આલિયા ભટ્ટને કેમ ગુસ્સો આવ્યો? : એવું તો શું થયું કે તેણે ઇન્સ્ટાગ્રામ પર મોટી પોસ્ટ કરી...
Alia Got Angry: આલિયા ભટ્ટ હાલમાં જ તેના નવા ઘરના વીડિયોને લઈને ભડકી છે. આ ભડાશ તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને કાઢી છે. આલિયાના ઘણાં વીડિયો વાયરલ થતા રહે છે. એક વાર તેની દીકરીનો ઘરનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ વીડિયોને અન્ય એપાર્ટમેન્ટમાંથી શૂટ કરવામાં આવ્યો હતો. એ સમયે પણ આલિયાએ તેની પ્રાઇવસીને લઈને સવાલ ઉઠાવ્યા હતા. આ વખતે પણ આલિયાએ તેની પ્રાઇવસી અને સિક્યોરિટીને લઈને સવાલ ઉઠાવ્યા છે.
શું છે આ સ્ટોરી?
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમનું સપનાનું ઘર બનાવી રહ્યા છે. આ બંગલો છ માળનો છે. એ પાછળ તેમણે અંદાજે 250 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. છેલ્લા થોડા વર્ષથી આ બંગલો બની રહ્યો હતો અને એ હવે પૂરો થવાને આરે છે. આ સમયે એક નવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો તેના નવા બંગલાનો છે જેમાં એ એકદમ સાફ દેખાઈ રહ્યો છે.
બંગલાની પાછળ છે ઇતિહાસ
આ કોઈ સામાન્ય બંગલો નથી. આ બંગલો રાજ કપૂર અને કૃષ્ણા રાજ કપૂરનો છે. ત્યાર બાદ 1980ના દાયકામાં આ બંગલો ઋષિ કપૂર અને નીતૂ કપૂરને આપવામાં આવ્યો હતો. તેમણે આ બંગલો હવે રણબીર કપૂરને આપ્યો છે. કૃષ્ણા રાજ કપૂર જ્યાં સુધી જીવિત હતાં ત્યાં સુધી રણબીરે આ બંગલામાં કોઈ બદલાવ નહોતો કર્યો. તેમની યાદોને તાજી રાખી હતી. જોકે તેમના ગયા પછી આ બંગલાની જગ્યાએ તેણે તેના સપનાનું ઘર બનાવ્યું છે. તેણે રાજ કપૂરની લેગેસીને જીવંત રાખી છે.
બંગલાની ડિઝાઇન
તેમણે આ બંગલાને ખૂબ જ સિમ્પલ, પરંતુ સ્ટાઇલિશ રાખ્યો છે. આ બંગલાનો કલર ગ્રે છે અને તેમાં ગ્રીનરી રાખવામાં આવી છે. છ માળ છે અને દરેક માળની બાલકનીમાં ગ્રીનરી દેખાઈ રહી છે. પહેલાં માળ પર બારીમાંથી એક ઝૂમર દેખાઈ રહ્યું છે. આથી ઇન્ટિરિયર ખૂબ જ હાઇ-ક્લાસ હોય એવું લાગી રહ્યું છે. આ બંગલો બની રહ્યો હતો ત્યારે ઘણી વાર આલિયા અને રણબીર તેમની દીકરી રાહા અને મમ્મી નીતૂ કપૂર સાથે પણ જોવા મળ્યા છે.
આલિયા ગુસ્સે થવાનું કારણ
આલિયા ગુસ્સે થઈ છે કારણ કે તેનું ઘર હજી સંપૂર્ણ રીતે તૈયાર નથી થયું અને તે પોતે ત્યાં રહેવા જાય એ પહેલાં જ કોઈએ એને વાયરલ કરી દીધું છે. તેમ જ આ ન્યૂઝ દરેક જગ્યાએ ફેલાઈ ગઈ છે. આથી ગુસ્સે થતા આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી કહ્યું કે ‘હું સમજી શકું છું કે મુંબઈ જેવા શહેરમાં જગ્યા ખૂબ જ લિમિટેડ છે. કેટલીક વાર તમારા ઘરનું વ્યૂ એ અન્ય વ્યક્તિનું ઘર હોય શકે છે. જોકે એનો મતલબ એ નથી થયો કે કોઈને પણ અન્ય વ્યક્તિના ઘરનો વીડિયો ઉતારી એને ઓનલાઇન પોસ્ટ કરવાની પરવાનગી આપે. અમારું ઘર જે હજી પણ બની રહ્યું છે એને રેકોર્ડ કરવામાં આવ્યું અને પોસ્ટ કરવામાં આવ્યું. ઘણાં પબ્લિકેશન દ્વારા એને અમારી પરવાનગી વગર શેર પણ કરવામાં આવ્યું છે. આ અમારી પ્રાઇવસીનો ભંગ છે અને ખૂબ જ સીરિયસ સિક્યોરિટી ઇશ્યુ છે. કોઈની અંગત માલિકીનો વીડિયો ઉતારવો એ કન્ટેન્ટ નથી. શું તમારા ઘરની અંદરના વીડિયો વાયરલ થયા તો તમને એ ગમશે? આથી હું દરેકને વિનંતી કરું છું કે તમને આ પ્રકારના વીડિયો જોવામાં આવે તો એને આગળ શેર કરવાનું ટાળવું.’