- xuf
ftÃkLkeyku òuh{kt, yuBÃ÷kuR MxÙuMk{kt
વર્ષ ૨૦૨૨થી શરૂ થયેલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો ટ્રેન્ડ વર્ષ ૨૦૨૫માં આંધી બનીને આખા જગત પર છવાઈ ગયો. ઓપનએઆઇ, ગૂગલ, માઇક્રોસોફ્ટ, એક્સ, એનવીડિયા વગેરે કંપનીઓએ આ આંધીને સતત વેગ આપ્યો, પણ સાથોસાથ જગતભરમાં જોબ્સ ક્ષેત્રે જબરી ઉથલપાથલ પણ થવા લાગી.
þwt yMk÷e?
þwt Lkf÷e? çkÄe Ãkku÷tÃkku÷!
જનરેટિવ એઆઇની ક્ષમતા આ વર્ષમાં જોરદાર વધી અને ફક્ત શાબ્દિક સૂચનાના જોર પર ધારીએ તેવી ઇમેજ કે વીડિયો બનાવવાનું સહેલું બનતું ગયું. ત્યાં સુધી કે આખેઆખી મૂવી કે ટીવી સિરિઝ પણ એઆઇની મદદથી ક્રિએટ થવા લાગી - મુશ્કેલી એ થઈ કે શું અસલી કે શું એઆઇ જનરેટેડ એ પારખવું અઘરું બનવા લાગ્યું.
ðuçkÚke
ykurVMk MkwÄe, çkÄu yuykR
એક સમયે રોબોટિક્સને કારણે એકસરખું, બુદ્ધિ ઓછી વાપરવી પડે એવું
કામ કરનારા લોકોની નોકરી જશે એવો ભય હતો,
પણ જનરેટિવ એઆઇ તથા
હવે વિસ્તરતા જતા એજેન્ટિક એઆઇના ટ્રેન્ડને કારણે જેમણે સૌથી વધુ મગજ કસવું પડે એમનું
કામ એઆઇથી આંખના પલકારે થવા લાગ્યું. વિવિધ ઓફિસ પ્રોગ્રામ્સમાં એઆઇનો ઉપયોગ જબરો
વધ્યો, સર્ચ એન્જિન અને વેબ બ્રાઉઝર
પણ એઆઇ આધારિત બન્યાં. ભારતમાં એઆઇનો પ્રસાર વધારવા કંપનીઓ પેઇડ વર્ઝન્સ મફતમાં
આપવા લાગી.
yðLkðe
xufLkku÷kuSLkk Lkðk xÙuLz
એક તરફ ઇમેજ જનરેશનમાં ઘીબલી તથા નેનો બનાનાના રીટ્રો લૂક એકદમ ટ્રેન્ડમાં રહ્યા. મેટાએ સ્માર્ટ ગ્લાસિસમાં
ડિસ્પ્લે ઉમેરીને મેટાવર્સને નવું સ્વરૂપ આપ્યું. તો બીજી તરફ ચીને હ્યુમનોઇડના
ડેવલપમેન્ટમાં હરણફાળ ભરી. ચીનની ડીપસીક એઆઇ પણ આ વર્ષે ખાસ્સી ચર્ચામાં રહી.


