Science & Technology

આનંદ મહિન્દ્રાનો મસ્કને સવાલ: સ્ટારશિપની ટિકિટ કેવી રીતે ખરીદી શકાશે?

By GS Team
14 Oct 20242 mins read
This article was originally published on 14 Oct 2024
TukuTouch Logo
મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ટેસ્લા અને સ્પેસએક્સના ચેરમેન ઇલોન મસ્કને સવાલ કર્યો છે. ઇલોન મસ્ક અને આનંદ મહિન્દ્રા બન્ને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ સ્પેસએક્સ દ્વારા સ્ટારશિપનું સફળ લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ લેન્ડિંગને ઇતિહાસના પાનામાં યાદ રાખવામાં આવશે, કારણ કે રોકેટને સફળતાપૂર્વક ટાવર દ્વારા લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

આનંદ મહિન્દ્રાનો મસ્કને સવાલ: સ્ટારશિપની ટિકિટ કેવી રીતે ખરીદી શકાશે?

Anand Mahindra On StarShip: મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ટેસ્લા અને સ્પેસએક્સના ચેરમેન ઇલોન મસ્કને સવાલ કર્યો છે. ઇલોન મસ્ક અને આનંદ મહિન્દ્રા બન્ને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ સ્પેસએક્સ દ્વારા સ્ટારશિપનું સફળ લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ લેન્ડિંગને ઇતિહાસના પાનામાં યાદ રાખવામાં આવશે, કારણ કે રોકેટને સફળતાપૂર્વક ટાવર દ્વારા લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

સ્ટારશિપની સફળતા

સ્ટારશિપને રવિવારે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોકેટને અવકાશમાં મોકલવા માટે રોકેટ બૂસ્ટરનો ઉપયોગ થાય છે, જે અવકાશમાં જતાં પહેલાં છૂટી પડે છે અને પૃથ્વી પર પરત ફરે છે. આ બૂસ્ટર ગમે તે જગ્યાએ નહીં, પરંતુ જે જગ્યાએથી લોન્ચ થયું હતું ત્યાં જ પરત ફર્યુ હતું. આ સાથે જ તેને લેન્ડિંગ-લોન્ચિંગ ટાવર દ્વારા પકડવામાં આવ્યું હતું. આ પ્રકારનો ટેસ્ટ જૂનમાં પણ કરવામાં આવ્યો હતો, પણ આ વખતનો ટેસ્ટ ખૂબ જ સફળ રહ્યો હતો.


પાંચમી કોશિશે મળી સફળતા

સ્ટારશિપની આ પાંચમી ટેસ્ટ છે. દરેક વખતે તેને અલગ-અલગ કારણસર ટેસ્ટ કરવામાં આવી હતી, પરંતુ આ વખતે તે પાંચમી વાર અવકાશયાત્રા કરી રહ્યું છે. અઢાર મહિના પહેલાં પહેલી વાર તેને જ્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે લોન્ચ થતાંની સાથે જ તેમાં બ્લાસ્ટ થયો હતો. પરંતુ આ વખતે સ્ટારશિપે ટાવર પાસે લેન્ડિંગ કરવાની સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિ મેળવવામાં પાંચ ટેસ્ટનો સમય લાગ્યો હતો, પરંતુ ઇતિહાસના પાનામાં તેનો સમાવેશ થયો છે.

આ પણ વાંચો: એમેઝોનની મહત્ત્વપૂર્ણ જાહેરાત: વર્ષે 3 બિલિયન ડૉલર બચાવવા માટે 14,000 મેનેજમેન્ટ કર્મચારીઓને છૂટા કરશે

1973થી નાસા ના કરી શક્યું એ સ્ટારશિપે કર્યું

સોશિયલ મીડિયા પર લોકો આ સિદ્ધિને વધાવી રહ્યા છે. ઘણા યુઝર્સે કહ્યું છે કે 1973થી નાસા કાર્યરત છે અને લોકોના ટેક્સના પૈસાનો ઉપયોગ કરવા છતાં તેઓ આ સિદ્ધિ મેળવી શક્યા નથી, જે ઇલોન મસ્કે ફક્ત દસ વર્ષમાં મેળવી લીધી છે. આ સિદ્ધિએ ઘણા સેલિબ્રિટીઝને પણ પ્રભાવિત કર્યા છે અને તેમણે આ બાબતને વધાવી છે. આમાં આનંદ મહિન્દ્રાનો પણ સમાવેશ છે.

આનંદ મહિન્દ્રાનો સવાલ

આનંદ મહિન્દ્રાએ X પર વીડિયો શેર કરીને પોસ્ટ કર્યું કે, "આ રવિવારે મેં શાંતિથી મારા કાઉચ પર આરામ કર્યો હતો અને હું ખૂબ જ ખુશ હતો કે મને એક ઇતિહાસ બનતો જોવાનો અવસર મળ્યો. સ્પેસ ટ્રાવેલને રૂટિન બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે અને આ એક્સપેરિમેન્ટ ખૂબ જ અદ્ભુત સાબિત થયું. ઇલોન મસ્ક, હું મારી ટિકિટ ક્યાંથી ખરીદી શકું છું?"