Get The App

એપલની બે અબજ ડોલરની ડીલ

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
એપલની બે અબજ ડોલરની ડીલ 1 - image

- yuÃk÷Lke Lkðe ze÷, ykÃkýu {kxu yÃkkh þõÞíkkyku ¾ku÷þu

આજકાલ ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ની સિઝન ચાલી રહી છે. પહેલાં ભારતે અમેરિકાની ટેરિફ વોરનો સામનો કરવા માટે યુરોપિયન યુનિયન સાથે ઐતિહાસિક ડીલ કરી. પછી અમેરિકાએ ભારત સાથે મનમેળ કરી લીધો. બીજી તરફ ટેકનોજગતમાં એપલે પોતાની સિરી પર્સનલ આસિસ્ટન્ટ સર્વિસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો પાવર ઉમેરવા માટે ગૂગલ જેમિનાઇનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો!

દરમિયાન હવે સમાચાર આવ્યા છે કે એપલે ઇઝરાયેલના એક સ્ટાર્ટઅપ ક્યૂ.એઆઇ સાથે ડીલ કરી છે. એપલના ઇતિહાસમાં આ બીજા ક્રમની સૌથી મોટી ડીલ છે. આ પહેલાં કંપનીએ દસેક વર્ષ પહેલાં ‘બિટ્સ મ્યુઝિક’ નામનું એક સ્ટાર્ટઅપ ખરીદવા માટે ત્રણેક અબજ ડોલર ખર્ચ્યા હતા. આ વખતે કંપનીએ ક્યૂ.એઆઇ ખરીદવા માટે બે અબજ ડોલર ખર્ચ્યાનો અંદાજ છે. એવું તે શું છે આ ડીલમાં અને તેનું કારણ બનેલી ટેક્નોલોજીમાં? એપલ તેનો કેવી રીતે ઉપયોગ કરશે? તેનાથી લાંબા ગાળાનો કોઈ ફેર પડશે?

{kýMk-{þeLkLke ðkík[eíkLke Lkðe heík

થોડાં વર્ષ પહેલાં, ચોક્કસ કહીએ તો ફેબ્રુઆરી ૨૦૧૪માં  મેટા કંપનીએ ૧૯ અબજ ડોલરમાં વોટ્સએપ સર્વિસ ખરીદી હતી. તેની સરખામણીમાં એપલની આ નવી ડીલ કોઈ વિસાતમાં નથી. પરંતુ અત્યારે દુનિયાની ટોચની ટેક કંપનીઓમાં પોતાનું એઆઇ આધિપત્ય જમાવવા માટે જે હુંસાતુંસી ચાલી રહી છે તેમાં એપલની આ ડીલ એક નવો જ વળાંક લાવે તેવી શક્યતા છે.

એઆઇ રેસમાં એપલ અન્ય કંપનીઓથી થોડી અલગ રહી છે. તેણે જનરલ પર્પઝ એઆઇ સર્વિસ લોન્ચ કરવાને બદલે પોતાની ઇકો સિસ્ટમમાં પોતાના જ ડિવાઇસ તથા સર્વિસિસમાં ‘એપલ ઇન્ટેલિજન્સ’ વણી લેવાનો અભિગમ અપનાવ્યો છે. આ નવી ડીલ એપલને એઆઇ રેસમાં અલગ રીતે આગળ લઈ જાય તેવી પૂરી શક્યતા છે.

ડીલનું સૌથી રસપ્રદ પાસું

એપલ અને ઇઝરાયેલની ક્યૂ.એઆઇ સ્ટાર્ટઅપની ડીલમાં સૌથી રસપ્રદ પાસું છે તેની નવીનતા. ક્યૂ.એઆઇ સ્ટાર્ટઅપે એવી તે કેવી ટેકનોલોજી વિકસાવી છે જેને માટે એપલ જેવી કંપની બે અબજ ડોલર ખર્ચવા તૈયાર થઈ ગઈ?

આ પ્રશ્નનો જવાબ જાણવા માટે વાતને થોડા જુદા જ પાટે લઇ જઇએ.

જો તમે વર્ષોનું સુખી દાંપત્યજીવન માણી રહ્યા હો કે પછી નવો નવો સંબંધ હોય પરંતુ એકમેક વચ્ચે ડીપ અન્ડરસ્ટેન્ડિંગ હોય તો તમારો અનુભવ હશે કે આપણે એકમેકના મનની વાત શબ્દોના સહારા વિના જાણી જતા હોઇએ છીએ. ઘરે મહેમાન આવ્યા હોય, સૌ એક સાથે દીવાનખંડમાં ગોઠવાયા હોય ત્યારે બે વ્યક્તિ ફક્ત એકમેક સામે જુએ, આંખોથી આંખો મળે એટલા માત્રથી બંનેના મનમાં શું ચાલી રહ્યું છે તે બંને જાણી જાય!

ટેકનોલોજી સાથે આપણો હજી સુધી આવો મનમેળાપ થયો નથી.

છેક કમ્પ્યૂટર શોધાયાં ત્યારથી શરૂ કરીને આગળ જતાં ઇન્ટરનેટ વિકસ્યું, સ્માર્ટફોન આવ્યા અને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગઈ છે ત્યાં સુધીના આખા દોરમાં આપણે પોતાના મનની વાત મશીનને સમજાય એ માટે તેને અનુકૂળ હોય એવી જ કોઈ ને કોઈ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે.

આપણે કાં તો કમ્પ્યૂટર કે સ્માર્ટફોનના કીબોર્ડનો ઉપયોગ કરીને, ટાઇપ કરીને મશીનને કમાન્ડ આપીએ, માઉસની મદદથી સ્ક્રીન પર કર્સર ફેરવીને ક્યાં શું કરવાનું છે તે કમ્પ્યૂટરને સમજાવીએ કે સ્માર્ટફોનના સ્ક્રીન પર સ્વાઇપ કરવું પડે.

હવેના સમયમાં વોઇસ ટાઇપિંગથી મશીન સાથે ઇન્ટરેકશન કરીએ, એઆઇ યુગમાં નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ પણ આવી ગયું છે. આથી આપણે સાવ સાહજિક રીતે વાતનો દોર ચલાવીને પણ એઆઇ સાથે ડિસ્કશન કરી શકીએ છીએ. ઇચ્છીએ તો સ્માર્ટફોનનો કેમેરા ઓપન કરીને આપણને જે દેખાતું હોય તે એઆઇને બતાવીને પણ તેના વિશે એઆઇ સાથે વાતચીત કરી શકાય છે.

પરંતુ આ બધી પદ્ધતિમાં આપણે કંઈક ને કંઈક કરવું પડે છે. આપણા જીવનસાથી કે બેસ્ટ ફ્રેન્ડની જેમ મશીન આપણે કશું કહીએ નહીં તો પણ, આપમેળે આપણા મનની વાત સમજી શકતું નથી.

વિવિધ રીતે ટેકનોલોજી વિકસ્યાનાં આટલાં બધાં વર્ષો વીતી ગયા પછી પણ માણસ અને મશીન વચ્ચેની કેમેસ્ટ્રી હજી બરાબર જામી નથી!

ક્યૂ.એઆઇનું ફોકસ

એપલે જેને ખરીદી લીધી તે ઇઝરાયેલની ક્યૂ.એઆઇ કંપની આવી કેમેસ્ટ્રી જમાવવા પર ફોકસ કરી રહી છે. અત્યાર સુધી કંપનીએ તે જે ટેકનોલોજી વિકસાવી રહી છે તેના વિશે ખાસ્સી ચૂપકિદી જાળવી છે. તેની વેબસાઇટ પર કોરી કટ છે. ફક્ત એવી ટેગલાઇન છે કે ‘‘ઘોંઘાટભરી આ દુનિયામાં અમે નવી શાંતિ સર્જી રહ્યા છીએ (In a world full of noise, we craft a new kind of quiet)’’. આ કંપનીના સ્થાપકે અગાઉ ઊભી કરેલી એક કંપની પણ એપલે ખરીદી લીધી હતી, જેમાંથી એપલ ડિવાઇસિસમાં ફેસ આઇડીની સુવિધા ઉમેરાઈ.

અત્યારે આ ક્યૂ.એઆઇ કંપનીએ પોતે ડેવલપ કરેલી વિવિધ ટેકનોલોજી માટે પેટન્ટ મેળવવા માટે જે વિગતો આપી છે તેના પરથી તે કઈ દિશામાં આગળ વધી રહી છે તેનો અંદાજ મળે છે.

હાવભાવ કળી લેશે!

આ કંપની કંઈક એવું જ ડેવલપ કરી રહી છે (કે ઓલરેડી કરી લીધું છે) જેની મદદથી એઆઇ તથા અન્ય કમ્પ્યૂટર સિસ્ટમ આપણા મનમાં શું છે તે કળી લેશે!

આ ટેકનોલોજી એક્ટિવ હશે ત્યારે માણસ અને મશીન વચ્ચે કમ્યુનિકેશન માટે ટાઇપિંગ, વોઇસ, સ્વાઇપ કે કેમેરા જેવી કોઈ પદ્ધતિની જરૂર રહેશે નહીં. આ ટેકનોલોજી વિવિધ સેન્સર તથા વિઝન ટેકનોલોજીની મદદથી આપણા પર ‘નજર’ રાખશે.

આપણે ખાસ કશું બોલશું નહીં તો પણ ચહેરાના હાવભાવ માત્ર પરથી તે સમજી જશે કે આપણે શું ઇચ્છી રહ્યા છીએ. બહુ બહુ તો આપણે સાવ ગુસપુસ કરતા હોઇએ એવા ધીમા અવાજે હોઠ ફફડાવીએ તો હોઠની મૂવમેન્ટ પરથી પણ આ સિસ્ટમ સમજી જશે કે આપણે શું કહેવા માગીએ છીએ. એરપોર્ટ, રેસ્ટોરાં વગેરે જેવી ભીડભરી જગ્યાએ એઆઇનો ઉપયોગ આ કારણે બહુ સહેલો બની જશે.

આ ટેકનોલોજી માણસ-મશીનના કમ્યુનિકેશનમાં વર્ષો પછી એક નવા યુગની શરૂઆત કરશે. આપણા સુધી તેનો લાભ પહોંચતાં હજી વાર લાગશે. પરંતુ એટલું નક્કી કે એપલની આ દિશામાં આગેકૂચ પછી અન્ય કંપનીઓએ પણ એ જ દિશામાં ઝડપભેર આગળ વધવું પડશે.

yuÃk÷ yk xufLkku÷kuSLkku fuðku WÃkÞkuøk fhþu

એપલે પણ આ નવી ટેકનોલોજી તથા તેનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવશે એ વિશે હજુ બહુ ફોડ પાડ્યો નથી, પરંતુ એવું લાગી રહ્યું છે કે ક્યૂ.એઆઇની ટેકનોલોજી એપલની પર્સનલ આસિસ્ટન્ટ સિરી, ઓગમેન્ટેડ રિઆલિટીની સગવડ આપતા વિઝન પ્રો હેડસેટ તથા ખાસ કરીને એરપોડ્સ વગેરેમાં ઇન્ટિગ્રેટ કરવામાં આવશે.

એ સ્માર્ટવોચમાં પણ પહોંચે તો નવાઈ નહીં. આ બધાં સાધનોમાં કેમેરા અને માઇક્રોફોન ઉપરાંત આ ટેકનોલોજી ઇન્ટિગ્રેટ કરવામાં આવશે.

જેને પરિણામે આપણે પોતાના આઇફોન, આઇપેડ કે મેકબુકમાંની એપલ ઇન્ટેલિજન્સ સાથે કોઈ પણ પ્રકારે કમ્યુનિકેશન કે ઇન્ટરએકશન કરવું હોય ત્યારે એ સાધન હાથમાં પણ લેવું પડશે નહીં. આપણે ફક્ત બિલકુલ ધીમા અવાજે કંઈક બોલશું કે ડિવાઇસ સામે જોઈને પોતાના મનમાં ચાલતા વિચારોને ચૂપચાપ વ્યક્ત કરતા રહેશું તો પણ જે તે ડિવાઇસમાંની એઆઇ આપણા મનની વાત સમજી લેશે અને એ મુજબ આગળનાં એક્શન લેશે.

એપલનાં ડિવાઇસ આવી ખૂબીઓ માટે જ તો જાણીતાં છે!