Get The App

સંભવીત 15 ડિસેમ્બરે ભાવનગર મહાનગરપાલિકાની લેખીત પરીક્ષા

Updated: Nov 6th, 2019

GS TEAM

Google News
Google News
સંભવીત 15 ડિસેમ્બરે ભાવનગર મહાનગરપાલિકાની લેખીત પરીક્ષા 1 - image

ભાવનગર, તા. 06 નવેમ્બર 2019, બુધવાર

સરકારી નોકરી માટે યુવાનો હાલ તનતોડ મહેનત કરતા હોય છે અને કોઈ પણ ભરતી પરીક્ષા બહાર પડતા જ યુવાધન મોટી સંખ્યામાં ઉમેેદવારી ફોર્મ ભરતા હોય છે. પરીક્ષાના ફોર્મ ભર્યા બાદ ઉમેદવારો પરીક્ષાની તૈયારી શરૂ કરી દેતા હોય છે અને પરીક્ષાની તારીખ કયારે જાહેર થશે ? તેની આતૂરતાપૂર્વક રાહ જોતા હોય છે, આવુ જ કંઈક હાલ ભાવનગર મહાનગરપાલિકાની પરીક્ષાને લઈને જોવા મળી રહ્યુ છે.

ભાવનગર મહાનગરપાલિકાએ કેટલાક માસ પૂર્વે ભરતી માટે જાહેરાત આપી હતી અને તેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. હાલ ઉમેદવારો પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે ત્યારે મહાપાલિકાએ હાલ લેખીત પરીક્ષા સંભવીત આગામી તા. 15 ડિસેમ્બર 2019 લેવામાં આવશે તેવી જાહેરાત કરી છે અને બ્લોકની વ્યવસ્થા ગોઠવવા તૈયારી હાથ ધરી છે.

ભાવનગર મહનગરપાલિકા દ્વારા ગત જુન-જુલાઈ-2019માં જુદા જુદા વિભાગમાં કર્મચારીની ભરતી માટે જાહેરાત આપવામાં આવી હતી. મહાપાલિકામાં કુલ 64 ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવશે, જેમાં ફાયરમેન, જુનિયર કલાર્ક, સ્વીમીંગ ઈન્સ્ટ્રકટર, ટેકનીકલ આસીસ્ટન્ટ (સિવિલ) અને ડીવીઝનલ ફાયર ઓફિસર વગેરેનો સમાવેશ થાય છે.

આ 64 જગ્યા માટે આશરે 146,300 અરજદારોએ અરજી કરી હતી, આશરે 109,786 અરજી કન્ફર્મ થઈ હતી પરંતુ મોટાભાગના સભ્યોએ કોઈ કારણસર ફી ભરી ન હતી. આ પરીક્ષા માટે આશરે 41 હજારથી વધુ ઉમેદવારોએ ફોર્મ અને ફી ભરી હતી. ફી ભરી હોય તેવા જ ફોર્મ માન્ય ગણવામાં આવ્યા છે. જુનીયર કલાર્કમાં આશરે 38 હજાર ઉમેદવાર અને ટેકનીકલ કર્મચારીની ભરતી માટે આશરે 3114 ઉમેદવાર લેખીત પરીક્ષા આપશે.

આમ આશરે 41,114 ઉમેદવારની લેખીત પરીક્ષા લેવાશે, જેના માટે આશરે 1268 બ્લોકની જરૂર પડશે. આ લેખીત પરીક્ષા ભાવનગર શહેરની જુદી જુદી શાળાઓમાં લેવામાં આવશે તેથી મહાપાલિકાના સ્ટાફે હાલ બ્લોકની વ્યવસ્થા માટે તડામાર તૈયારીઓ હાથ ધરી છે. લેખીત પરીક્ષા માટે તમામ વ્યવસ્થા થઈ જશે અને કોઈ અડચણ નહી આવે તો આગામી તા. 15 ડિસેમ્બરે જ પરીક્ષા લેવામાં આવશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે.
Tags :