એપલ પર કરવામાં આવ્યો કેસ: સ્માર્ટવોચમાં કાર્બન ન્યુટ્રાલિટી ન હોવાનો આરોપ
Apple Face Case in USA: એપલ કંપની પર અમેરિકામાં કેસ કરવામાં આવ્યો છે. તેમણે એવો દાવો કર્યો હતો કે એપલના સ્માર્ટવોચ કાર્બન ન્યુટ્રલ છે. જોકે તેમના આ દાવા સામે એપલવોચના સાત યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે એપલ દ્વારા આ વિશે ખોટો દાવો કરવામાં આવ્યો છે.
એપલે ક્યારે આ દાવો કર્યો?
એપલ દ્વારા 2023માં જ્યારે એપલ વોચ સિરીઝ 9 લોન્ચ કરવામાં આવી હતી ત્યારે સૌપ્રથમ વાર એપલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમના આ વોચના સિલેક્ટેડ મોડલ્સ કાર્બન ન્યુટ્રલ છે.
દાવાનો વિરોધ
એપલ દ્વારા જ્યારે આ દાવો કરવામાં આવ્યો કે તરત જ ચીનના એક એન્વાયરમેન્ટ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા તેનું ખંડન કરવામાં આવ્યું હતું. તેમને આ દાવાને ખોટો હોવાનું કહેવાની સાથે એને "ક્લાઇમેટ વોશિંગ" પણ કહ્યું હતું. ક્લાઇમેટ વોશિંગ અથવા તો ગ્રીનવોશિંગ એનો અર્થ છે કે કંપનીઓ આ રીતે પર્યાવરણને લગતાં ખોટા દાવા કરે છે. ચીન બાદ યુરોપિયન કન્ઝ્યુમર ગ્રૂપ દ્વારા પણ એપલના દાવાનો વિરોધ કરવામાં આવ્યો હતો.
એપલ વોચ યુઝર્સે કર્યો કેસ
અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી સેન જોઝ ફેડરલ કોર્ટમાં એપલ આઇવોચ યુઝર્સ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ યુઝર્સ વોચ સિરીઝ 9, આઇવોચ SE, અને આઇવોચ Ultra 2નો ઉપયોગ કરી રહ્યા છે. આ યુઝર્સે કરેલાં કેસમાં તેમણે કહ્યું છે કે જો એપલે કાર્બન ન્યુટ્રલ વિશે ન કહ્યું હોત તો તેઓ આ વોચ નહીં ખરીદી હોત અથવા તો આ માટે પૈસા ઓછા ખર્ચ્યા હોત. એપલની કાર્બન ન્યુટ્રાલિટીના કારણે જ તેમણે આ વોચ ખરીદી હતી.
આ પણ વાંચો: ટિક-ટોકને ટક્કર આપવાની ઇન્સ્ટાગ્રામની તૈયારી: રીલ્સ માટે અલગથી એપ લોન્ચ કરી શકે છે
એપલ બેલેન્સ કરી રહ્યું છે, કાર્બનમાં ઘટાડો નહીં
એપલ કંપની પર જે યુઝર્સે કેસ કર્યો છે તેમનું કહેવું છે કે એપલ કાર્બન ઓછું નથી કરી રહ્યું, પરંતુ બેલેન્સ કરી રહ્યું છે. કાર્બન ન્યુટ્રલનો અર્થ થાય છે કે આ પ્રોડક્ટ બનાવવા માટે પર્યાવરણને કોઈ નુકસાન નથી થયું. જોકે હકીકત એ છે કે એપલ દ્વારા કેન્યા અને ચીનમાં પ્રોજેક્ટ્સ ચલાવ્યા છે જેમા ઝાડની કાપ પર પ્રતિબંધ છે. આ પ્રોજેક્ટ્સ દ્વારા એપલ તેમની પ્રોડક્ટ્સના પર્યાવરણ પર થતાં નુકસાન સામે બેલેન્સ કરી રહ્યા છે, ઘટાડો નહીં.