Science & Technology

AI મોંઘું પડ્યું! માઇક્રોસોફ્ટ અને ઉબેર બાદ હવે મેટાનું પણ બજેટ ખોરવાયું, કર્મચારીઓ પર લગાવી લગામ

By GS Team
13 Jun 20263 mins read
TukuTouch Logo
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી કંપનીઓના કર્મચારીઓની પ્રોડક્ટિવિટી ભલે વધારી રહી હોય, પરંતુ તે દિગ્ગજ ટેક કંપનીઓના ખિસ્સા પર પણ ભારે પડી રહી છે. માઈક્રોસોફ્ટ અને ઉબેર જેવી કંપનીઓ બાદ હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટા પણ આસમાને પહોંચેલા પોતાના આંતરિક 'AI બિલ્સ'થી પરેશાન થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, મેટા હવે પોતાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા આડેધડ AI વપરાશ પર નિયંત્રણો લાદવા અને બજેટ મર્યાદિત કરવાની ગંભીર તૈયારી કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

AI મોંઘું પડ્યું! માઇક્રોસોફ્ટ અને ઉબેર બાદ હવે મેટાનું પણ બજેટ ખોરવાયું, કર્મચારીઓ પર લગાવી લગામ
AI Image

Meta Struggling With AI Cost: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી કંપનીઓના કર્મચારીઓની પ્રોડક્ટિવિટી ભલે વધારી રહી હોય, પરંતુ તે દિગ્ગજ ટેક કંપનીઓના ખિસ્સા પર પણ ભારે પડી રહી છે. માઈક્રોસોફ્ટ અને ઉબર જેવી કંપનીઓ બાદ હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટા પણ આસમાને પહોંચેલા પોતાના આંતરિક 'AI બિલ્સ'થી પરેશાન થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, મેટા હવે પોતાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા આડેધડ AI વપરાશ પર નિયંત્રણો લાદવા અને બજેટ મર્યાદિત કરવાની ગંભીર તૈયારી કરી રહી છે.

શું હતો ‘ટોકનમેક્સિંગ’નો ટ્રેન્ડ જે મોંઘો પડ્યો?

એક અહેવાલ મુજબ મેટા કંપની છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાના કર્મચારીઓને કોડિંગ, રિસર્ચ અને રોજિંદા ઓફિસના કાર્યો માટે વધુમાં વધુ AIનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરી રહી હતી. ટેકનિકલ ભાષામાં આ વલણને ‘ટોકનમેક્સિંગ’ કહેવામાં આવે છે, જેનો અર્થ એ થાય છે કે કર્મચારીઓ પોતાના દરેક નાના-મોટા કામ માટે AI ચેટબોટ્સ કે ટૂલ્સ પર નિર્ભર રહે.

જોકે, કંપનીની આ સ્ટ્રેટેજી હવે તેના બજેટની બહાર જઈ રહી છે. મેટાના આંતરિક અંદાજ મુજબ, જો કર્મચારીઓ આ જ ઝડપે AIનો ઉપયોગ ચાલુ રાખશે, તો વર્ષ 2026માં કંપનીનું આંતરિક AI બિલ અબજો ડોલર સુધી પહોંચી શકે છે. આ જ કારણ છે કે કંપની હવે તાત્કાલિક અસરથી સ્પેન્ડિંગ કંટ્રોલ અને યુઝેજ લિમિટ નક્કી કરવા જઈ રહી છે.

મેટા લાવશે 'AI Gateway' પ્લેટફોર્મ: 6,000 કર્મચારીઓને મેમો જાહેર

વધતા ખર્ચને રોકવા માટે મેટા કંપનીએ આ અઠવાડિયાની શરૂઆતમાં પોતાના આશરે 6,000 કર્મચારીઓ સાથે એક મહત્ત્વનો મેમો શેર કર્યો છે. કંપનીએ આંતરિક સ્તરે AIના વપરાશ પર રિયલ-ટાઇમ મોનિટરિંગ માટે એક ખાસ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે, જેને 'AI Gateway' નામ આપવામાં આવ્યું છે.

સેન્ટ્રલ ડેશબોર્ડ: આ પ્લેટફોર્મમાં એક સેન્ટ્રલ ડેશબોર્ડ હશે, જે તમામ ટીમ દ્વારા વપરાતા AI 'ટોકન્સ' અને તેના પાછળ થતા ખર્ચનો આંકડો એક જ જગ્યાએ બતાવશે.

ઓટોમેટેડ એલર્ટ્સ: જો કોઈ ટીમ અથવા કર્મચારી અચાનક વધુ પડતો AIનો ઉપયોગ કરશે કે બજેટ લિમિટ ક્રોસ કરશે, તો સિસ્ટમ તરત જ ઓટોમેટેડ એલર્ટ જનરેટ કરશે.

ભવિષ્યનો પ્લાન: વર્ષ 2027 સુધીમાં મેટા કંપની દરેક ડિપાર્ટમેન્ટ માટે એક ચોક્કસ માળખું તૈયાર કરશે, જેમાં અગાઉથી જ 'ટોકન બજેટ' નક્કી કરી દેવામાં આવશે.

થર્ડ-પાર્ટી ટૂલ્સ બંધ, ઇન-હાઉસ 'MetaCode' વાપરવા આદેશ

મેટાએ પોતાના કર્મચારીઓને આદેશ આપ્યો છે કે તેઓ ઓપનએઆઈ કે અન્ય બહારના AI ટૂલ્સ વાપરવાનું બંધ કરે અને તેના બદલે કંપનીના પોતાના જ ઇન-હાઉસ ટૂલ્સનો ઉપયોગ કરે. મેટાએ તેના કોડિંગ આસિસ્ટન્ટ ટૂલ Devmateનું નામ બદલીને હવે 'MetaCode' કર્યું છે અને કર્મચારીઓને કોડિંગ માટે માત્ર આ જ ઇન્ટરનલ સિસ્ટમ વાપરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, જેથી ખર્ચ પર નિયંત્રણ મેળવી શકાય.

આ પણ વાંચો: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર અમેરિકાની મોટી કાર્યવાહી, દુનિયાભરના યુઝર્સ માટે આ સેવા બંધ

અન્ય ટેક કંપનીઓ પણ આ જ પ્રોબ્લેમથી પરેશાન

AIનો વ્યાપક ઉપયોગ વધતાં તેની પાછળ છુપાયેલા અધધ ખર્ચાઓ હવે કંપનીઓ સામે આવી રહ્યા છે. ભલે સિંગલ પ્રોમ્પ્ટ જનરેટ કરવાનો ખર્ચ સમય જતાં ઘટ્યો હોય, પરંતુ યુઝર્સનો વપરાશ એટલી હદે વધી ગયો છે કે કુલ બિલ કરોડોમાં આવી રહ્યું છે.

ઉબર: અહેવાલો અનુસાર, ઉબરે તેનું વર્ષ 2026નું આખું AI કોડિંગ બજેટ શરૂઆતના માત્ર 4 મહિનામાં જ વાપરી નાખ્યું હતું!

માઈક્રોસોફ્ટ: માઈક્રોસોફ્ટ પણ પોતાના કર્મચારીઓમાં વધી રહેલા AIના વપરાશ અને તેના અબજો રૂપિયાના ખર્ચને ઓછો કરવાના રસ્તાઓ શોધી રહ્યું છે.