Get The App

iPhone યુઝર્સ માટે મોટા સમાચાર! iOS 27માં મળશે AI Grammar, સ્માર્ટ ઓટોમેશન અને AI વોલપેપર્સ જેવા ફીચર્સ

Updated: May 19th, 2026

GS TEAM

Google News
Google News
iPhone યુઝર્સ માટે મોટા સમાચાર! iOS 27માં મળશે AI Grammar, સ્માર્ટ ઓટોમેશન અને AI વોલપેપર્સ જેવા ફીચર્સ 1 - image

Apple to Launch AI Features in iOS 27: Apple પોતાના આગામી iPhone સોફ્ટવેર અપડેટ iOS 27માં અનેક નવા AI આધારિત ફીચર્સ લાવવાની તૈયારીમાં છે. રિપોર્ટ્સ મુજબ, કંપની આ વખતે યુઝર્સને વધુ સ્માર્ટ અને પર્સનલાઇઝ્ડ અનુભવ આપવા પર ખાસ ધ્યાન આપી રહી છે. કેટલાક ફીચર્સમાં Googleના Gemini AI મોડલ્સની ટેક્નોલોજીનો પણ ઉપયોગ થઈ શકે છે. Apple દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ હવે Geminiનો ઉપયોગ કરી રહ્યાં છે. જોકે, આમ છતાં યુઝર્સને તેમનું પોતાનું AI પસંદ કરવા માટે પણ સ્વતંત્રતા આપશે.

“Write with Siri” ફીચર બનશે ખાસ

iOS 27માં “Write with Siri” નામનું નવું ફીચર જોવા મળી શકે છે. આ બટન કીબોર્ડની ઉપર દેખાશે અને ટાઇપ કરતી વખતે ગ્રામર સુધારવા તેમજ સેન્ટન્સ સૂચવવામાં મદદ કરશે. એટલે કે મેસેજિંગ અને ઇમેઇલ લખવાનું કામ વધુ સરળ અને ઝડપી બની શકે છે. આ ઉપરાંત “Help Me Write” નામનું ફીચર પણ ઉમેરાઈ શકે છે, જે Siri એક્ટિવ હોય ત્યારે ટેક્સ્ટ ફિલ્ડમાં ઓટોમેટિક મદદ કરશે. યુઝર્સ સરળ ભાષામાં લખશે અને AI તેને વધુ સારી રીતે પ્રેઝન્ટ કરવામાં મદદ કરશે. આથી યુઝર હવે તેમની વાતને વધુ સારી રીતે કહી શકશે.

સામાન્ય ભાષામાં થશે ઓટોમેશન

શોર્ટકટ્સ એપમાં પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે. અત્યાર સુધી ઓટોમેશન બનાવવા માટે ટેક્નિકલ કમાન્ડ્સની જરૂર પડતી હતી, પરંતુ હવે યુઝર્સ સામાન્ય ભાષામાં લખીને ટાસ્ક ઓટોમેટ કરી શકશે. ઉદાહરણ તરીકે, “દરરોજ સવારે મારે ડેઇલી સમરી મોકલો” જેવી સરળ સૂચના આપીને ઓટોમેશન તૈયાર કરી શકાય તેવી શક્યતા છે. આથી હવે સરળ અને ઝડપથી નવા શોર્ટકટ્સ બનાવી શકાશે.

AIથી બનાવો પોતાના વોલપેપર્સ

કસ્ટમાઇઝેશન પસંદ કરનાર યુઝર્સ માટે પણ Apple ખાસ ફીચર લાવી શકે છે. iOS 27માં AIની મદદથી સીધા iPhone પર જ કસ્ટમ વોલપેપર્સ બનાવવાની સુવિધા મળી શકે છે. એટલે યુઝર્સ પોતાની પસંદ મુજબ યુનિક અને પર્સનલાઇઝ્ડ વોલપેપર્સ તૈયાર કરી શકશે. આ માટે તેમણે હવે કંપનીના વોલપેપર પર નિર્ભર રહેવાની જરૂર નથી.

આ પણ વાંચો: PC પર PlayStation ગેમ્સ રમવાનું સપનું રહેશે અધૂરું? એક્સક્લૂઝિવ ગેમ્સ માત્ર PS માટે જ...

WWDC 2026માં થઈ શકે છે જાહેરાત

રિપોર્ટ્સ અનુસાર, Apple પોતાના આ નવા AI ફીચર્સને WWDC 2026 દરમિયાન રજૂ કરી શકે છે. કંપની આ વખતે AIને iPhone અનુભવનો મહત્ત્વપૂર્ણ ભાગ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.