Apple Edge Light Feature: એપલ દ્વારા એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે જેનું નામ એજ લાઇટ છે. આ ફીચરને મેકબુકની ઓપરેટિંગ સિસ્ટમ ટાહો 26.2માં આપવામાં આવી છે. આ ફીચરની મદદથી મેકબુકની સ્ક્રીન એક વર્ચ્યુઅલ રિંગ લાઇટ બની જશે. એનાથી ઓછી લાઇટમાં વીડિયો કોલ કરી રહ્યાં હોય ત્યારે પણ યુઝર ખૂબ જ સારી રીતે પોતાને સ્ક્રીન પર રજૂ કરી શકશે. એટલે કે લાઇટિંગનો ઇશ્યુ નહીં રહે. આ ફીચર મોટાભાગના દરેક એપલ સિલિકોન મેકમાં છે. યુઝર તેની જરૂરિયાત અનુસાર આ લાઇટની બ્રાઇટનેસ એડજસ્ટ કરી શકશે.
વીડિયો કોલમાં એક નવું ફીચર
એજ લાઇટ એક વીડિયો કોલમાં નવું ફીચર છે. મેકબુકમાં એપલ દ્વારા હાલમાં વીડિયો કોન્ફરન્સ માટે સ્ટુડિયો લાઇટ, પોર્ટ્રેટ મોડ, વર્ચ્યુઅલ બેકગ્રાઉન્ડ અને વોઇસ આઇસોલેશન આપવામાં આવ્યું છે. હવે એમાં એજ લાઇટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચરનો ઉપયોગ ફેસટાઇમ અને ઝૂમ જેવી અલગ-અલગ એપ્લિકેશનમાં પણ કરી શકાશે. 2024 અથવા તો ત્યાર બાદ રિલીઝ થયેલા તમામ મેકબુકમાં આ ફીચરનો ઉપયોગ કરી શકાશે. આ સાથે જ M ચીપ સિરીઝમાં પણ એનો ઉપયોગ કરી શકાશે. વીડિયો કોલ દરમ્યાન જ્યારે પણ લાઇટ ઓછી થશે ત્યારે એ ઓટોમેટિક ચાલુ થઈ જશે. જો ન થતી હોય તો ફેસટાઇમના સિમ્બોલ પર ક્લિક કરી ત્યાથી એડ્જ લાઇટ પર ક્લિક કરવું.
આ પણ વાંચો: ગૂગલ અને એપલની યુઝર્સને ચેતવણી: ઝીરો-ડે અટેક્સને લઈને ભર્યું આ પગલું…
આ લાઇટ કેવી રીતે કામ કરે છે?
એજ લાઇટમાં એપલના ન્યુરલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. એ કેમેરામાં ચહેરાને ઓળખશે. ત્યાર બાદ અન્ય ચિપ રૂમમાં લાઇટિંગને એનાલાઇઝ કરશે. આ બન્ને ચિપ મળીને દરેક પેરામીટરને ચેક કર્યા બાદ યુઝર માટે પૂરતી બ્રાઇટનેસ અને વીડિયો સાફ દેખાઈ શકે એની ખાતરી રાખશે. આ ફીચર લેટેસ્ટ મેકબુકની ઓપરેટિંગ સિસ્ટમમાં આપવામાં આવ્યું છે.


