Get The App

AIમાં એપલનું મોટું પગલું: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે પોતાની ચિપનું શરૂ કર્યું માસ પ્રોડક્શન

Updated: Jan 14th, 2026

GS TEAM

Google News
Google News
AIમાં એપલનું મોટું પગલું: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે પોતાની ચિપનું શરૂ કર્યું માસ પ્રોડક્શન 1 - image


AI Image

Apple AI In-House Chip: એપલ દ્વારા નવી બેલ્ટ્રા AI ચિપની જાહેરાત કરવામાં આવી છે. આ ચિપનું તેમણે માસ પ્રોડક્શન પણ શરૂ કરી દીધું છે. એપલે આ ચિપને બ્રોડકોમ સાથે મળીને બનાવી છે અને એને મેન્યુફેક્ચર ફોક્સકોન દ્વારા કરવામાં આવી રહી છે. આ ચિપને 2026ના જૂન બાદ રિલીઝ કરવામાં આવી શકે છે. આઇફોનની નવી સિરીઝમાં આ ચિપનો સમાવેશ કરવામાં આવશે એના ચાન્સ ખૂબ જ વધુ છે.

AI ઇન્ટરફેસને ધ્યાનમાં રાખી કરવામાં આવી ડિઝાઇન

AI મોડલને ટ્રેન કરવા માટે ચિપનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ એપલની ચિપ બેલ્ટ્રા હવે AI ઇન્ટરફેસને ઓપ્ટિમાઇઝ પણ કરશે. એનો અર્થ એ છે કે આ ચિપ યુઝર દ્વારા આપવામાં આવેલી રિક્વેસ્ટને રિયલ-ટાઇમમાં પ્રોસેસ કરશે. એટલે કે એપલની દરેક સર્વિસ હવે AI આધારિત થઈ જશે અને એમાં સ્પીડ અને કાર્યક્ષમતામાં પણ વધારો થશે.

અન્ય કંપની પર નિર્ભર નહીં રહેવું પડે

એપલ દ્વારા આ ચિપ બનાવવામાં આવી રહી છે એ પાછળનો હેતુ અન્ય કંપની પર નિર્ભર નહીં રહેવું પડે એ છે. હાલમાં એપલના AIમાં NVIDIAના GPUs અને ગૂગલ જેમિની AI મોડલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે હવે એપલ પોતાની સર્વરના લેવલની ચિપ બનાવી રહ્યું છે. આથી એપલ પોતાની ઇકોસિસ્ટમનું કન્ટ્રોલ પોતાની પાસે રાખી શકે એ માટે આ ચિપ તૈયાર કરવામાં આવી રહી છે જેથી અન્ય કંપની પર તેમણે નિર્ભર નહીં રહેવું પડે અને તેમના અનુસાર સિસ્ટમને બનાવવી નહીં પડે.

ભવિષ્યમાં બનાવશે AI ડેટા સેન્ટર

એપલ ભવિષ્યમાં AI ડેટા સેન્ટર બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે અને એ માટે આ બેલ્ટ્રા ચિપ કરોડરજ્જુની જેમ કામ કરશે. આ ડેટા સેન્ટરને 2027માં લોન્ચ કરવામાં આવી શકે છે. આ ડેટા સેન્ટરમાં એપલની પ્રાઇવેટ ક્લાઉડ કમ્પ્યુટ સિક્યોરિટી સ્ટાન્ડર્ડનો સમાવેશ કરવામાં આવશે. યુઝર AIનો ઉપયોગ ખૂબ જ ઝડપથી કરી શકે અને તેમના ડેટા પણ સિક્યોર રહે એ માટે એપલ ખૂબ જ ધ્યાન આપી રહ્યું છે.

આ પણ વાંચો: ‘રિંગ ઓફ ફાયર’ સૂર્ય ગ્રહણને કેવી રીતે જોશે ભારતીયો, જાણો વિગત…

અન્ય કંપનીઓને પડશે અસર

AI ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અત્યારે ગૂગલ, માઇક્રોસોફ્ટ અને NVIDIA ખૂબ જ આગળ છે, પરંતુ એપલ AI ડેટા સેન્ટર બનાવતાં દરેકને એની અસર પડશે. આઇફોનની દરેક સિસ્ટમ ત્યાર બાદ એપલની સર્વિસ પર કામ કરશે અને એથી આ તમામ કંપનીઓનો ઉપયોગ યુઝર નહીં કરે. એપલની બેલ્ટ્રા ચિપ હાલમાં ઇન્ટરફેસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે. આથી કંપની AI મોડલ ટ્રેનિંગ માટે હજી પણ એક્સટર્નલ પાર્ટનર પર નિર્ભર રહે એવું બની શકે છે. એપલ ભલે આ રેસમાં પાછળ હોય, પરંતુ એનો ભવિષ્યનો પ્લાન ખૂબ જ ચોક્કસ છે. એપલ તેની દરેક સર્વિસને ખૂબ જ સિક્યોર અને ઝડપી બનાવવા માગે છે. આથી તે પોતાના હાર્ડવેર બનાવશે તો એ પોતાની સાઇઝ પોતાની જરૂરિયાત અને પોતાની મરજી મુજબ એને તૈયાર કરી શકશે. આથી એક વાર એપલ AIમાં આવ્યું ત્યાર બાદ તે પોતાનું સ્થાન જમાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. એપલ હંમેશાં રેસમાં પહેલાં નથી રહેતું, પરંતુ આ રેસમાં ખૂબ જ લાંબે સુધી જવામાં માને છે.