Get The App

AI કેવી રીતે બદલી રહ્યું છે સ્પેસ ટ્રાવેલ: ચીપથી લઈને રોબોટ સુધી જાણો વિગત…

Updated: Dec 8th, 2025

GS TEAM

Google News
Google News
AI કેવી રીતે બદલી રહ્યું છે સ્પેસ ટ્રાવેલ: ચીપથી લઈને રોબોટ સુધી જાણો વિગત… 1 - image

AI in Space: AI સતત આગળ વધી રહ્યું છે. સ્પેસ એક્સપ્લોરેશનમાં હવે AI પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. સિસ્ટમને વધુ સ્માર્ટ બનાવવાથી લઈને ડિઝાઇન બનાવવી તેમ જ ઓટોનોમસ રોબોટથી લઈને ડેટાને એનાલાઇઝ કરવા સુધીની દરેક બાબતમાં હવે AIનો ઉપયોગ કરી શકાય છે. AI દ્વારા પહેલાં જે કામ અશક્ય હતાં એ તમામ હવે શક્ય બની ગયા છે. AI હવે લોકોના કામને વધુ સરળ બનાવવાની સાથે સ્પેસ ટ્રાવેલમાં પણ આગળ વધી રહ્યું છે.

મિશનને વધુ ઝડપી અને સુરક્ષિત બનાવવા માટે AIનો ઉપયોગ

એન્જિનિયર હવે મશિન લર્નિગ અને રીઇનફોર્સમેન્ટ લર્નિગનો ઉપયોગ કરી રહ્યાં છે જેથી તેઓ ટેક્નોલોજીને વધુ એડવાન્સ ડિઝાઇન કરી શકે. ન્યુક્લિયર પાવર્ડ અને ફ્યુશન આધારિત એન્જિનને હવે AI દ્વારા ઓપ્ટીમાઇઝ કરવામાં આવી રહ્યાં છે જેથી સ્પેસ આધારિત કન્ડીશનને લઈને એ એડજસ્ટ થઈ જાય. આ એલ્ગોરિધમની મદદતી હીટ ટ્રાન્સફરમાં સુધારો થાય છે. ફ્યુલ એફિસિયન્સી સારી બને છે અને મેગ્નેટિક ફિલ્ડને પણ કન્ટ્રોલ કરી શકાય છે. આ દ્વારા લોન્ગ-ડિસ્ટન્સ મિશનને વધુ ઝડપી અને સરુક્ષિત બનાવવા માટે AIનો ઉપયોગ કરવામાં આવે છે.

ઓરબિટમાં ઓટોનોમસ રોબોટનો ઉપયોગ

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં નાસાનું એસ્ટ્રોબી રોબોટે એ કરી દેખાડ્યું છે કે મિશનમાં એ કેટલું સારી રીતે કામ કરી શકે. આ રોબોટ મશિન લર્નિગનો ઉપયોગ કરે છે અને ટ્રેડિશનલ સિસ્ટમ કરતાં 60 ટકા વધુ ઝડપથી કામ કરે છે. આ સફળતા બાદ હવે ફુલ ઓટોનોમસ રોબોટને મિશન પર મોકલવામાં આવશે. આ રોબોટ રિપોર કરવાની સાથે એક્સપેરિમેન્ટ્સ પણ કરશે. મનુષ્યની જરૂર વગર એ હવે સ્પેસને ઊંડાણથી અભ્યાસ પણ કરશે.

2027 સુધીમાં સ્પેસમાં જશે AI ચીપ

ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ દ્વારા કહેવામાં આવ્યું છે કે કંપનીના AI પ્રોસેસરને 2027માં ઓરબિટમાં લોન્ચ કરવામાં આવશે. સ્પેસમાં ઘણાં બધા ફાયદા છે જેમ કે સતત સોલર એનર્જી મળે છે અને ટેમ્પરેચર પણ ઠંડુ રહે છે. આથી કોમ્પ્યુટિંગના હાઇ-પર્ફોર્મન્સ માટે આ વાતવરણ ખૂબ જ સારું છે. આ AI ચીપના માધ્યમથી સ્પેસક્રાફ્ટ અને સેટેલાઇટ્સ રીયલ-ટાઇમ નિર્ણય લઈ શકે છે. તેમણે હવે પૃથ્વી પર આવેલા કન્ટ્રોલ સેન્ટરની જરૂર નથી.

આ પણ વાંચો: સ્ટારલિંક ભારતમાં લોન્ચ, જાણો કેટલી કિંમત ચૂકવવી પડશે અને ક્યાં હશે અર્થ સ્ટેશન

સ્પેસ એક્સપ્લોરેશન માટે AI કેમ મહત્ત્વનું છે?

AIની મદદથી સ્પેસ ટ્રાવેલમાં ખૂબ જ સારું કામ થઈ શકે છે. કોઈ પણ મિશન દરમ્યાન કોઈ પણ પરિસ્થિતિ માટે સ્પેસક્રાફ્ટ ઓટોમેટિક પોતાની રીતે નિર્ણય લઈ શકે છે. ફ્યુઅલનો કેવી રીતે અને ક્યારે ઉપયોગ કરવો એ પણ જાતે નક્કી કરી શકે છે અને પ્લાનિંગ પણ કરી શકે છે. સિસ્ટમ ફેઇલર માટે અગાઉથી જાણકારી આપી શકે છે. સ્પેસક્રાફ્ટમાં અન્ય મશિન જેવા કે રોવરને પણ AIની મદદથી એક્સપ્લોર કરવા માટે ઓપરેટ કરી શકાય છે. ચંદ્ર અને મંગળ ગ્રહ જ નહીં, પરંતુ ગેલેક્સીના તમામ ગ્રહ અને એની બહારની સ્પેસની દુનિયાને એક્સપ્લોર કરવા માટે AI ખૂબ જ કામ આવી શકે છે.

Tags :