એપલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો થેફ્ટ પ્રોટેક્શન પ્લાન, જાણો ખોટો ક્લેમ કરતાં શું થશે…

Apple Theft Protection: એપલ દ્વારા થેફ્ટ એન્ડ લોસ પ્રોટેક્શન પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં આ પ્લાનની શરૂઆત 799 રૂપિયાથી થાય છે. આ પ્લાન હેઠળ ડિવાઇસ ખોવાઈ ગઈ અથવા તો ચોરી થઈ ગઈ તો પણ યુઝરે ડરવાની જરૂર નથી. જોકે આ પ્રકારના પ્લાનનો ઘણાં લોકો ખોટો ઉપયોગ કરવાનું પણ વિચારે છે. ઘણાં લોકો એમ વિચારે છે કે મોબાઇલને સંતાડી દેવામાં આવે અને એની જગ્યાએ નવો મોબાઇલ લઈ લેવામાં આવે. જોકે એ શક્ય નથી કારણ કે એપલ દ્વારા એ માટે કેટલાક પગલાં પહેલેથી લેવામાં આવ્યાં છે.
ખોટા ક્લેમ સામે શું કરશે એપલ?
થેફ્ટ અને લોસ પ્લાન હેઠળ યુઝરના મોબાઇલમાં ફાઇન્ડ માય આઇફોન ચાલુ હોવું જરૂરી છે. આ સાથે જ ક્લેમની પ્રોસેસ ચાલુ હોય ત્યારે પણ એ ફંક્શન એનેબલ હોવું જરૂરી છે. આ ફીચરની મદદથી એપલ મોબાઇલનું લોકેશન ટ્રેક કરશે. જો કોઈએ તેમના મોબાઇલને ઘરમાં છુપાવવાની કોશિશ કરી હોય તો એ ફાઇન્ડ માય ફોનમાં આવી જશે. એમાં એપલ જાણી શકશે કે ફોન એક્ટિવ છે, ઓનલાઇન છે કે પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યો છે.
ક્લેમ વેરિફિકેશન અને જરૂરી માહિતી
એપલ દ્વારા આ મોબાઇલને ફાઇન્ડ માય એપમાં લોસ્ટ જાહેર કરવું જરૂરી છે. ત્યાર બાદ કંપની આ મોબાઇલની લોકેશન અને એક્ટિવિટી પર તમામ નજર રાખશે. જો ફોન એક જ જગ્યા પર રહે અથવા તો એ અચાનક ઓનલાઇન થઈ જશે તો ક્લેમને રિજેક્ટ કરવામાં આવશે. એપલ અને તેમની ઇન્સ્યોરન્સ પાર્ટનર દ્વારા વેરિફિકેશનની પણ ડિમાન્ડ કરવામાં આવી શકે છે. જો તેમને આ ક્લેમ ખોટા લાગે તો તેઓ પોલીસ રિપોર્ટ પણ માગી શકે છે.
ફી વસૂલ કરવામાં આવી શકે છે
એપલ દ્વારા એક વધુ નિયમ એ છે કે દરેક ઘટના બાદ એપલ દ્વારા ચાર્જ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ખોટો ક્લેમ કરે તો પણ તેણે રિપ્લેસમેન્ટ માટે ખૂબ જ મોટી રકમ ચૂકવવી પડશે. આ પ્લાનમાં એક વર્ષમાં બે જ વાર ક્લેમ કરી શકાય છે. એના કારણે કોઈ પણ ખોટો ક્લેમ કરવાનું ટાળે છે.
આ પણ વાંચો: એક સરળ બ્લડ ટેસ્ટ દ્વારા દસ વર્ષ પહેલાં બીમારી વિશે જાણી શકાશે…
બ્લેકલિસ્ટ થઈ જશે મોબાઇલ
એક વાર રિપ્લેસમેન્ટ અપ્રૂવ થઈ ગયા બાદ જૂના મોબાઇલનો સિરિયલ નંબરને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવે છે. જો આ ડિવાઇસ ઇન્ટરનેટ સાથે કનેક્ટ થશે તો એને એપલ દ્વારા પકડી પાડવામાં આવશે. એના કારણે યુઝરનું કવરેજ જતી રહી શકે અથવા તો તેને દંડ કરવામાં આવી શકે છે. આથી ઘણી વાર યુઝરને એ ખૂબ જ સરળ લાગી શકે છે ખોટો ક્લેમ કરી લઈએ, પરંતુ એપલ દ્વારા એને નિષ્ફળ બનાવવામાં કોઈ કસર નથી છોડી.

