રાજુલાના જોલાપુરમાં ત્રણ સાવજે કર્યું ભેંસનું મારણ
રાજુલા, તા. 13 ઓક્ટોબર 2019, રવિવાર
રાજુલાના જોલાપુર ગામે ત્રણ સાવજોએ ગત રાત્રીના અરસામાં ચડી આવી માલધારીના રહેણાંકમાંથી એક ભેંસનુ મારણ કરી નાશી જતા પશુપાલકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામેલ. બનાવની જાણ થતા વન ખાતાના સ્ટાફએ ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજુલા પંથકમાં વન્ય પ્રાણીઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. વન્ય પ્રાણીઓ છાસવારે ત્રાટકી પશુપાલકોના માલઢોરના મારણ કરી જતા હોય માલધારીઓ ચિંતામગ્ન બન્યા છે. રાજુલાના જોલાપુરમાં ગત રાત્રીના કયાંકથી વિહરતા આવેલા દુલાભાઈ ગાંડાભાઈ ડેરના રહેણાંકના વિસ્તારમાં ગત રાત્રીના ૧૨.૩૦ ના અરસામાં આવી ચડી ભેંશનુ મારણ કરતા તે અંગે અણસાર આવી જતા માલધારીઓએ એકત્ર થઈ હાકલા પડકારા કરવા લાગતા વનરાજા નાસી ગયા હતા. દરમિયાન આ બનાવની જાણ કરાતા રાજુલાના આર.એફ.ઓ. કચેરીના ચૌધરી તથા સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.