Get The App

કારમાં સુસાઇડ ડોર શું છે? લક્ઝરી ફીચર તરીકે કેમ એને રજૂ કરવામાં આવે છે? જાણો વિગતવાર...

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News
કારમાં સુસાઇડ ડોર શું છે? લક્ઝરી ફીચર તરીકે કેમ એને રજૂ કરવામાં આવે છે? જાણો વિગતવાર... 1 - image


What is Suicide Door in Car?: કારમાં સુસાઇડ ડોરનું ચલણ વધી રહ્યું છે. આ ડોરને હવે લક્ઝરી ફીચર તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. નવા ઇનોવેશન સાથે કારમાં હવે જૂની સ્ટાઇલના દરવાજા આપવામાં આવી રહ્યા છે. કારમાં જેને સુસાઇડ ડોર ગણવામાં આવતા હતાં અને રોલ્સ-રોયસ દ્વારા લક્ઝરી સિમ્બોલ બનાવી દેવામાં આવ્યો છે. જોકે ઓટોમોબાઇલની દુનિયામાં આ સુસાઇડ ડોરનું ફરી આગમન થઈ રહ્યું છે અને ઘણી કારમાં હવે એ જોવા મળી રહ્યા છે.

સુસાઇડ ડોર શું છે?

સુસાઇડ ડોર એટલે કે કારના પાછળના દરવાજા, જે આજકાલની સામાન્ય કાર કરતાં ઊંઘા ખોલવામાં આવે છે, એને સુસાઇડ ડોર કહે છે. આજકાલની કારમાં પાછળના દરવાજા ટાયર પાસેથી એટલે કે સીટની નજીકથી ખોલવામાં આવે છે. જ્યારે સુસાઇડ ડોરમાં પાછળના દરવાજાને બે દરવાજા વચ્ચેથી, એટલે કે આગળના દરવાજા જ્યાંથી ખુલે છે, એની બાજુમાંથી જ આ દરવાજા ખુલે છે.

સુસાઇડ ડોર કેમ કહેવાય છે?

સુસાઇડ ડોર પહેલાં 1930 અને 1940ની કારોમાં વધુ જોવા મળતા હતા. એ સમયે એને લક્ઝરી સીડાન અને લિમોઝિન કારોમાં આપવામાં આવતા હતાં. આ દરવાજાને સૌથી વધુ લોકપ્રિયતા 1960ના દાયકામાં ધ લિન્કન કોન્ટિનેન્ટલ કાર દ્વારા મળી હતી. આ કારમાં સુસાઇડ ડોરને ખૂબ જ પ્રમોટ કરવામાં આવ્યા હતા. એ કાર જ્યાં જતી ત્યાં એના દરવાજાને કારણે એ ખૂબ જ ચર્ચામાં રહેતી હતી. જોકે સેફ્ટીને ધ્યાનમાં રાખીને આ દરવાજાને ધીમે ધીમે કારમાંથી કાઢી નાખવામાં આવ્યા અને એની જગ્યાએ આજે જે રીતે કારના દરવાજા ખૂલે છે, એ પ્રકારના દરવાજા આપવામાં આવ્યા.

કારમાં સુસાઇડ ડોર શું છે? લક્ઝરી ફીચર તરીકે કેમ એને રજૂ કરવામાં આવે છે? જાણો વિગતવાર... 2 - image

સેફ્ટીનું કારણ શું હતું?

પહેલાના સમયમાં સીટબેલ્ટ એટલા સુરક્ષિત નહોતા. તેમ જ સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ પણ નહોતી. આથી કાર જ્યારે ચાલી રહી હોય ત્યારે દરવાજા ખુલી જવાનો ભય રહેતો હતો. આ કારના દરવાજા ઊંધી તરફ ખુલતા હોવાથી એ જરા પણ ખુલ્યા તો હવાને કારણે એ સંપૂર્ણ ખુલી જતાં હતાં. આથી કારમાં બેસેલી વ્યક્તિ પડી શકે છે. આ રીતે ઘણાં લોકોના મૃત્યુ થયા હોવાથી એને સુસાઇડ ડોર કહેવામાં આવે છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ આ કારમાંથી દરવાજા બદલવામાં આવ્યા હતા. જોકે હજી પણ તે ઘણી કારમાં લક્ઝરી તરીકે જોવા મળી રહ્યા છે.

આ ડોર પેસેન્જર સાથે અન્ય વાહનચાલક માટે પણ એટલાં જ નુક્સાનકારક છે. આજકાલના દરવાજા ખુલી ગયા હોય અને સામેથી કોઈ વ્યક્તિ અથવા તો બાઇક આવે તો એ દરવાજા સાથે અથડાતા એ બંધ થઈ જાય છે. જ્યારે સુસાઇડ ડોરમાં એ દરવાજા સાથે અથડાતા દરવાજો તૂટી જાય છે અને બાઇકચાલક અથવા તો અન્ય વાહન પણ અકસ્માતનો ભોગ બને છે. આથી આ સુસાઇડ ડોર ફક્ત કારની અંદર બેસેલા માટે જ નહીં, પરંતુ દરેક વ્યક્તિ માટે જોખમભર્યા છે.

આ પણ વાંચો: બિઝનેસ યુઝર માટે વોટ્સએપમાં નવા ફીચર લૉન્ચ, AI, એડ્સ અને કોલ્સનો ઉપયોગ પણ કરી શકશે

કઈ-કઈ કારમાં આ દરવાજા આવે છે?

આ કારના દરવાજાને હવે લક્ઝુરિયસ માનવામાં આવી રહ્યા છે. મોડર્ન કારોમાં એને સેફ્ટીની સાથે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દરવાજા હવે કાર ચાલુ હોય ત્યારે નથી ખુલતા, પરંતુ એ ખોલતી વખતે અન્ય બાઇક અને કાર અથવા તો કોઈ પણ વાહન આવે તો એ અકસ્માત જરૂર થાય છે. રોલ્સ-રોયસની ફેન્ટમ, ઘોસ્ટ, કુલિનન તેમજ લિન્કન કોન્ટિનેન્ટલ કોચ ડોર એડિશન અને સ્પોર્ટ્સ કાર જેવી કે ફેરારી અને મઝદા RX-8માં પણ આ દરવાજા છે. આ સિવાય પણ ઘણી કાર્સમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Tags :