Get The App

નવા આઇફોનમાં જોવા મળશે પ્રોફેશનલ ફિલ્મ-મેકિંગ કેમેરા જેવી ફોટો ક્વોલિટી: એપલે આ માટે ઇમેજ સેન્સર પેટન્ટ કરાવ્યું

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
નવા આઇફોનમાં જોવા મળશે પ્રોફેશનલ ફિલ્મ-મેકિંગ કેમેરા જેવી ફોટો ક્વોલિટી: એપલે આ માટે ઇમેજ સેન્સર પેટન્ટ કરાવ્યું 1 - image


Apple New Image Sensor Patent: એપલ દ્વારા હાલમાં એક પેટન્ટ કરાવવામાં આવી છે. આ પેટન્ટ ઍડ્વાન્સ ઇમેજ સેન્સરની છે. આ પેટન્ટની મદદથી આઇફોનની ઇમેજ ક્વોલિટીની કાયાપલટ થઈ જાય એવું લાગી રહ્યું છે. આ ટૅક્નોલૉજી માટેની પેટન્ટનું નામ ‘ઇમેજ સેન્સર વિથ સ્ટેક પિક્સેલ હેવિંગ હાઇ ડાયનામિક રેન્જ એન્ડ લો નોઇઝ’ છે. આ ટૅક્નોલૉજી હાઇ ડાયનામિક રેન્જમાં 20 સ્ટોપ્સ સાથે રેકોર્ડિંગ કરી શકે છે. એટલે કે મનુષ્યની આંખ જેટલી લાઇટને જોઈ શકે છે એટલી લાઇટ હવે આ કેમેરામાં જોવા મળશે. બીજી ભાષામાં કહીએ તો પ્રોફેશનલ ફિલ્મોના કેમેરા જેટલી ક્વોલિટી જોવા મળી શકે છે.

ડાયનામિક રેન્જ શું છે અને કેમ એ મહત્ત્વની છે?

ઇમેજ સેન્સર, લેન્સ અથવા તો કેમેરા ફોટોમાં કેટલી લાઇટ ભેગી કરી શકે એ દર્શાવવા માટે “સ્ટોપ” શબ્દનો ઉપયોગ થાય છે. જેટલા વધુ સ્ટોપ એટલી વધુ લાઇટ અને એટલા વધુ કલર અને એનાથી ઇમેજની ક્વોલિટી વધુ સારી જોવા મળે છે. અત્યારે મોટા ભાગના કેમેરામાં ડાયનામિક રેન્જ 13–14 સ્ટોપ્સની છે. જોકે શેનો ફોટો ક્લિક કરવામાં આવે એ દૃશ્ય પણ લાઇટ પર આધારિત હોય છે. મોબાઇલ ફોનના કેમેરામાં આના કરતાં પણ ઓછા સ્ટોપ્સ જોવા મળે છે.

સ્ટેક સેન્સર આર્કિટેક્ચર

આ પેટન્ટ એક સ્ટેક સેન્સર આર્કિટેક્ચર છે. એટલે કે એમાં બે લેયર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક લેયર લાઇટને કેપ્ચર કરે છે અને બીજું લેયર ઇલેક્ટ્રોનિક્સને કન્ટ્રોલ કરે છે. આ ડિઝાઇનને કારણે એપલ હવે નાના કેમેરા મોડ્યુલમાં ખૂબ જ ઍડ્વાન્સ ટૅક્નોલૉજીનો સમાવેશ કરી શકે છે. આઇફોન જેવી ડિવાઇસ માટે આ ટૅક્નોલૉજી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

નવા આઇફોનમાં જોવા મળશે પ્રોફેશનલ ફિલ્મ-મેકિંગ કેમેરા જેવી ફોટો ક્વોલિટી: એપલે આ માટે ઇમેજ સેન્સર પેટન્ટ કરાવ્યું 2 - image

ડાયનામિક રેન્જને સેન્સર કેવી રીતે કન્ટ્રોલ કરશે?

એપલની ડિઝાઇનમાં “લિટરલ ઓવરફ્લો ઇન્ટિગ્રેશન કેપેસિટર”નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એનાથી દરેક પિક્સલ લાઇટને સ્ટોર કરી શકશે અને એને ત્રણ અલગ-અલગ લેવલ પર મેનેજ પણ કરી શકશે. એનો અર્થ એ થયો કે એક રૂમમાં એકદમ અંધારુ હોય અને વિન્ડોમાં ખૂબ જ લાઇટ હોય તો પણ આ કેમેરા ખૂબ જ સારો ફોટો લઈ શકશે. ઓછામાં ઓછી લાઇટ અને વધુમાં વધુ લાઇટને એક જ ફોટોમાં મેનેજ કરવાનું કામ આ સેન્સર કરશે. આથી ફીચર સેન્સર ડિવાઇસના વાઇડ ડાયનામિક રેન્જમાં પણ એટલા જ સારી રીતે કામ કરશે.

આ પણ વાંચો: ‘ચેટજીપીટી પર આંધળો વિશ્વાસ નહીં કરવો’, OpenAIના સીઇઓ સેમ ઓલ્ટમેનનું નિવેદન

ક્લિયર ફોટો માટે રિયલ-ટાઇમ નોઇઝ કેન્સલેશન

એપલ દ્વારા પેટન્ટ કરવામાં આવેલી ડિઝાઇનમાં રિયલ-ટાઇમ નોઇઝ કેન્સલેશન પણ જોવાઈ રહી છે. દરેક પિક્સલમાં બિલ્ટ-ઇન નોઇઝ-સેન્સિંગ સર્કિટનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ફોટોમાં નકામા નોઇઝને શોધશે અને રિયલ-ટાઇમમાં એને કાઢી પણ નાખશે. એટલે કે ફોટોને એડિટ કરવાની જરૂર પણ નહીં રહે. આથી ઓછી લાઇટમાં પણ આ સેન્સર દ્વારા ખૂબ જ સારા ફોટો ક્લિક કરી શકાશે. આથી જો નવા કેમેરા માટે આ પેટન્ટ હશે તો એની મદદથી સિનેમા જેવી ફોટો અને વીડિયોને શૂટ કરી શકાશે. તેમ જ એમાં કલર પણ ખૂબ જ વધુ જોવા મળશે.

Tags :