ફોટોઝ એપનાં મેમોરેબલ 10 વર્ષ

- yuf yuðe {Mík yuÃk, su MkøkðzLke heíku ÃkhVuõx Au, «kRðMkeLke heíku Lknª
દસ વર્ષ પહેલાં, મે ૨૮, ૨૦૧૫ના દિવસે ગૂગલે ફોટોઝ સર્વિસ લોન્ચ કરી એ સાથે આપણને પોતાના ડિજિટલ ફોટો-વીડિયો સ્ટોર, મેનેજ અને શેર કરવા માટે એક કાયમી સરનામંુ મળી ગયું. એ પહેલાં, ગૂગલે પિકાસા નામનો એક સોફ્ટવેર આપ્યો હતો, જે આપણે ડેસ્કટોપમાં ડાઉનલોડ
કરી શકતા અને પછી તેમાં કંઈક અંશે આજની ગૂગલ ફોટોઝ સર્વિસ જેવી સગવડો મેળવી શકતા હતા. એ પછી ગૂગલે આખી વાતને ઓનલાઇન સ્વરૂપ
આપવાની શરૂઆત કરી, શરૂઆતમાં તેના સોશિયલ
પ્લેટફોર્મમાં આ સગવડો આપી અને એ બધા અખતરા પછી આખરે, આપણને આજની ગૂગલ ફોટોઝ એપ-સાઇટની ભેટ મળી.
શરૂઆતમાં ગૂગલે આ સર્વિસમાં ફોટો-વીડિયોની ક્વોલિટીમાં નરી આંખે પરખાય નહીં
એવી બાંધછોડ સાથે સંપૂર્ણપણે અનલિમિટેડ સ્ટોરેજની સગવડ આપી. એમાં ચોક્કસપણે ગૂગલનો
સ્વાર્થ હતો, કેમ કે એ રીતે તેણે આખી
દુનિયાના અબજો ફોટો-વીડિયો મેળવીને તેની સિસ્ટમને આ ફોટો-વીડિયો ડેટાથી ટ્રેઇન
કરી. સામે પક્ષે આપણને ફાયદો એ થયો કે આપણે માટે પોતાના ડિજિટલ ફોટો-વીડિયોનું
મેનેજમેન્ટ એકદમ ઇઝી અને ઇન્ટરેસ્ટિંગ બન્યું.
આ દસ વર્ષમાં તમે આ મજાની સર્વિસનો ઉપયોગ કરતા થયા હશો તો પણ, તેનાં ઘણાં રસપ્રદ અને ઉપયોગી પાસાં કદાચ તમારી નજરમાં આવ્યાં નહીં હોય. અહીં એક રીકેપ કરી લઈએ.
Vkuxku-ðerzÞku {uLkus{uLx RÍe çkLkkðíke MkŠðMk
ફોટોઝ એપમાં શરૂઆતમાં અનલિમિટેડ સ્ટોરેજ મળતી હતી, હવે તે જીમેઇલ, ડ્રાઇવ સાથે ૧૫ જીબીની લિમિટમાં ગણાય છે.
ફોટોઝ એપમાં ઊંડા ઊતરતાં પહેલાં, આ એપથી હજી અજાણ્યા રહેલા
લોકો માટે તેની કેટલીક પાયાની વાતો કરી લઇએ - ફટાફટ.
સ્માર્ટફોનને પ્રતાપે આપણા સૌના હાથમાં સતત કેમેરા હાથવગો રહેવાને કારણે આપણા
સૌનું ફોટોગ્રાફ કે વીડિયો લેવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ફોટો-વીડિયો લેવાની
મજા ચોક્કસ છે, પરંતુ તેમને સાચવવા એ મોટી
જફા છે. એ બધું સ્માર્ટફોનમાં વધુ પડતી જગ્યા ન રોકે એ માટે ઘણા લોકો પોતાના
ફોટો-વીડિયોને સ્માર્ટફોનમાંથી પીસી/લેપટોપમાં ટ્રાન્સફર કરતા હોય છે, પરંતુ બધાને એવી સગવડ ન પણ હોય. તો આપણા બધા ફોટો-વીડિયો કાયમ માટે ફક્ત
સ્માર્ટફોનમાં રહે. એ સ્થિતિ સારી નથી. આપણી મહામૂલી યાદગીરીઓ ક્યારેક સાવ ભૂંસાઈ
જવાનો ભય રહે.
ગૂગલ ફોટોઝ સર્વિસ આ સમસ્યાનો સરસ ઉપાય આપે છે. આપણે પોતાના ફોનમાં ગૂગલ ફોટોઝ
એપ (Google Photos,
Google LLC) ઇન્સ્ટોલ કરી લઇએ એ પછી આપણા ક્યા ગૂગલ એકાઉન્ટમાં ફોટો-વીડિયોનો બેકઅપ લેવાય
તે નક્કી કરી લેવાનું. એ પછી આપણે ફક્ત ફોટો-વીડિયો લેતા રહેવાનું. ફોનમાં જ્યારે
પણ ઇન્ટરનેટ કનેકશન મળે ત્યારે આપણું આખું કલેકશન એ ગૂગલ એકાઉન્ટમાં બેકઅપ થતું
રહે.
આટલા સિવાય આપણે લગભગ કશું કરવાનું રહેતું નથી. પરંતુ ગૂગલ ફોટોઝ સર્વિસ
સ્ટોરેજ ઉપરાંત જુદી જુદી ઘણી મજાની રીતે આપણને ઉપયોગી થાય છે.
ફોટોઝ એપની મદદથી આપણે સ્માર્ટફોનથી લીધેલા તમામ ફોટો-વીડિયોનો આપણા એકાઉન્ટમાં બેકઅપ લેવાઇ જાય એ પછી આપણે તેમને ગમે તે ડિવાઇસમાંથી એક્સેસ કરી શકીએ છીએ. સારી વાત એ છે કે બેકઅપ લેવાઇ ગયા પછી આપણે એ તમામ ફોટોગ્રાફ અને વીડિયો એક ક્લિકમાં ફોનની સ્ટોરેજમાંથી ડિલીટ કરી શકીએ છીએ. આ પછી પણ આપણા બધા ફોટો વીડિયો ફોનમાં ફોટોઝ એપમાં દેખાય છે, પરંતુ તે સ્માર્ટફોનમાં નહિવત્ જગ્યા રોકે છે.
Mkh¤ Vkuxku
Mxkuhus
પહેલો સવાલ - આપણે કોઈ પણ ફોટો કે વીડિયો શા માટે લેતા હોઇએ છીએ? મુખ્ય બે હેતુ હોય. એક, મનગમતી યાદો કાયમ માટે સાચવી
લેવી જેથી જ્યારે મન થાય ત્યારે તેને ફરી તાજી કરી શકાય. બીજો હેતુ આ યાદોને
મિત્રો, સ્વજનો સાથે શેર કરવાનો હોઈ
શકે.
સારી વાત એ છે કે આપણા ગૂગલ ફોટોઝ એકાઉન્ટમાં બેકઅપ થયેલા તમામ ફોટો-વીડિયો
માટે આપણે કોઈ વધારાની મહેનત કરવાની રહેતી નથી. ફોટો-વીડિયોના મેટા ડેટાના આધારે
બધું જ તારીખ-મહિના-વર્ષ મુજબ આપોઆપ ગોઠવાતું રહે છે. આપણે જ્યારે ઇચ્છીએ ત્યારે
કોઈ પણ તારીખ-મહિના કે વર્ષ સુધી પહોંચીને ત્યારના ફોટો-વીડિયો જોઇ શકીએ.
ફોટોઝની ફોટો લાયબ્રેરીમાં ફોટો સ્ક્રોલ કરવા પણ બહુ સહેલા છે. આપણે એકદમ નાના થમ્બનેલથી માંડીને આખો સ્ક્રીન રોકાય તેવી સાઇઝમાં ફોટો જોઈ શકીએ. સ્ક્રીન પર જમણી ધાર પર આંગળી ઉપર-નીચે લસરાવતાં એકદમ ફટાફટ વર્ષ મુજબ આપણું કલેકશન સ્ક્રોલ કરી શકાય.
M{kxo Vkuxku
f÷uõþLMk
ફોટોઝ એપ - આમ તો હવે આ પ્રકારની બધી જ એપ કે સર્વિસ - ની મજા એ હોય છે કે
તેમાં મૂળ ફોટો-વીડિયોની એક ફાઇલ બને અને તેને આપણે જુદી જુદી ઘણી રીતે જોઈ શકીએ.
એ બધી જ વર્ચ્યુઅલ કોપી હોય એટલે એકાઉન્ટમાં વધારાની જગ્યા રોકે નહીં.
ફોટોઝ સર્વિસ આપોઆપ આપણા ફોટો-વીડિયોને જુદાં જુદાં કલેકશનમાં ગોઠવે છે. આપણે
સેટિંગ્સમાં ફેસ રેકગ્નિશન ઓન રાખીએ તો દરેક
ફોટો-વીડિયોમાંના દરેકેદરેક વ્યક્તિનાં અલગ અલગ આલબમ બને. આપણે જે તે
વ્યક્તિના ચહેરાને નામ આપીએ તો ગમે ત્યારે એ વ્યક્તિ જેમાં હોય તેવા તમામ
ફોટો-વીડિયો શોધી શકીએ.
ફોટોઝ સર્વિસ લોકેશન અનુસાર પણ ફોટોઝનાં આલબમ ક્રિએટ કરે છે. એ જ રીતે બે-ત્રણ કે પાંચ-છ દિવસના ગાળામાં આપણે કોઈ ટૂર કરી હોય તો એ દિવસોના બધા ફોટોગ્રાફ સાથે એ ટૂરનું આલબમ પણ ક્રિએટ થાય છે - આપોઆપ. જો તમે વિવિધ ડોક્યુમેન્ટ કે સ્ક્રીનશોટ સેવ કરતા હો તો તેનામ પણ આલબમ બને.
rMkBÃk÷ Vkuxku þu®høk
ફોટોઝ સર્વિસ આપણા ફોટો-વીડિયોના કલેકશનને શેર કરવાનું કામ પણ બહુ સહેલું
બનાવે છે.
ફોટોઝ સર્વિસ આપણા આખેઆખા ફોટો-વીડિયો કલેકશનને કોઈ એક પાર્ટનર સાથે શેર
કરવાની સગવડ આપે છે. આપણે લીધેલા દરેક નવા
ફોટો-વીડિયો તેને પણ દેખાય. આપણે ઇચ્છીએ તો તેની કોપી પોતાના એકાઉન્ટમાં સેવ કરી
શકીએ, બાકી એ જે તે વ્યક્તિના
એકાઉન્ટમાં રહે, બીજી વ્યક્તિને એ દેખાય, પણ જગ્યા રોકે નહીં.
એ જ રીતે, પરિવારમાં કોઈ પ્રસંગ હોય કે બે-ચાર ફ્રેન્ડઝ ફેમિલી સાથે ટૂર પર ગયાં હોય તો લગભગ દરેક વ્યક્તિએ પોતાના સ્માર્ટફોનથી ફોટો-વીડિયો કેપ્ચર કર્યા હોય. આમાંથી કોઈ પણ વ્યક્તિ પોતાની ફોટોઝ એપમાં જે તે પ્રસંગ કે ટૂરના નામે આલબમ ક્રિએટ કરે અને તેની લિંક અન્ય લોકો સાથે શેર કરી શકે. એ પછી તમામ લોકો એ આલબમમાં પોતપોતાના ફોટો-વીડિયો ઉમેરી શકે. પરિણામે એક મોટું સહિયારું આલબમ ક્રિએટ થાય. અમુક વ્યક્તિનાં લાઇવ આલબમ પણ ક્રિએટ કરીને શેર કરી શકાય.
{Mík
{u{heÍ-{ku{uLxTMk
ફોટોઝનાં બીજાં બે આગવાં પાસાં છે - મેમરી અને મોમેન્ટ્સ.
એનું મહત્ત્વ સમજવા માટે, પહેલાં થોડા ફ્લેશબેકમાં જઈએ-
જૂની ઓડિયો કેસેટ તો હવે ભૂલાઈ ગઈ છે પરંતુ તેમાં અને રેડિયોમાં એક મોટો તફાવત
હતો. ઓડિયો કેસેટ આપણને એટલી ગોખાઈ ગઈ હોય કે એક ગીત પછી બીજું ક્યું ગીત આવશે એ
આપણે જાણતા હોઇએ. રેડિયોમાં અણધાર્યું ગમતું ગીત વાગે એનો ચાર્મ અલગ છે!
ફોટોઝ સર્વિસ ફોટો-વીડિયોમાં આવી મજા આપે છે. તેની સિસ્ટમ આપણા સમગ્ર કલેકશનને
ફંફોસતી રહે છે અને તેમાંથી આપણને મજા પડી જાય એવાં જુદાં જુદાં કલેકશન સ્વરૂપે
બતાવે છે.
બરાબર આજના દિવસે, ચાર-પાંચ વર્ષ પહેલાંના એ જ દિવસના ફોટોગ્રાફ, કપલના ફોટોગ્રાફ, પિતા-પુત્ર કે પિતા-પુત્રીના ફોટોગ્રાફ, એક જ વ્યક્તિના સમય સાથે બદલાતા જતા ફોટોગ્રાફ વગેરે ઘણા પ્રકારનાં કલેકશન આપણને મેમરી કે મોમેન્ટ્સ સ્વરૂપે જોવા મળે છે - શું જોવું કે ન જોવું એ આપણા કંટ્રોલમાં રહે.
ÃkkðhVw÷
Mk[o
ફોટોઝનું વધુ એક ઇન્ટરેસ્ટિંગ પાસું છે તેનું પાવરફૂલ સર્ચ એન્જિન.
આગળ વાત કરી તેમ આપણે જુદી જુદી વ્યક્તિ,
લોકેશન, લેન્ડમાર્ક વગેરે ઘણી બધી રીતે આપણો ફોટો વીડિયો કલેકશન સર્ચ કરી શકીએ છીએ. એ
ઉપરાંત ફોટોગ્રાફમાંની જુદી જુદી બાબતોને આધારે પણ આપણે સર્ચ કરી શકીએ.
ફોટોમાં દેખાતા પ્રોમિનન્ટ કલરથી પણ આખું કલેકશન સર્ચ કરી શકાય. અથવા દીકરીનું
નામ સાથે બ્લૂ કેપ વગેરે જેવું કંઈક પણ સર્ચ કરી શકાય, ફૂડ ડિશ, ટેમ્પલ, સનસેટ, ફોરેસ્ટ, પાર્ટી, બીચ, કાર વગેરે કંઈ પણ રીતે પણ
સર્ચ કરી શકાય.
આ બધા માટે આપણે ફોટો સિસ્ટમને કોઈ વિગત આપવાની જરૂર નથી.
આપણે ટેકનોવર્લ્ડમાં અગાઉ વાત કરી તેમ ફોટોઝમાં ટૂંક સમયમાં એઆઇ સર્ચ પણ આવવાની તૈયારીમાં છે. તેને કારણે આપણે તદ્દન નેચરલ લેંગ્વેજમાં ફોટોઝ એપને જુદા જુદા સવાલો કરીને તેના ફોટોગ્રાફ-વીડિયો કે વધુ માહિતી સુદ્ધાં મેળવી શકીશું.
{ursf÷
Vkuxku yurz®xøk
ફોટોઝમાં પોતાના ફોટો-વીડિયો અપલોડ કરવાથી વિશેષ આપણે લગભગ કશું કરવાનું હોતું
નથી. ખરેખર તો અપલોડ પણ કરવાના હોતા નથી,
આપણે ફોનના કેમેરાથી
ફોટો-વીડિયો કેપ્ચર કરીએ એ સાથે બધું તેમાં પહોંચતું હોય.
એ સિવાય, તમને તમારા ફોટો-વીડિયોમાં
નાનાં-મોટાં એડજસ્ટમેન્ટ કરવાની ફાવટ હોય કે ઇચ્છા હોય તો એપમાં એ માટેનાં એડિટિંગ
ટૂલ્સ પણ સામેલ છે. આપણે જે તે ફોટો-વીડિયો ઓપન કરીને તેમાં આ ટૂલ્સનો ઉપયોગ કરી
શકીએ.
ફોટોઝ એપના ૧૦ વર્ષની ઉજવણીરૂપે આ એપમાં ફોટોઝનાં એડિટર ટૂલ્સ રીડિઝાઇન
કરવામાં આવ્યાં છે.
નવા સમય મુજબ તેમાં એઆઇની મદદ લેવામાં આવી છે. એ કારણે ફોટોના બ્રાઇટનેસ-કોન્ટ્રાસ કે ક્રોપિંગ જેવા સામાન્ય એડજસ્ટમેન્ટ ઉપરાંત આ ટૂલ્સની મદદથી ફોટોને જુદી જુદી ઘણી રીતે એડિટ કરી શકાય છે - એ પણ ખાસ કોઈ મહેનત વિના અને ફોટો એડિટિંગનો અનુભવ ન હોય તો પણ!
VkuxkuÍ {kxu
yLÞ rðfÕÃkku
ઇન્ટરનેટ પર બધી જ જગ્યાએ એક હાથ દે, દૂસરે હાથ લે નિયમ લાગુ પડે છે. ગૂગલ કંપની
લગભગ મફતમાં આપણા ડિજિટલ ફોટો-વીડિયો સાચવવાની સરસ સગવડ આપે છે તો દેખીતું છે કે એ
સામે કંઈક મેળવતી જ હશે. સમય સાથે ગૂગલ ફોટોની સિસ્ટમ આપણા ફોટો-વીડિયોમાંની વિવિધ
બાબતો પારખવામાં ગજબની પાવરફુલ થતી જાય છે,
એમાંથી જ એ આપણા વિશે
પાર વગરનો ડેટા મેળવીને તેમાંથી - ભલે સીધી નહીં, તો અાડકતરી રીતે - કમાણી કરે છે.
આથી તમને પ્રાઇવસીની ચિંતા હોય તો ફોટોઝ એપના અન્ય વિકલ્પ તરફ નજર દોડાવવી
પડે.
આવા વિકલ્પમાં સૌથી પહેલાં એપલ આઇક્લાઉડ ફોટોઝ અને માઇક્રોસોફ્ટ ફોટોઝ કે
વનડ્રાઇવનાં નામ આવે, જે લગભગ ગૂગલ ફોટોઝ જેવી જ
સગવડો આપે છે, પણ ખાસ કરીને સ્ટોરેજ બાબતે
ગૂગલ કરતાં ઘણા વધુ કંજૂસ છે. પ્રાઇવસીની બાબતે પણ, એ લગભગ ગૂગલની હરોળમાં છે, પોતે તો આપણા વિશે ઘણું જાણે
જ.
પ્રાઇવસીની એકદમ ચિંતા હોય તો આપણી પાસે બે જ વિકલ્પ રહે છે - પહેલો વિકલ્પ એ
કે આપણા ફોટો-વીડિયો આઇફોન કે એન્ડ્રોઇડ ફોન કે અન્ય કેમેરાથી કેપ્ચર કરીએ એ પછી
પોતાના ડેસ્કટોપ કમ્પ્યૂટરમાં ટ્રાન્સફર કરતા જઈએ. એ સહેલો વિકલ્પ નથી કેમ કે
તેમાં આપણે ફોટો-વીડિયો મેનેજ કરવામાં ખાસ્સી મહેનત કરવી પડે છે. ડેસ્કટોપ ઉપરાંત
બધા ફોટો-વીડિયોનો બીજી કોઈ હાર્ડ ડિસ્ક કે ક્લાઉડ સ્ટોરેજમાં બેકઅપ તો રાખવો જ
પડે. એ પછી પણ જોઈતા ફોટા ફટાફટ, ગમે ત્યારે, ગમે ત્યાંથી મળવાની કોઈ શક્યતા નથી.
હજી વધુ એક વિકલ્પ હોસ્ટિંગ સ્પેસ ખરીદીને, તેમાં ઓપન-સોર્સ, સેલ્ફ-હોસ્ટેડ ફોટો
મેનેજમેન્ટ પ્રોગ્રામનો ઉપયોગ કરવાનો છે. આવા ઘણા પ્રોગ્રામ હોય છે, એ બધામાં આપણી પ્રાઇવસી સચવાઈ શકે, પરંતુ આ બધું કરવાની સૌને
ફાવટ ન હોય એ સ્વાભાવિક છે!

