેટબોટ્સ પર પ્રતિબંધ મૂકવાની ગંભીર યોજના બનાવી રહી છે જે યુઝર્સ સાથે 'ઇમોશનલ ઇન્ટિમસી’ ઊભી કરે છે. દેશના વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝે બાળકો આ ચેટબોટ્સને પોતાના 'બેસ્ટ ફ્રેન્ડ' માનવા લાગ્યા હોવા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કર્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.
શું છે ‘ડિજિટલ ડ્યુટી ઓફ કેર બિલ’?
ઓસ્ટ્રેલિયાની સંસદમાં રજૂ કરવામાં આવેલું આ પ્રસ્તાવિત બિલ તાજેતરમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પસાર થઈ ચૂક્યું છે અને આગામી અઠવાડિયામાં સેનેટમાં તેના પર ચર્ચા થશે:
- આ કાયદો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ઓનલાઇન ગેમ્સ, મોબાઇલ એપ્સ અને ચેટબોટ્સ પર કડક ઓનલાઇન સુરક્ષા માપદંડો લાગુ કરશે.
- સરકાર વર્ષ 2026ના અંત સુધીમાં આ કાયદાને મંજૂરી અપાવવા માંગે છે, જેથી ટેક કંપનીઓ તમામ ઓસ્ટ્રેલિયન નાગરિકો માટે સુરક્ષિત ઓનલાઇન વાતાવરણ પૂરું પાડવા બંધાયેલી રહે.
- આ બિલ હેઠળ યુઝર્સને અલ્ગોરિધમ આધારિત કન્ટેન્ટ અને સજેસ્ટેડ પોસ્ટ્સમાંથી બહાર નીકળવા માટે 'ઓપ્ટ-આઉટ' ફીચર આપવું ફરજિયાત બનશે.
બાળકો સાથે માનવ સંબંધોના સ્થાને બોટ્સની પકડ રોકવાનો પ્રયાસ
સરકારે ક્રોસબેન્ચર કેટ ચેની દ્વારા સૂચવાયેલા મહત્ત્વના સુધારાનો સ્વીકાર કર્યો છે, જેમાં AI ચેટબોટની ખાસ પ્રવૃત્તિઓને હાનિકારક માનવામાં આવી છે:
● એવા મટિરિયલ કે વર્તન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાશે જે ઇમોશનલ ઇન્ટિમસીનું અનુકરણ કરે છે અને વાસ્તવિક માનવીય સંબંધોના સ્થાને બાળકને આ ચેટબોટ્સ પર નિર્ભર બનવા માટે પ્રેરિત કરે છે.
● સ્ત્રીદ્વેષ, આતંકવાદ, આત્મહત્યા, સેલ્ફ-હાર્મ અને ઇટિંગ ડિસઓર્ડર્સને પ્રોત્સાહન આપતી સામગ્રી પણ આ કાયદાના દાયરામાં આવશે.
સંસદમાં રાજકીય ગરમાવો
વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝે વિપક્ષી ગઠબંધનને આ બિલના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરતા જણાવ્યું હતું કે, બાળકો કોઈ બિન-માનવીય વ્યક્તિ કે ચેટબોટને પોતાના બેસ્ટ ફ્રેન્ડ તરીકે જુએ છે તે સંસદના દરેક સભ્ય માટે આંખ ઉઘાડનારો કિસ્સો છે અને તાત્કાલિક પગલાં ભરવા અનિવાર્ય છે. જોકે હાઉસમાં વિપક્ષ અને વન નેશને તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું, જ્યારે ગ્રીન્સ પાર્ટીએ ટેક કંપનીઓ સામે પ્રાઈવેટ કાનૂની કાર્યવાહીનો અધિકાર અને દંડ વધારવાની માંગ કરી છે.




