Get The App

આઇફોનમાં આવશે જોરદાર કેમેરા: 200 MP કેમેરાને ટેસ્ટ કરી રહ્યું છે એપલ

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
આઇફોનમાં આવશે જોરદાર કેમેરા: 200 MP કેમેરાને ટેસ્ટ કરી રહ્યું છે એપલ 1 - image


Apple Testing Camera: એપલ દ્વારા હવે આઇફોનમાં મોટા અપગ્રેડ લાવવામાં આવી રહ્યા હોવાની ચર્ચા છે. આઇફોનમાં 200 MPનો પ્રાઇમરી કેમેરા લેન્સનો સમાવેશ કરવામાં આવી શકે છે. આ માહિતી ચાઇનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વેઈબો પર ડિજિટલ ચેટ સ્ટેશન દ્વારા લીક કરવામાં આવી છે. તેમના અનુસાર, એપલ હાલમાં આ કેમેરા લેન્સ પર કામ કરી રહ્યું છે. જો આ વાત સત્ય હોય, તો એપલની અત્યાર સુધીની સૌથી એડ્વાન્સ કેમેરા સિસ્ટમ કહેવાશે.

આઇફોનમાં આવશે જોરદાર કેમેરા: 200 MP કેમેરાને ટેસ્ટ કરી રહ્યું છે એપલ 2 - image

એપલની કેમેરા ટેક્નોલોજી 

સારી ઇમેજ ક્વોલિટી માટે એપલ હાર્ડવેર અને સોફ્ટવેર પર ખાસ ધ્યાન આપી રહ્યું છે. જો 200 MP કેમેરાનો સમાવેશ કરવામાં આવે, તો એ ખૂબ જ એડ્વાન્સ અને નોંધપાત્ર સુધારો હશે. સેમસંગ અને મોટોરોલા જેવી ઘણી કંપનીઓ પહેલેથી જ 200 MP કેમેરા લેન્સ આપી રહી છે. જો એપલ પહેલી વાર આટલો હાઇ-રિઝોલ્યુશન કેમેરા સિસ્ટમ રજૂ કરે, તો તે એક મહત્વપૂર્ણ પગલું હશે.

આ પણ વાંચો: લંડનની સૌથી મોંઘી કોફી 31,000માં પીધી દિલજિત દોસાંજે: કહ્યું, ‘આટલા પૈસામાં તો ભારતમાં એક લગ્ન અટેન્ડ કરી લઉં’

માર્કેટમાં શું છે અનુમાન?

એપલની આ નવી કેમેરા સિસ્ટમ ક્યારે લોન્ચ થશે, તે હજી રહસ્ય છે. આઇફોન 17માં એનો સમાવેશ થવાની શક્યતા ઓછી છે. આઇફોન 16 અને પ્રો મોડલ્સમાં જે કેમેરા હતાં, એ જ કેમેરાનો સમાવેશ થવાની શક્યતા વધુ છે. એપલ આ કેમેરાને આઇફોન ફ્લીપ સાથે લોન્ચ કરે તેવી શક્યતા વધુ છે. જો એપલ 200 MP કેમેરા રજૂ કરે, તો સ્માર્ટફોન માર્કેટમાં મોટો બદલાવ આવશે.

Tags :