ટિક-ટોકને ટક્કર આપવાની ઇન્સ્ટાગ્રામની તૈયારી: રીલ્સ માટે અલગથી એપ લોન્ચ કરી શકે છે
Instagram Reel New App: ઇન્સ્ટાગ્રામ હવે ટિક-ટોકને ટક્કર આપવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. આ માટે તેઓ હવે રીલ્સ માટે એક અલગથી એપ્લિકેશન બનાવે એવી ચર્ચા ચાલી રહી છે. ટિક-ટોક એક શોર્ટ વીડિયો પ્લેટફોર્મ છે. ઇન્સ્ટાગ્રામની શરૂઆત ફોટો-શેરિંગ એપ્લિકેશન દ્વારા થઈ હતી. જોકે હવે એ રીલ્સ માટે પણ ખૂબ જ ફેમસ છે. આથી હવે તેઓ ફોટો અને વીડિયો બન્નેની અલગ-અલગ એપ્લિકેશન બનાવે એવી ચર્ચા છે.
અમેરિકામાં ટિક-ટોકને બેનનો ફાયદો ઉઠાવવાની કોશિશ
અમેરિકામાં ટિક-ટોકને બેન કરવામાં આવ્યું છે. એ જ્યાં સુધી પચાસ ટકા હિસ્સો અમેરિકાને વેચવામાં નહીં આવે ત્યાં સુધી એનું ભવિષ્ય નક્કી નથી. આથી ઇન્સ્ટાગ્રામ એનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહ્યું છે. અમેરિકાના યૂઝર્સ માટે હવે ઇન્સ્ટાગ્રામ બહુ જલદી રીલ્સની એપ્લિકેશન અલગથી લોન્ચ કરી શકે છે.
અગાઉ પણ કર્યો હતો પ્રયત્ન
ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટા દ્વારા અગાઉ પણ વીડિયો શેરિંગ એપ્લિકેશન બનાવવામાં આવી હતી. 2018માં ટિક-ટોકને ટક્કર આપવા માટે લાસો નામની એપ લોન્ચ કરવામાં આવી હતી. આ એપ્લિકેશનને જોઈએ એટલી લોકપ્રિયતા નહોતી મળી. તેમ જ એ એપ્લિકેશનને જોઈએ એટલાં લોકોએ ડાઉનલોડ પણ નહોતી કરી હોવાથી એને ડિસકન્ટિન્યુ કરી દેવામાં આવી હતી. લાસો દ્વારા યૂઝર્સ 15 સેકન્ડનો વીડિયો બનાવી શકતા હતા અને એમાં પોપ્યુલર મ્યુઝિકનો સમાવેશ પણ કરી શકતા હતા. ટ્રેન્ડમાં લાવવા માટે એમાં હેશટેગનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ એપ્લિકેશને શરૂઆતમાં અમુક દેશમાં જ રિલીઝ કરવામાં આવી હતી જેમાં અમેરિકાનો સમાવેશ થતો હતો. એને ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે એવી આશા રાખવામાં આવી રહી હતી. જોકે એ એપને બંધ જ કરી દેવામાં આવી હતી.
વીડિયો એડિટીંગ એપ લોન્ચની તૈયારી
જાન્યુઆરીમાં જ મેટા કંપની દ્વારા નવી એપ્લિકેશન લોન્ચ કરવાની વાત કરી હતી. આ એક વીડિયો એડિટીંગ એપ્લિકેશન છે. ટિક-ટોક દ્વારા પોતાની વીડિયો એડિટીંગ એપ્લિકેશન કેપકટ લોન્ચ કરવામાં