Get The App

આઇફોન 17 પ્રોમાં હશે ગજબનું કેમેરા ઝૂમ, જાણો વિગત…

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
આઇફોન 17 પ્રોમાં હશે ગજબનું કેમેરા ઝૂમ, જાણો વિગત… 1 - image
9to5 Mac

iPhone 17 Pro Camera: એપલ દ્વારા આઇફોન 17 પ્રોના કેમેરાનું ઝૂમ વધારવામાં આવે એવી શક્યતા છે. આગામી આઇફોન 17માં સૌથી મોટું અપગ્રેડ કેમેરાનું જોવા મળશે. અત્યાર સુધી પ્રો વર્ઝનના કેમેરામાં વધુમાં વધુ 5x ઑપ્ટિકલ ઝૂમ આપવામાં આવ્યું છે. ત્યાર બાદ ડિજિટલ ઝૂમ કરી શકાય છે. જોકે હવે આ ઑપ્ટિકલ ઝૂમને 8x કરવામાં આવશે એવી ચર્ચા છે. આઇફોન દ્વારા તેમના કેમેરા લેન્સમાં ખૂબ જ મોટો બદલાવ કરવામાં આવી રહ્યો છે.

કેમેરા કન્ટ્રોલ બટન

એપલ હવે ટેલિફોટો લેન્સને અપગ્રેડ કરવાની સાથે નવા કેમેરા કન્ટ્રોલ બટન પર પણ કામ કરશે. આ બટન આઇફોનના ઉપરની સાઇડ આપવામાં આવશે. એમાં કેમેરાના ક્વિક ઍક્સેસ અને સેટિંગ્સ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આઇફોન 16 પ્રોમાં પણ કેમેરાનું બટન છે. જોકે આ નવું બટન આપવામાં આવશે એવી ચર્ચા છે. આથી 17 પ્રોમાં બે કેમેરા બટન હશે. ઓરિજિનલ બટન સાઇડ પર આપવામાં આવ્યું છે અને એ ત્યાં જ રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો: નવા યુઝર્સ સાથે વાત કરવા નવું ફીચર લઈને આવ્યું વોટ્સએપ, જાણો શું છે…

એપ્લિકેશનમાં અપગ્રેડ

આઇફોનની કેમેરા ઍપમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. પ્રો મોડલની આ ઍપ્લિકેશનમાં ખૂબ જ વધુ બદલાવ કરવામાં આવશે. અન્ય પ્રોફેશનલ કેમેરા ઍપની જેમ આઇફોનની કેમેરા ઍપ્લિકેશનમાં પણ એ તમામ ફીચર્સ આપવામાં આવશે. જોકે હજી સુધી એ ચોક્કસ નથી કે આ ઍપ્લિકેશન ફક્ત પ્રો મોડલ્સ માટે જ હશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ઍપ્લિકેશન પ્રોફેશનલ લેવલના વ્યક્તિ માટે Final Cut કેમેરા ઍપનું અપડેટેડ વર્ઝન હશે.

Tags :