Get The App

16 વર્ષથી નાના બાળકો માટે ઓસ્ટ્રેલિયામાં યૂટ્યુબ બેન: નિયમ તૂટતાં થશે ₹280 કરોડ રૂપિયાનો દંડ

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
16 વર્ષથી નાના બાળકો માટે ઓસ્ટ્રેલિયામાં યૂટ્યુબ બેન: નિયમ તૂટતાં થશે ₹280 કરોડ રૂપિયાનો દંડ 1 - image


Youtube Banned in Australia for Kids: ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે યૂટ્યુબ બેન કરવામાં આવી રહ્યો છે. ટિકટોક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ અને ફેસબુક જેવા અન્ય પ્લેટફોર્મ બેન કર્યા બાદ હવે વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ યૂટ્યુબને પણ બેન કરવામાં આવ્યું છે. બાળકોને નાની ઉંમરથી નુકસાન કરે એવા કન્ટેન્ટ ઓનલાઈન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરેક પ્લેટફોર્મની એલ્ગોરિધમ પણ એ રીતે કામ કરે છે કે જેના દ્વારા યુઝર્સને પસંદ હોય એવો જ કન્ટેન્ટ સામે આવે છે. આથી બાળકો એના આદિ બની રહ્યા હોવાથી એને બેન કરવામાં આવ્યું છે.

બેન કેમ જરૂરી છે?

યૂટ્યુબને સૌથી પહેલાં બેન કરવામાંથી બાકાત કરવામાં આવ્યું હતું કારણ કે તેનો ઉપયોગ એજ્યુકેશન માટે કરી શકાય છે. જોકે હાલમાં જ એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે લગભગ 40% બાળકોને નુકસાન કરે એવો કન્ટેન્ટ યૂટ્યુબ પરથી મળે છે. બાકીના પ્લેટફોર્મ કરતાં આ આંકડો ખૂબ જ મોટો હોવાથી એને તરત જ બેન કરવામાં આવી રહ્યો છે. 10–15 વર્ષના 37% બાળકોને માનસિક રીતે અસર કરે એવો કન્ટેન્ટ યૂટ્યુબ પર મળે છે.

આ વિશે વડા પ્રધાન એન્થની આલ્બાનીસે કહ્યું કે, “સોશિયલ મીડિયા આપણાં બાળકોને સોશિયલ હાર્મ કરી રહ્યું છે. હું ઓસ્ટ્રેલિયન પેરન્ટ્સને કહેવા માંગું છું કે અમે તેમની પડખે ઊભા છીએ. અમે એ નહીં થવા દઈએ.”

કાયદાનું ઉલંઘન થતાં થશે દંડ

આ બદલાવ Online Safety Amendment Act હેઠળ કરવામાં આવ્યો છે, જે 2025ની 10 ડિસેમ્બરથી લાગુ થશે. આ નિયમ મુજબ 16 વર્ષથી નાની ઉંમરના એક પણ બાળકના એકાઉન્ટ ન હોવા જોઈએ અને એનો ઉપયોગ પણ તેઓ નહીં કરી શકે. આ ઉંમરની અંદર જેટલાં પણ એકાઉન્ટ હશે, એને તરત જ ડિસએક્ટિવેટ કરવાના રહેશે. ઓળખપત્ર જણાવ્યા વગર ઉંમરની વેરિફિકેશન કરવી પડશે. આ નિયમમાંથી એક પણ નિયમનું ઉલંઘન થયું તો કંપનીને ₹280 કરોડ રૂપિયાનો દંડ થશે.

ઉંમરની ચકાસણી કેવી રીતે થશે?

કંપની હાલમાં AI ટૂલનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે, જેમાં ચહેરાને સ્કેન કરવાની સાથે અવાજને એનાલાઈઝ કરવામાં આવશે અને તેમના વર્તનને પણ અનુસરવામાં આવશે. જોકે ટ્રાયલ દરમિયાન મિક્સ રિઝલ્ટ મળ્યા હતા. કેટલાક 15 વર્ષના બાળકોને 30 વર્ષના આસપાસના કહેવામાં આવ્યા હતા. આથી ઘણા લોકોએ એ વિશે ચિંતા વ્યક્ત કરી હતી.

શું બાળકો હજી પણ જોઈ શકશે યૂટ્યુબ?

યૂટ્યુબ બેન કરવામાં આવ્યું છે અને એ પણ 16 વર્ષથી નાના બાળકો માટે. હવે યુઝર્સ એકાઉન્ટ નહીં બનાવી શકે. જોકે યૂટ્યુબને સાઇન ઇન કર્યા વિના પણ ઉપયોગ કરી શકાય છે. આથી બાળકો એનો ઉપયોગ કરી શકશે, પણ યૂટ્યુબ Kids પ્લેટફોર્મ બંધ થઈ જશે.

16 વર્ષથી નાના બાળકો માટે ઓસ્ટ્રેલિયામાં યૂટ્યુબ બેન: નિયમ તૂટતાં થશે ₹280 કરોડ રૂપિયાનો દંડ 2 - image

યૂટ્યુબનું શું કહેવાય છે?

યૂટ્યુબ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી આ એકદમ અલગ છે.આ એક વીડિયો શેરિંગ પ્લેટફોર્મ છે. ગૂગલ હાલમાં આ અંગે સરકાર સાથે વાતચીત કરી રહ્યું છે. જો કોઈ ઉકેલ ન આવે તો Google દ્વારા કોર્ટ કેસ કરવાની તૈયારી બતાવવામાં આવી છે.

ઈન્ટરનેટ પર શું આવ્યા પ્રતિસાદ?

ઓસ્ટ્રેલિયા હવે યુનાઇટેડ નેશન્સનો સપોર્ટ માગી રહ્યું છે જેથી સમગ્ર વિશ્વના દેશો સોશિયલ મીડિયાને 16 વર્ષથી નાના બાળકો માટે બેન કરી શકે. નોર્વે દ્વારા આ પ્રકારનો બેન લાગુ કરવામાં આવ્યો છે. તેમ જ બ્રિટન પણ આ પ્રકારના નિયમોની વિચારણા કરી રહ્યું છે.

આ પણ વાંચો: ગૂગલના AI મોડમાં કરાઈ મેજર અપડેટ, યુઝરનું કામ વધુ સરળ થઈ જશે

કોણ બાકાત છે આ નિયમમાંથી?

આ નિયમમાંથી વોટ્સએપ, એજ્યુકેશનલ પ્લેટફોર્મ જેમ કે ગૂગલ ક્લાસરૂમ અને ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મને અસર નહીં થાય. જોકે ભવિષ્યમાં ઓનલાઇન ગેમિંગ પર પણ નિયંત્રણ આવી શકે છે. ઈન્ટરનેટ અને ડિજિટલ દુનિયાનો જેમ-જેમ વિકાસ થઈ રહ્યો છે એની સાથે બાળકોને બચાવવાનો પણ પ્રશ્ન વધુ મહત્ત્વનો બનતો જાય છે.

Tags :