Get The App

એન્ડ્રોઇડ અને આઇફોન વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવું હવે બનશે સરળ, જાણો કેમ…

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
એન્ડ્રોઇડ અને આઇફોન વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવું હવે બનશે સરળ, જાણો કેમ… 1 - image

Apple And Google Deal: એપલ અને ગૂગલ વચ્ચે એક ડીલ કરવામાં આવી છે. આ ડીલ હેઠળ હવે આઇફોન અને એન્ડ્રોઇડ વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવાની પ્રોસેસને વધુ સરળ બનાવવામાં આવશે. યુઝર જ્યારે એક ઓપરેટિંગ સિસ્ટમની જગ્યાએ અન્ય ઓપરેટિંગ સિસ્ટમ વાળો મોબાઇલ ખરીદવો હોય ત્યારે ડેટા ટ્રાન્સફરમાં સમસ્યા આવી રહી હતી. જોકે હવે બન્ને કંપની દ્વારા આ પ્રોસેસને સારી બનાવવાની વાત કરવામાં આવી છે. આ માટે હાલમાં એન્ડ્રોઇડ કેનેરી બિલ્ડમાં એક ફંક્શન જોવા મળી રહ્યું છે જે ઓપરેટિંગ સિસ્ટમ હાલમાં ફક્ત પિક્સેલ મોડલ માટે જ છે.

ડેટા ટાઇપ સપોર્ટને અપગ્રેડ કરવામાં આવશે

એપલ અને ગૂગલ દ્વારા નવા ફીચર પર જે કામ કરવામાં આવ્યું છે એને એન્ડ્રોઇડ કેનેરી બિલ્ડમાં આપવામાં આવ્યું છે. આ ફંક્શન દ્વારા ઘણાં ડેટા ટાઇપને સપોર્ટ આપવામાં આવ્યું છે જેનાથી ટ્રાન્સફર વધુ સરળ બનશે. જોકે એન્ડ્રોઇડ કેનેરી અને એપલની ડેવલપર બીટા વર્ઝન જનરલ યુઝર્સ માટે નથી કારણ કે એમાં ઘણી નાની-નાની ખામીઓ હોઈ શકે છે. આ તમામ ખામીઓ દૂર કર્યા બાદ એને સામાન્ય લોકો માટે શેર કરવામાં આવે છે.

ભવિષ્યમાં કરવામાં આવશે લોન્ચ

આ ફીચરને ઓફિશિયલ ક્યારે લોન્ચ કરવામાં આવશે એ હજી સુધી કોઈ કંપની દ્વારા જાહેર કરવામાં નથી આવ્યું. જોકે એપલ દ્વારા હંમેશાં કોઈ પણ ફીચરને નવી અપડેટ દ્વારા એક સાથે દરેક ડિવાઇસ માટે રજૂ કરવામાં આવે છે. જોકે બીજી તરફ એન્ડ્રોઇડ ડિવાઇસ દ્વારા લોન્ચ કરે છે. દરેક કંપનીઓ પણ તેમના તમામ ફોનમાં આ ફીચરને ડિવાઇસ અનુસાર લોન્ચ કરે છે. જોકે બહુ જલદી આ ફીચરને લોન્ચ કરવામાં આવશે એવી આશા રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: AI કેવી રીતે બદલી રહ્યું છે સ્પેસ ટ્રાવેલ: ચીપથી લઈને રોબોટ સુધી જાણો વિગત…

હાલમાં કેવી રીતે કરવામાં આવે છે ડેટા ટ્રાન્સફર?

આ ફીચર જ્યાં સુધી રિલીઝ કરવામાં નહીં આવે ત્યાં સુધી એપલના મૂવ ટૂ આઇઓએસ અને ગૂગલની એન્ડ્રોઇડ સ્વિચ એપનો ઉપયોગ કરવો પડશે. એપલમાં શિફ્ટ થનાર યુઝરે મૂવ ટૂ આઇઓએસ અને એન્ડ્રોઇડમાં શિફ્ટ થનાર યુઝરે સ્વિચ એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડશે. એક વાર નવું ફીચર લોન્ચ થઈ ગયા બાદ એક પણ એપ્લિકેશનની જરૂર નહીં પડે.

Tags :