આઇફોન અને મેકબુકના ડેટા ચોરી થઈ શકે છે: વહેલી તકે આટલું કરો…
Apple iPhone Data Theft: એપલના આઇફોન અને મેકબુકની ઓપરેટિંગ સિસ્ટમમાં ખામી હોવાની વાત સામે આવી છે. આ ખામીને કારણે ડિવાઇસના ડેટા ચોરી થઈ શકે છે. હાલમાં ઘણી વેબસાઇટ અને ઍપ્લિકેશન મોબાઇલને હેક કરવાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે યુઝર પોતાના આઇફોન અને મેકબુકની સિક્યુરિટીમાં વધારો કરે એ ખૂબ જ જરૂરી છે. એપલની તમામ પ્રોડક્ટમાં આ ખામી જોવા મળી છે. એને CVE-2025-6558 તરીકે ઓળખવામાં આવી રહી છે. એની કારણે રિમોટ હેકર્સ બ્રાઉઝર સિક્યુરિટી પ્રોટેક્શનને બાયપાસ કરીને યુઝરના ડેટાને ચોરી શકે છે.
ગૂગલે શોધી હતી એપલની ખામી
ગૂગલનાથ્રેટ એનાલિસિસ ગ્રૂપ દ્વારા આ ઇશ્યુને જૂનમાં શોધવામાં આવ્યો હતો. CVE-2025-6558માં જે ખામી છે, એની કારણે સીધી બ્રાઉઝર પર અસર પડે છે. બ્રાઉઝરનો ઉપયોગ કરીને ડેટા ચોરી કરી શકાય છે. ગૂગલને જ્યારે આ વિશે જાણ થઈ, ત્યારે તેમણે ગૂગલ ક્રોમમાં જુલાઈમાં અપડેટ આપી હતી. આથી ગૂગલ દ્વારા દરેકને તેમના બ્રાઉઝરને અપડેટ કરવા માટે વિનંતી કરી હતી.
આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ પર હવે લાઇવ ફીચર દરેકને નહીં મળે, જુઓ કોણ ઉપયોગ કરી શકશે…
એપલે શું પગલાં લીધા?
ગૂગલે આ પ્રોબ્લેમ શોધ્યા બાદ એપલની ટીમ તરત જ એ ઇશ્યુનો નિકાલ કરવા માટે મંડી પડી હતી. તેમણે હાલમાં જ નવી ઓપરેટિંગ સિસ્ટમ જાહેર કરી છે. આ સોફ્ટવેરને અપડેટ કરતાંની સાથે જ આ ઇશ્યુનું સમાધાન આવી જશે અને યુઝરની ડિવાઇસ ફરી સુરક્ષિત થઈ જશે. આ અપડેટ આઇફોન, મેકબુક, વોચ અને એપલ ટીવી દરેક ડિવાઇસમાં આપવામાં આવી છે. આ માટે સેટિંગ્સમાં જઈને જનરલમાં જઈને સોફ્ટવેર અપડેટમાં જઈને એ અપડેટ કરવું. આ અપડેટ કરતાંની સાથે જ યુઝરના તમામ ડેટા સુરક્ષિત થઈ જશે, કારણ કે બ્રાઉઝરમાં જે પ્રોબ્લેમ હતો, એ આ અપડેટમાં ફિક્સ કરી દેવામાં આવ્યો છે.