Get The App

કેમેરાને કન્ટ્રોલ કરશે એરપોડ્સ: ઊંઘી જનાર યુઝર્સની ડિવાઇઝને ઓટોમેટિક લોક કરી દેશે એરપોડ્સ

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
કેમેરાને કન્ટ્રોલ કરશે એરપોડ્સ: ઊંઘી જનાર યુઝર્સની ડિવાઇઝને ઓટોમેટિક લોક કરી દેશે એરપોડ્સ 1 - image


New Airpods Control: એપલ દ્વારા તેમના નવા એરપોડ્સ પર ઘણું કામ કરવામાં આવી રહ્યું છે. આ એરપોડ્સમાં કેમેરા કન્ટ્રોલ્સથી લઈને સ્લીપ ડિટેક્શન જેવા અનેક ફીચર્સનો સમાવેશ કરવામાં આવશે એવી ચર્ચા છે. થોડા દિવસ પહેલાં એવા સમાચાર હતાં કે એપલ દ્વારા એરપોડ્સને હાર્ટ રેટ મોનિટર તરીકે પણ વિકસાવવામાં આવી રહ્યા છે. જોકે, હવે એપલ એમાં વધુ ફીચર્સનો પણ સમાવેશ કરી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. એનાથી યુઝર આઇફોન અથવા આઇપેડના કેમેરાને કન્ટ્રોલ કરી શકશે.

કેમેરા કન્ટ્રોલ

એપલ દ્વારા એરપોડ્સમાં નવા કન્ટ્રોલ્સ આપવામાં આવી રહ્યા છે. યુઝર્સ હવે એરપોડ્સની મદદથી ફોટા ક્લિક કરી શકશે. આ માટે, તેઓએ એરપોડ્સ પર ટૅપ કરવું પડશે. એપલ દ્વારા ઝૂમ ઇન અને ઝૂમ આઉટનું ફીચર અથવા કેમેરો મોડ બદલવાનું ઓપ્શન પણ આપવામાં આવી શકે છે. એટલે કે, એપલ હાલમાં એરપોડ્સ માટે કેમેરા કન્ટ્રોલ પર કામ કરી રહ્યું છે.

કેમેરાને કન્ટ્રોલ કરશે એરપોડ્સ: ઊંઘી જનાર યુઝર્સની ડિવાઇઝને ઓટોમેટિક લોક કરી દેશે એરપોડ્સ 2 - image

ઊંઘી જતાં ઓટોમેટિક લોક થશે ડિવાઇઝ

એપલ હાલ સ્લીપ ડિટેક્શન ફીચર પર કામ કરી રહ્યું છે, જે એરપોડ્સમાં સમાવિષ્ટ રહેશે. જ્યારે યુઝર રાત્રે મોબાઇલમાં કોઈ પણ કન્ટેન્ટ જોઈ રહ્યો હશે અને જોતા જોતા ઊંઘી જશે, તો એરપોડ્સ ઓટોમેટિક મોબાઇલને લોક કરી દેશે જેથી કન્ટેન્ટ પોઝ થઈ જશે. જો યુઝર સંગીત સાંભળી રહ્યો હશે, તો એ પણ પોઝ થઈ જશે. જોકે, આ ફીચર સ્વતંત્ર રીતે કામ કરશે કે એપલ વોટ્સના સ્લીપ ટ્રેકિંગ સાથે સંકળાશે, એ અંગે હજી સ્પષ્ટતા કરવામાં આવી નથી.

વોલ્યુમ એડજસ્ટ કરવાની સુવિધા

એપલ હાલ જેસ્ચર કન્ટ્રોલ પર કામ કરી રહ્યું છે, જેનાથી યુઝર એરપોડ્સની મદદથી વોલ્યુમ કન્ટ્રોલ કરી શકશે. ઉપરાંત, તેમાં કન્વર્સેશન અવેરનેસ ફીચર પણ હશે, જેના કારણે યુઝર જ્યારે વાતચીત શરૂ કરશે ત્યારે ઓટોમેટિક એરપોડ્સનો અવાજ ઓછો થઈ જશે. કંપની સાથે સ્ટુડિયો ક્વોલિટી માઇક પર પણ કામ કરી રહી છે. આઇફોન 16માં ઓડિયો મિક્સ ફીચર આપવામાં આવ્યું છે, જે બેકગ્રાઉન્ડ અવાજને વીડિયોમાંથી કાઢી નાખે છે. એજ રીતે, એરપોડ્સમાં પણ આ ફીચર ઉમેરવાની તૈયારી છે.

આ પણ વાંચો: OnePlusએ લોન્ચ કર્યો નવો પાવરફુલ 13S મોબાઇલ : ફ્લેગશિપ મોબાઇલના દરેક ફીચર્સ માટે હવે ચૂકવવી પડશે ઓછી રકમ

શેર્ડ આઇપેડ્સમાં એરપોડ્સ કનેક્ટ થશે

એપલ નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેના કારણે યુઝર્સ હવે શેર્ડ આઇપેડ્સમાં પણ એરપોડ્સ કનેક્ટ કરી શકશે. આ ફીચર ખાસ કરીને સ્ટુડન્ટ્સ માટે ખૂબ ઉપયોગી છે, જે કોલેજ અથવા સ્કૂલમાં આઇપેડ્સ અથવા લેપટોપનો ઉપયોગ કરે છે. તેમજ, જ્યાં એક મશિનનો એક કરતાં વધુ યુઝર્સ ઉપયોગ કરે, ત્યાં પણ એરપોડ્સ કનેક્ટ કરી શકાશે. આ તમામ ફીચર્સ 9 જૂને વર્લ્ડવાઇડ ડેવલપર્સ કોન્ફરન્સમાં લોન્ચ થવાની શક્યતા છે.

Tags :