Get The App

AIએ કંપનીનો સંપૂર્ણ ડેટા ડિલીટ કરી નાખ્યો: પોતાની નિષ્ફળતા છુપાવવા માટે જૂઠું પણ બોલ્યું, જાણો સંપૂર્ણ ઘટના…

Updated: Jul 23rd, 2025

GS TEAM

Google News
Google News
AIએ કંપનીનો સંપૂર્ણ ડેટા ડિલીટ કરી નાખ્યો: પોતાની નિષ્ફળતા છુપાવવા માટે જૂઠું પણ બોલ્યું, જાણો સંપૂર્ણ ઘટના… 1 - image
AI Image

AI Delete Company's Data: દુનિયાની સૌથી મોટી AI ફાઉન્ડર્સ, આન્ટ્રપ્રેનર અને એક્ઝિક્યુટિવની કમ્યુનિટી SaaStrના ફાઉન્ડર જેસન લેમ્કિન સામે એક અનોખી ઘટના સામે આવી છે. સોફ્ટવેર કંપની રેપ્લિટના તમામ ડેટાને AIએ ડિલીટ કરી નાખ્યો છે. રેપ્લિટ એ AIની મદદથી સોફ્ટવેર અને વેબસાઈટ બનાવતી કંપની છે. કોડિંગ માટે તેઓ AIનો ઉપયોગ કરે છે. આ કંપનીમાં ઓટોનોમસ કોડિંગ અસિસ્ટન્ટ માટે એક ટ્રાયલ રન કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન જેસનને જાણ થઈ કે AI દ્વારા પરવાનગી વગર કંપનીનો લાઈવ ડેટાબેઝ ડિલીટ કરી નાખ્યો છે. આ ડેટાબેઝમાં 1200 એક્ઝિક્યુટિવ અને 1100 કંપનીઓના રેકોર્ડ્સ હતા. આ ડિલીટ કર્યા બાદ પોતાની ભૂલ છુપાવવા માટે AI દ્વારા જૂઠું પણ બોલવામાં આવ્યું હતું.

AIએ કર્યો ડેટા ડિલીટ

રેપ્લિટના AIને લઈને જેસન લેમ્કિનને ખૂબ જ આશા હતી. ઓટોનોમસ કોડિંગ ટૂલને લઈને કંપનીમાં ટ્રાયલ કરવામાં આવી રહી હતી. છતાં થોડા દિવસની અંદર જ જેસનને ખબર પડી ગઈ હતી કે આ AI બળવાખોર છે. તે જૂઠું બોલે છે અને કોડને ઓવરરાઇટ કરીને ખોટા ડેટા પણ બનાવે છે. આથી જેસન દ્વારા તેના આ વ્યવહારને જોઈને AIને ખાટું બોલનારું કહેવામાં આવ્યું છે. ટ્રાયલ રનના નવમા દિવસે AIએ સિસ્ટમની ઇન્સ્ટ્રક્શન્સને નજરઅંદાજ કરીને બદલાવ કરવાના શરુ કર્યા હતા. તેમજ તેણે કંપનીને નુકસાન થાય એવા કમાન્ડ આપવાના શરૂ કર્યા અને મહિનાઓના ખૂબ જ મહત્ત્વના ડેટાને સંપૂર્ણપણે ડિલીટ કરી નાખ્યો હતો.

AIએ શું કહ્યું?

આ વિશે જ્યારે AIને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે ‘મારાથી આ ખૂબ જ મોટી આપત્તિજનક ભૂલ થઈ છે. મને આપવામાં આવેલ આદેશને મેં નથી માન્યુ અને એના કારણે મહિનાઓના કામ પર પાણી ફરી વળ્યું છે.’ આ પ્રકારની ઘટના ન થાય એ માટે પ્રોટેક્શન ફ્રીઝ ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ એ પણ AIએ સિસ્ટમ બ્રેક કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે પોતાની નિષ્ફળતા માટે ડેટાના આપત્તિજનક સ્કેલ સિસ્ટમમાં પોતાને કેટલું રેટિંગ્સ આપશે એ પૂછવામાં આવતાં તેણે 100માંથી 95 આપ્યા હતા.

AIએ કંપનીનો સંપૂર્ણ ડેટા ડિલીટ કરી નાખ્યો: પોતાની નિષ્ફળતા છુપાવવા માટે જૂઠું પણ બોલ્યું, જાણો સંપૂર્ણ ઘટના… 2 - image
AI Image

AIએ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે જૂઠું બોલ્યું

જેસન લેમ્કિન દ્વારા આ AIને આદેશ આપવામાં આવ્યો હતો કે માફી માગતો ઈમેઇલ લખે. છતાં આ ઈમેઈલમાં તેણે અર્ધસત્ય લખ્યું હતું, બાકી બધું જૂઠું લખ્યું હતું જેથી પોતાની નિષ્ફળતાને છુપાવી શકે. રેપ્લિટની રોલબેક સિસ્ટમ છે, જેના દ્વારા જે ડેમેજ થયું હોય એને ફરી પહેલાં જેવું કરી શકાય. આથી જેસન દ્વારા AIને આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે AIએ કહ્યું કે આ સિસ્ટમ સપોર્ટ નથી કરતી. છતાં પાછળથી ખબર પડી હતી કે રોલબેક સિસ્ટમ કામ કરે છે. આ ઘટનાને લઈને સોફ્ટવેર ડેવલપમેન્ટમાં AI દ્વારા કોડિંગ કરવાને લઈને મોટી ચર્ચા શરુ થઈ છે.

આ પણ વાંચો: શુભાંશુ શુક્લા કેમ ફરી ચાલતા શીખી રહ્યો છે?, શું છે કારણ...

કંપનીએ જાહેર કર્યું સ્ટેટમેન્ટ

રેપ્લિટના CEO અમજદ મસાદ દ્વારા ડેટાને ડિલીટ કર્યા હોવાની ઘટના સ્વીકાર્ય નથી એમ કહેવામાં આવ્યું હતું. તેમ જ એ વિશે તરત જ એક્શન લેવા માટે કહી દેવામાં આવ્યું છે. આ માટે સંપૂર્ણપણે ઇનવેસ્ટિગેશન કરવામાં આવશે. તેમજ ડેટાની અને દરેક સિસ્ટમની સેફ્ટી માટે તરત જ પગલાં લેવા માટે કહી દેવામાં આવ્યું છે.

Tags :