ફેસટાઈમમાં ન્યૂડિટી આવતા જ કોલ થઈ જશે બંધ, ટીનએજર માટે આ ફીચર લોન્ચ થાય તેવી શક્યતા
Apple Nudity Detection Feature: એપલ દ્વારા એક નવા ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરમાં ન્યુડિટી આવતાં જ યુઝરને એક મેસેજ મોકલવામાં આવશે. જો યુઝર એ માટે સહમતી આપે ત્યારબાદ જ એને ન્યુડિટી જોવા દેવામાં આવશે. આ ફીચર હવે ફેસટાઈમમાં પણ આવી રહ્યું છે. પહેલાં મેસેજમાં અને અન્ય જગ્યાએ આ ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો હોવાની ચર્ચા હતી. જોકે હવે વીડિયો કોલ દરમિયાન પણ આ ફીચર એક્ટિવેટ થતું જોવા મળશે.
શું છે આ ફીચર?
આ યુઝરને સુરક્ષિત રાખવા માટેનું ફીચર છે. સ્ક્રીન પર જ્યારે પણ ન્યુડિટી જોવામાં આવશે કે સ્ક્રીન તરત અટકી જશે અને યુઝર પાસે પહેલાં પરવાનગી માગશે. આ ફીચર હવે ફેસટાઈમમાં પણ આવી ગયું છે. આ ફીચરને iOS 26માં આપવામાં આવી રહ્યું છે. વીડિયો કોલ દરમિયાન જો કોઈ પણ વ્યક્તિ ન્યુડિટી દેખાડવા લાગે તો કોલ ઓટોમેટિક અટકી જશે અને સ્ક્રીન પર એક વોર્નિંગ આવી જશે. આ વોર્નિંગમાં દેખાડવામાં આવશે કે ગ્રાફિક્સ તેમના માટે નુકસાનકારક છે. જો યુઝરની ઇચ્છા હશે તો કન્ટિન્યૂ થશે અને ના પાડશે તો કોલ ડ્રોપ થઈ જશે. આ જ રીતે ફોટો ડાઉનલોડ માટે પણ આ ફીચર આપ્યું છે. બાળકોને સેક્સ્યુઅલ હેરેસમેન્ટથી બચાવવા માટે આ ફીચર લાવવામાં આવ્યું છે. જોકે હવે આ ફીચર દરેક વ્યક્તિ માટે લોન્ચ કરવામાં આવે એવા ચાન્સ વધુ છે.
પ્રાઇવેટ કન્ટેન્ટને એપલ નહીં જુએ
એપલ દ્વારા આ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર આઈફોનમાં આપવામાં આવ્યું છે તેથી તેમના સર્વર પર કોઈ પ્રોસેસ નહીં થાય. મેસેજ, એરડ્રોપ્સ અને ફોટોઝની જેમ આ વીડિયો કોલ માટેની પ્રોસેસ પણ ફોનમાં જ થશે. તેથી કોઈ વ્યક્તિ તેના દૂરના પાર્ટનર સાથે ઈન્ટિમેટ વીડિયો અથવા તો ફોટો શેર કરી રહ્યાં હોય તો પણ એપલના સર્વર પર એ સ્ટોર નહીં થાય. તેમ જ એપલ એને જોઈ પણ નહીં શકે, કારણ કે આ ફીચર ફોનમાં આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: કારમાં સુસાઇડ ડોર શું છે? લક્ઝરી ફીચર તરીકે કેમ એને રજૂ કરવામાં આવે છે? જાણો વિગતવાર...
વીડિયો કોલના સ્કેમથી યુઝરને પ્રોટેક્શન
ઘણી વાર યુઝર કોઈ અજાણ્યો ફોન ઊંચકી લે છે. ઘણી વાર યુઝરને હની ટ્રેપ કરવામાં આવી બ્લેકમેલ પણ કરવામાં આવે છે. તેથી યુઝરને પોતાના પર કન્ટ્રોલ ન રહે એ બની શકે છે. તેથી આ સમયે જ એપલ દ્વારા એક વોર્નિંગ આપવામાં આવશે. આ વોર્નિંગ વાચ્યા બાદ બની શકે યુઝરનો વિચાર બદલાઈ જાય અને તેની સાથે છેતરપિંડી થતી અટકી શકે. તેથી આ ફીચર દરેક માટે ખૂબ જ ઉપયોગી અને સુરક્ષિત સાબિત થઈ શકે છે.