Get The App

ચેટજીપીટીને ટક્કર આપવા એપલ તૈયાર, AI ચેટબોટ બનાવવા માટે શરૂ કરી ટેલેન્ટ હન્ટ

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
ચેટજીપીટીને ટક્કર આપવા એપલ તૈયાર, AI ચેટબોટ બનાવવા માટે શરૂ કરી ટેલેન્ટ હન્ટ 1 - image


Apple on AI: એપલ દ્વારા હાલમાં પોતાના AI ચેટબોટને બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. એપલ દ્વારા આ માટે એક ઇન્ટર્નલ ટીમ બનાવવામાં આવી છે જેને આન્સર્સ, નોલેજ અને ઇન્ફોર્મેશન (AKI) નામ આપવામાં આવ્યું છે. આ ટીમ દ્વારા એપલનું AI ચેટબોટ બનાવવામાં આવી રહ્યું છે. આ ટીમને રોબી વોકર અને એપલના AI ચીફ જોન જીનાન્ડ્રીયા દ્વારા લીડ કરવામાં આવી રહી છે. એપલ પહેલી વાર AI ચેટબોટ બનાવી રહ્યું છે. આ ચેટબોટ ચેટજીપીટી અને ગૂગલના AI ટૂલને ટક્કર આપશે.

એપલનું AIમાં પહેલી વાર મોટું પગલું

એપલ દ્વારા અત્યાર સુધીમાં AIમાં કોઈ ખાસ પગલું નહોતું ભરવામાં આવ્યું. તેમણે અન્ય કંપનીની સરખામણીમાં સામાન્ય ફીચર્સ આપ્યા હતા. જોકે હવે એપલ દ્વારા ખૂબ જ મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે અને એ છે AI ચેટબોટનું. આ સાથે જ એપલ હવે સિરી, સ્પોટલાઇટ અને સફારીને પણ સુધારવામાં આવી રહ્યું છે. એપલ અત્યાર સુધી ચેટજીપીટીને તેમની પોતાની સિસ્ટમમાં સમાવેશ કર્યો હતો. જોકે હવે તેઓ પોતાનું ચેટબોટ બનાવવા પર ધ્યાન આપી રહ્યા છે.

ચેટજીપીટીને ટક્કર આપવા એપલ તૈયાર, AI ચેટબોટ બનાવવા માટે શરૂ કરી ટેલેન્ટ હન્ટ 2 - image

પ્રોજેક્ટ માટે ટેલેન્ટની શોધ શરૂ

એપલ દ્વારા આ માટે એન્જિનિયરને શોધવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. એપલ દ્વારા હવે આ ટીમ માટે ટેલેન્ટને પસંદ કરવામાં આવી રહ્યા છે જેથી એપલની તમામ ડિવાઇસ AI પર આધારિત હોય. એપલના ઇનવેસ્ટર્સ ઘણાં સવાલો કરી રહ્યા હતા કે શું એપલ AIમાં રસ નથી દાખવતું. જોકે હવે એપલના આ નિર્ણયથી તમામને તેમના જવાબો મળી ગયા હોય એ બની શકે છે.

આ પણ વાંચો: વોટ્સએપ લઈને આવી રહ્યું છે ધમાકેદાર ફીચર: એકાઉન્ટ ન હોય એને પણ કરી શકાશે મેસેજ…

એપલ કેમ AIને અલગ રીતે જોઈ રહ્યું છે?

AIમાં એપલ મોડું છે એ વાત સાચી છે, પરંતુ એપલ ક્યારેય કોઈ પણ રેસમાં આંખ બંધ કરીને કૂદી નથી પડતું. એપલ દ્વારા ક્યારેય કોઈ પણ પ્રોડક્ટ માટે પહેલ કરવામાં નથી આવી. તેમ જ એપલ ફોલ્ડેબલ મોબાઇલમાં પણ હજી સુધી નથી આવ્યું. જોકે એપલ ત્યારે જ આવે છે જ્યારે તેમને જોઈતી હોય એવી ક્વોલિટી તેઓ મેળવી શકે. એપલ દ્વારા AIને ખૂબ જ પ્રાઇવેટ અને સિક્યોર બનાવવામાં આવી રહ્યું છે. ચેટજીપીટીથી લઈને દરેક પ્લેટફોર્મ હાલમાં સિક્યોર નથી. ડેટાને લઈને દરેક AIએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જોકે એપલ દ્વારા હવે જે AI બનાવવામાં આવી રહ્યું છે એ અત્યાર સુધીના દરેક AIથી એકદમ અલગ હશે કારણ કે તે સેફ અને સિક્યોર હશે.

Tags :