સમરસની ગર્લ્સ હોસ્ટેલમાં હલકી ગુણવત્તાનું ભોજન અપાતા હોબાળો

- 400 થી વધુ વિદ્યાર્થીઓનીઓએ સહિ કરી આવેદન આપ્યું
- ભોજન, લાઈટ, પંખા રીપેરીંગ, પાણી સહિતની 9 સમસ્યાનું નિરાકરણ લાવવા 7 દિવસનું અલીટમેટમ અપાયુ
ભાવનગર ખાતે આવેલી સમરસ હોસ્ટેલ માં છેલ્લા ઘણા સમય થી હલકી ગુણવત્તા નું ભોજન અને ખરાબ સફાઇવ્યવસ્થા સહિત અનેક બાબતોની ફરિયાદો થતી આવી છે. આ બાબતે હોસ્ટેલ માં રહેતી બહેનો દ્વારા સંબંધિતઅધિકારીઓ ને વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી. પરંતુ આજ સુધી એ સમસ્યાઓ માટે કોઈ પગલાં લેવાયા નથી. હોસ્ટેલમાં બહેનો માટે બનાવીને પીરસેલા ભોજન માં જીવાતો નિકળવી, જમવાના વાસણોની યોગ્ય સફાઇ ન થવી, લાઇટ અને પંખાનું સમયસરસમારકામ ન થવું, ફરિયાદ નિવારણ માટે ની અસક્ષમ આંતરિક વ્યવસ્થા જેવી અનેક બાબતો એબીવીપીની સ્થળ તપાસ માંબહાર આવી. આ તમામ બાબતોની ગંભીરતા સમજીને આજ રોજ, ભાવનગર ખાતેની સમરસ ગર્લ્સ હોસ્ટેલની ૯ સમસ્યાઓનું સત્વરે નિરાકરણ કરવા માટે સમરસ હોસ્ટેલના રેક્ટરને લેખિત રજૂઆત કરીને હોસ્ટેલના સંબંધિત સરકારી અધિકારીને તમામ મુદ્દાઓ સાથેનું આવેદન પત્ર આપી દિવસ સાત (૭)માં તમામબાબતોનું સમાધાન કરવા માટે અલ્ટિમેટમ આપ્યું. આખા ભાવનગર જિલ્લા માંથી અભ્યાસાર્થે ભાવનગર આવતી દીકરીઓ ને જમવા અને રહેવા બાબતે તકલીફરહે તો એ એમના અભ્યાસ ને અસર કરી શકે છે. આથી આ બાબતમાં જો સાત દિવસ માં પ્રશ્નો નું સમાધાન નહીં કરવામાંઆવે તો એબીવીપી આ તમામ બહેનોના હક્કની લડાઈને વધુ ઉગ્ર બનાવી આંદોલનના મંડાણ કરશે તેમ જણાવ્યું હતું.

