આઇફોન 18 સિરીઝના દરેક મોબાઈલમાં રેમ વધારી રહ્યું છે એપલ, જાણો કારણ...

Apple To Increase Ram in iPhones: એપલની આગામી આઇફોન 18 સિરીઝમાં 16 GB રેમનો સમાવેશ કરવામાં આવશે એવી ચર્ચા છે. એપલ દ્વારા તેમના દરેક મોડલમાં હવે રેમનો અંદાજે 50 ટકા જેટલો વધારો કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા છે. એનો અર્થ એ થયો કે આઇફોન 18ના દરેક મોડલમાં ઓછામાં ઓછી 12 GB રેમનો સમાવેશ કરવામાં આવશે અને પ્રો મોડલ્સમાં 16 GB રેમનો. એપલ દ્વારા આ નિર્ણય સૌથી પહેલાં મેકબૂકમાં લેવામાં આવ્યો છે. તેમણે હવે મોટાભાગના દરેક મેકબૂકને 16 GBના કરી દીધા છે. ત્યાર બાદ હવે આ નિર્ણય આઇફોન માટે પણ લેવામાં આવી રહ્યો છે.
આઇફોન 17માં કેટલી રેમ છે?
આઇફોન 17ના પ્રો વર્ઝનમાં 12 GB રેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આઇફોન 17માં ફક્ત 8 GBનો સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉના વર્ઝનમાં પહેલાં 8 GB રેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો જે વધીને 12 GB કરવામાં આવ્યો હતો. હવે AIનો ઉપયોગ વધી રહ્યો હોવાથી પ્રો મોડલ્સમાં 16 GBનો સમાવેશ કરવામાં આવશે, પરંતુ બેસિક મોડલમાં 12 GB રેમનો સમાવેશ કરવામાં આવશે.
ચીપ પ્રોડક્શનમાં વધારો કરવા સેમસંગને નિર્દેશ
એપલ દ્વારા આઇફોન 18 મોડલ્સની ડિમાન્ડને પહોંચી વળવા માટે સેમસંગને અત્યારથી જ નિર્દેશ આપવામાં આવ્યો છે. એપલ LPDDR5X ચીપનો ઉપયોગ કરી રહ્યું છે. આથી આ ચીપનું પ્રોડક્શન વધારવા માટે કહ્યું છે. આ ચીપનું મોડ્યુલ 12 GB અને 16 GB માટે છે. આથી એપલ હવે 8 GB આઇફોન વર્ઝનને તિલાંજલી આપી રહ્યું છે. સેમસંગની સાથે એપલ દ્વારા SK Hynix અને Micron સાથે પણ વાતચીત કરવામાં આવી છે. માસ પ્રોડક્શન શરૂ થાય એ પહેલાં એપલ દરેકને તૈયાર રહેવા માટે એલર્ટ કરી રહ્યું છે.
આ પણ વાંચો: સેમસંગનો ટ્રી-ફોલ્ડ સ્માર્ટફોન નહીં મળે ભારત અને અમેરિકામાં, જાણો કેમ…
આઇફોન એર અને ફોલ્ડેબલ આઇફોન થશે લોન્ચ
એપલ દ્વારા હવે આઇફોન એર 2ને પણ લોન્ચ કરવામાં આવશે. આઇફોન 18, પ્રો અને પ્રો મેક્સની સાથે ફોલ્ડેબલ આઇફોન પણ લોન્ચ કરવામાં આવશે એવી ચર્ચા છે. આઇફોન 18eને 2027માં લોન્ચ કરવામાં આવે એવી શક્યતા છે. જોકે આ દરેક મોડલમાં રેમનો સમાવેશ ઓછામાં ઓછી 12 GB હશે એ ચોક્કસ છે. સેમસંગ દ્વારા 2019માં પહેલો ફોલ્ડ મોબાઇલ લોન્ચ કરવામાં આવ્યો હતો. આઇફોનને એ લોન્ચ કરતાં 7 વર્ષનો સમય નીકળી ગયો છે. આમ છતાં યુઝર્સ આઇફોન ફોલ્ડની રાહ જોઈ રહ્યાં છે.

