Blood Sugar Monitor: એપલ છેલ્લા ઘણાં સમયથી કોશિશ કરી રહ્યું છે કે તેઓ આઇવોચમાં બ્લડ સુગર ટ્રેકિંગનો સમાવેશ કરે. જોકે બ્લડ સુગર ચેક કરવા માટે સોઈની મદદથી ચેક કરવું જરૂરી હતું. જોકે હવે માર્કેટમાં એક ડિવાઇસ આવી ગઈ છે જેનું નામ Isaac છે. આ ડિવાઇસ સોઈની જગ્યાએ જે-તે વ્યક્તિના શ્વાસ પરથી તેનું બ્લડ સુગર જણાવી દેશે. જો એ વ્યક્તિમાં હાઇ-બ્લડ સુગર હશે તો એની પણ જાણ તરત થઈ જશે.
શ્વાસની મદદથી ચાલતી નવી ટેક્નોલોજી
Isaac એક નાનું ડિસ્ક આકારનું ડિવાઇસ છે. એને પિન પર અથવા તો આંગળીમાં રિંગની જેમ પણ પહેરી શકાય છે. એમાં શ્વાસ છોડતા જ રિયલ-ટાઇમ ગ્લુકોઝ કેટલો છે એ જણાવી દેશે અને એલર્ટ આપી દેશે. આ માટે આંગળીમાં હવે સોઈ મારવાની જરૂર નથી. આ ડિવાઇસની એપ્લિકેશન પણ છે જે એન્ડ્રોઇડ અને એપલ બન્નેમાં કામ કરે છે. એ યુઝરના રિઝલ્ટના ડેટા સાચવશે અને એના ટ્રેન્ડ વિશે પણ ધ્યાન રાખશે. આ ડેટાને જે-તે વ્યક્તિ તેમની ફેમિલી અથવા તો ડોક્ટર સાથે પણ શેર કરી શકે છે.
સ્પેશ્યલ સેન્સરનો કરવામાં આવે છે ઉપયોગ
Isaacમાં એક સ્પેશ્યલ સેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે જેને Nanoz દ્વારા બનાવવામાં આવે છે. આ સેન્સરની મદદથી શ્વાસમાં રહેલા એસિટોનને ઓળખવામાં આવે છે. આ એસિટોન હાઇ બ્લડ સુગર સાથે સંબંધ ધરાવે છે. આથી એના લેવલના આધારે બ્લડ સુગર નક્કી કરવામાં આવશે. આ ડિવાઇસને હાલમાં અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીમાં ટીનેજર પર ટેસ્ટ કરવામાં આવી છે. આ એવા ટીનેજર છે જેમને ટાઇપ 1 ડાયાબિટીઝ છે. આ ટ્રાયલને ખૂબ જ જલદી એક્સપાન્ડ કરવાનો પ્લાન છે. આ માટે કંપની અપ્રૂવલની રાહ જોઈ રહી છે.
આ પણ વાંચો: બારમી જાન્યુઆરીએ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ લોન્ચ કરી રહ્યું છે ISRO, જાણો વિગત…
આઇવોચ યુઝર્સ માટે કેમ મહત્ત્વનું
Isaacની સાઇઝ હાલમાં એપલ વોચ જેટલી અથવા તો એનાથી ઓછી છે. આ સેન્સરને હાલમાં વોચમાં સીધું દાખલ કરવું શક્ય નથી. જોકે કેટલીક એડ્વાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એપલ આ શક્ય બનાવી શકે છે. મોટાભાગના ડાયાબિટીઝના પેશન્ટ હાલમાં ટ્રેડિશનલ મોનિટર સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ બહુ જલદી હાથમાં સોઈ મારીને ચેક કરવાની જરૂર નહીં પડે.


