For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજે વડાપ્રધાન ભાવનગરમાં, ચૂંટણીની જાહેરસભા સંબોધશે

Updated: Nov 22nd, 2022


- ભાવનગર પૂર્વ, પશ્ચિમ અને ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં જાહેરસભા 

- વડાપ્રધાનની જાહેરસભાના પગલે કેટલાક રોડ પર ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો 

ભાવનગર : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ફરી ભાજપની સરકાર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર કરી રહ્યા છે, જેના ભાગરૂપે આવતીકાલે બુધવારે ભાવનગર શહેરના ચિત્રા માર્કેટીંગ યાર્ડ સામેના મેદાનમાં વડાપ્રધાનની જાહેરસભાનુ આયોજન કરવામાં આવેલ છે. વડાપ્રધાનની સુરક્ષાના પગલે કેટલાક રોડ પર ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

ભાવનગર શહેરના ચિત્રા માર્કેટીંગ યાર્ડ સામે આવેલ સ્વામિનારાયણ મંદિરની પાછળના મેદાન ખાતે આવતીકાલે બુધવારે સાંજે પ.૩૦ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરસભા સંબોધશે. ભાવનગર પૂર્વ, પશ્ચિમ અને ગ્રામ્ય બેઠકના ઉમેદવારના સમર્થનમાં સભાનુ આયોજન કરવામાં આવેલ છે. વડાપ્રધાનના ભાવનગર ખાતેના પ્રવાસ કાર્યક્રમ અન્વયે આવતીકાલે બુધવારે કોન્વોય રૂટના રસ્તાઓ પૈકી કાળીયાબીડ પાણીની ટાંકીથી આર.ટી.ઓ. સર્કલ તથા આર.ટી.ઓ. સર્કલ થી નારી ચોકડી સુધી ભારે વાહનોની અવર-જવરથી ટ્રાફિક નિયમન ખોરવાય તેમ હોય, તેથી મહાનુભાવોની સુરક્ષાને ધ્યાને લઇ ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય તે માટે ભાવનગર શહેરનાં આ રસ્તાઓ પર ભારે વાહનો (સરકારી ફરજ તથા મેડિકલ ઈમરજન્સી સિવાયના)ની અવર-જવર માટે સંપૂર્ણપણે બંધ કરવા જરૂરી જણાતા તા. ૨૩ નવેમ્બરે ૧૨ કલાકથી ૨૨ કલાક સુધી ભારે વાહન પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગે પોલીસ અધિક્ષક, ભાવનગર દ્વારા દરખાસ્ત રજૂ થતા ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મળેલ અધિકારની રૂએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર પાણીની ટાંકીથી આર.ટી.ઓ. સર્કલ તેમજ આર.ટી.ઓ. સર્કલ થી નારી ચોકડી સુધી દ્વારા ભારે વાહનો માટે પ્રવેશ બંધી જાહેર કરેલ છે. 

પ્રવેશ બંધી કરેલ રૂટના ડાયવર્ઝન રૂટ તરીકે કાળીયાબીડ પાણીની ટાંકીથી રામંત્રણ મંદિર તરફ, કાળીયાબીડ પાણીની ટાંકીથી સીદસર તરફ, આર.ટી.ઓ. સર્કલથી શાીનગર કુંભારવાડા, નારી ચોકડીથી નારી ગામ દસનાળા તરફ, નારી ચોકડીથી સિદસર તરફ કરવામાં આવેલ છે. આ જાહેરનામા અન્વયે જાહેર સેવા તંત્ર સાથે સંકળાયેલા અને ફરજ પરના વાહનોને તથા અધિકારી-કર્મચારીઓને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે પગલા લેવાશે. 

Gujarat