Get The App

એન્ડ્રોઇડમાં આવ્યું નવું ફીચર, ફોન કોલ કેટલો અર્જન્ટ છે એ હવે જાણી શકાશે…

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
એન્ડ્રોઇડમાં આવ્યું નવું ફીચર, ફોન કોલ કેટલો અર્જન્ટ છે એ હવે જાણી શકાશે… 1 - image

Android New Call Feature: એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર કોલ કરવા માટેનું કારણ સામેની વ્યક્તિને જણાવી શકશે. એટલે કે ફોન કેટલો અર્જન્ટ છે એ જણાવી શકશે. આ માટે ગૂગલની ફોન એપમાં એક ફીચર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ ટેસ્ટ હાલમાં બીટા વર્ઝનમાં કરવામાં આવી રહ્યો છે. જો કોઈ વ્યક્તિ ફોન ખૂબ જ અર્જન્ટ હોય એમ કારણ જણાવે તો સામેની વ્યક્તિ એટલે કે જેના પર ફોન કરવામાં આવ્યો હોય એને સ્ક્રીન પર એ દેખાશે. જોકે આ ફીચર મોબાઇલમાં નંબર સેવ હશે એ જ ઉપયોગ કરી શકશે.

ફોન માટેનું કારણ જણાવી શકાશે  

એન્ડ્રોઇડ દ્વારા જે ફીચરનું ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે એને ‘કોલ રીઝન’ નામ આપવામાં આવ્યું છે. આ ફીચર એ લોકો માટે છે જેઓ લોકોના ફોનને વોઇસમેલમાં મોકલી દે છે અથવા તો એવા ફ્રેન્ડ્સ માટે જેઓ ફોન નથી ઉઠાવતાં. આ ફીચરની મદદથી સામેની વ્યક્તિ જાણી શકશે કે ફોન કેટલો મહત્ત્વનો છે. આ માટે કોઈ અલગ ટેક્સ્ટ પણ કરવામાં નહીં આવે. આ બીટા વર્ઝનમાં હાલમાં અર્જન્ટ કોલ માટેનું કારણ રાખવામાં આવ્યું છે, પરંતુ ભવિષ્યમાં એમાં કસ્ટમ મેસેજ અને ઇમોજીનો પણ સમાવેશ કરવામાં આવશે.



રીમાઇન્ડર તરીકે પણ કામ કરશે  

યુઝરની કોલ હિસ્ટ્રીમાં કોલ માટેનું રીઝન પણ જોવા મળશે. આથી આ એક રિમાઇન્ડર ટૂલ તરીકે પણ કામ કરશે. જો કોઈ વ્યક્તિ કારણ જણાવ્યું હોવા છતાં ફોન નહીં ઉઠાવી શકે અથવા તો મિસ થઈ ગયો હોય. તો આ કારણ વાંચીને જલદી ફોન કરી શકે છે. આ ફીચરનું બીટા વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે, પરંતુ એ કોને અને ક્યારે મળશે એ મોબાઇલ મેન્યુફેક્ચર કંપની પર આધારિત છે.

આ પણ વાંચો: OpenAIએ જાહેર કર્યું ‘કોડ રેડ’: ગૂગલ જેમિની એડવાન્સ થતાં ચેટજીપીટીને લાગ્યો ડર…

કેવી રીતે ચેક કરશો અપડેટ?

આ નવું ફીચર અપડેટ દ્વારા આપવામાં આવશે. આથી યુઝર તેમની અપડેટ ચેક કરી શકે છે. આ માટે તેમણે તેમના એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરવાનું રહેશે. ત્યાર બાદ પ્રોફાઇલ આઇકન પર જઈને મેનેજ એપ્સ અને ડિવાઇસ પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાં ચેક ફોર અપડેટ્સ પર ક્લિક કરવું. આ માટે યુઝરે ડિફોલ્ટ એપ્લિકેશન તરીકે ગૂગલ ફોન એપનો ઉપયોગ કરવું જરૂરી છે.

Tags :