Get The App

રાજકોટ યાર્ડમાં કોરોનાના બે કેસો આવતા તા.1થી યાર્ડ બંધ

- કોરોનાના ડરે યાર્ડ ચેરમેનની મજુરોની ચિંતા બે દિ'માં ગાયબ

- ખેડૂતોનો નહીં, વેપારીઓનો મત જાણીને લેવાયેલો નિર્ણય

Updated: Jul 22nd, 2020

GS TEAM

Google News
Google News
રાજકોટ યાર્ડમાં કોરોનાના બે કેસો આવતા તા.1થી યાર્ડ બંધ 1 - image


યાર્ડમાં 5 કરોડના ખર્ચે નવો શેડ,15,000 મણ કપાસ ઢંકાશે

રાજકોટ, તા. 22 જુલાઈ, 2020, બુધવાર

સામાન્ય રીતે ચોમાસામાં ગુજરાતના માર્કેટયાર્ડો બંધ જેવી સ્થિતિમાં હોય છે અને માલ આવતો હોતો નથી પરંતુ, ઉપરાઉપરી પાંચ લોકડાઉનના કારણે ખેડૂતોની જણસ વેચાયા વગરની પડી રહી હોય અત્યારે ભરચોમાસે પણ સૌરાષ્ટ્રના યાર્ડો ધમધમી રહ્યા છે. આ સ્થિતિમાં હજુ બે દિવસ પહેલા રોજનું કમાઈને ખાતા હજારો શ્રમજીવીઓની રોજીરોટીનું શુ થાય ?તેવા સવાલ સાથે યાર્ડને ચાલુ જ રખાશે તેમ કહેતા યાર્ડના ચેરમેને હવે આગામી તા.૧થી ૧૬ સુધી બેડી માર્કેટયાર્ડ બંધ રાખવા નિર્ણય જાહેર કર્યો છે.  જો કે હાલ કોરોના મહામારી ટોચ પર પહોંચી છે અને શહેરમાં રોજ ૪૦થી વધુ કેસો નોંધાય છે છતાં યાર્ડ તા.૩૧ જૂલાઈ સુધી તો ચાલુ જ રહેશે.

માર્કેટયાર્ડમાં પંદરસો જેટલા મજુરોને રોજેરોજની રોજી મળતી હોય છે, સરકાર વિનામૂલ્યે રાશન આપે તેમાં ધક્કા, સ્ટોક ખલ્લાસ અને ચણા ન મળે તેવી સ્થિતિ વચ્ચે મજુરો, વેપારીઓ, માલ વહન કરતા ડ્રાઈવરો, નાના ખેડૂતોને યાર્ડથી રોજી મળતી હોય છે. માર્કેટયાર્ડમાં બે વેપારીઓને કોરોના પોઝીટીવનો રિપોર્ટ આવ્યા બાદ યાર્ડના ચેરમેન ડી.કે.સખિયાનો સંપર્ક સાધતા તેમણે આ વેપારીઓને તો સારૂ પણ થઈ ગયું છે અને યાર્ડ બંધ રખાય તો શ્રમિકોની હાલત કફોડી થઈ જાય તેમ કહીન ેયાર્ડ ચાલુ રાખવાનો મત આપ્યો હતો પરંતુ, હવે ખેડૂતો કે મજુરો સાથે પરામર્શ કરીને નહીં પણ વેપારીઓનો મત જાણીને કોરોના મહામારીને પ્રસરતી રોકવા યાર્ડ બંધ કરવા નિર્ણય લેવાયો છે. 

બીજી તરફ રાજકોટ માર્કેટયાર્ડમાં ખેડૂતો એક સાથે માલ લાવે તો સંગ્રહવા માટે જગ્યાની તીવ્ર અછતના પગલે હવે ૧૯૩ મીટર લંબાઈ અને ૩૩ મીટર પહોળાઈનો શેડ રૂ।.૫ કરોડથી વધુ ખર્ચે બાંધવાનું કામ આજે શરૂ કરાયું છે. આના પગલે આશરે ૧૫ હજાર મણ કપાસ ત્યાં રાખી શકાશે તેમ યાર્ડના સેક્રેટરી તેજાણીનો સંપર્ક સાધતા જણાવાયું છે. 

Tags :