એન્ડ્રોઇડનું વર્ષો જૂનું ફીચર આવશે આઇફોન 17 પ્રોમાં: એરપોડ્સ અને એપલ વોચને વાયરલેસ ચાર્જ કરી શકશે…
AI Image |
iPhone 17 Pro Reverse Wireless Charging: એન્ડ્રોઇડ દ્વારા વર્ષો પહેલાં રિવર્સ ચાર્જિંગ ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે હવે આ ફીચર એપલના આઇફોન 17 પ્રો સિરીઝમાં જોવા મળશે એવી ચર્ચા છે. આઇફોન 17 પ્રોમાં પહેલી વાર રિવર્સ ચાર્જિંગ ફીચર આપવામાં આવ્યું છે. જોકે આ ફીચર દરેક મોબાઈલને ચાર્જ નહીં કરે, પરંતુ ફક્ત એરપોડ્સ અને એપલ વોચને ચાર્જ કરશે એવી ચર્ચા છે. જોકે સાચું શું એ તો ફીચર એક વાર લોન્ચ થાય ત્યાર બાદ જ ખબર પડશે. આઇફોન 17 સિરીઝને આવતાં મહિને લોન્ચ કરવામાં આવી રહી છે.
7.5 વોટનું રિવર્સ વાયરલેસ ચાર્જિંગની શક્યતા
આઇફોનમાં છેલ્લા ઘણાં સમયથી રિવર્સ વાયરલેસ ચાર્જિંગ ફીચરની રાહ જોવામાં આવી રહી હતી. ફેબ્રુઆરીમાં એવા સમાચાર આવ્યા હતા કે એપલ દ્વારા 7.5 વોટના રિવર્સ વાયરલેસ ચાર્જિંગ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરને આઇફોન 17 પ્રો અને 17 પ્રો મેક્સમાં સમાવેશ કરવામાં આવશે એવી ચર્ચા છે. આ ફીચરનો ઉપયોગ એપલની અન્ય ડિવાઇસ એટલે કે એપલ વોચ અને એરપોડ્સને ચાર્જ કરવા માટે ઉપયોગ કરી શકાશે એવો અંદાજ છે.
2021માં પહેલી વાર કરી હતી કોશિશ
એપલ દ્વારા પહેલી વાર રિવર્સ વાયરલેસ ચાર્જિંગ 2021માં શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે આઇફોન 12 અને ત્યાર બાદના મોડલ માટે મેગસેફ બેટરી પેક લોન્ચ કર્યા હતા. આ બેટરી પેકને કેબલ દ્વારા આઇફોન સાથે કનેક્ટ કરવામાં આવતાં ત્યારે એ બેટરી પેક ચાર્જ થતા હતા. પહેલી વાર એપલ દ્વારા કેબલ દ્વારા ફોનમાંથી અન્ય ડિવાઇસ ચાર્જ કરવા માટેનું ફીચર બનાવ્યું હતું. 2023ની સપ્ટેમ્બરમાં મેગસેફ બેટરી પેક બંધ કરી દેવામાં આવ્યા હતા ત્યારથી લઈને અત્યાર સુધી વાયરલેસ રિવર્સ ચાર્જિંગ વિશે કોઈ ફીચર કાઢવામાં નથી આવ્યું.
કેબલ વડે ચાર્જિંગ
આઇફોન 15 અને ત્યાર બાદના મોડલમાં યુએસબી-સી કેબલ વડે રિવર્સ ચાર્જિંગ હજી પણ થઈ શકે છે. યુએસબી-સી પોર્ટની મદદથી એપલ વોચ અને એરપોડ્સને 4.5 વોટ દ્વારા ચાર્જ કરી શકાય છે. જોકે મેગસેફ બેટરી પેકને લોન્ચ કરી હતી ત્યાર બાદથી આ ફીચર કાઢવામાં નથી આવ્યું. જોકે એ હવે બંધ થઈ ગઈ હોવાથી એપલ દ્વારા રિવર્સ ચાર્જિંગ પર ધ્યાન આપવામાં આવ્યું હોય એવું બની શકે છે.
સપ્ટેમ્બરમાં લોન્ચ થશે આઇફોન 17 સિરીઝ
એપલ દ્વારા દર વર્ષે સપ્ટેમ્બરમાં આઇફોન લોન્ચ કરવામાં આવે છે. આઇફોન 17 સિરીઝને પણ હવે આગામી મહિને લોન્ચ કરવામાં આવશે. આઇફોન 17ની કિંમત ₹89,900થી શરૂ, આઇફોન 17 એરની કિંમત ₹95,900થી શરૂ, આઇફોન 17 પ્રોની કિંમત ₹1,19,900 અને આઇફોન 17 પ્રો મેક્સની કિંમત ₹1,64,900થી શરૂ થઈ રહી હોવાની ચર્ચા છે. આઇફોન 17 એર અત્યાર સુધીનો સૌથી પાતળો આઇફોન હોવાનું કહેવામાં આવી રહ્યું છે.