Get The App

મહુવાના મોણપર ગામે યુવાનની હત્યા કરી નાખી સળગાવી નખાયો

- નાની રાજસ્થળીના યુવાનની હત્યા પાછળ પ્રેમપ્રકરણ કારણભુત

- ત્રણેક દિવસ પૂર્વે યુવતીએ રાત્રિના ફોન કરી યુવાનને મોણપર બોલાવ્યો હતો

Updated: Jan 7th, 2020

GS TEAM

Google News
Google News
મહુવાના મોણપર ગામે યુવાનની હત્યા કરી નાખી સળગાવી નખાયો 1 - image


- મોણપરના સરપંચ સહિત ૧૧ સામે હત્યાનો ગુનો નોંધાયો, એકની ધરપકડ

ભાવનગર, તા. 7 જાન્યુઆરી 2020,મંગળવાર

પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામે યુવાનને ત્રણ દિવસ પૂર્વે યુવતીએ રાત્રિના ફોન કરી મોણપર ગામે બોલાવ્યો હતો બાદ ગઈકાલે સમી સાંજનાં તેનો સળગાવી દેવાયેલ હાલતે મૃતદેહ મળી આવતા ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. રક્તરંજીત ઘટના અનુસંધાને મૃતક યુવાનના ભાઈએ મોણપરના સરપંચ સહિત ૧૧ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે એક શખસની ધરપકડ કરી લીધી હતી. યુવાનની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને સળગાવી દેવાયો હોવાનું અને હત્યા પાછળ પ્રેમપ્રકરણ કારણભુત હોવાનું પોલીસ તપાસ દરમિયાન ખુલવા પામ્યું હતું. 

બનાવની જાણવા મળતી સઘળી વિગતો અનુસાર પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામે જેસર ચોકડી બંગલા પરામાં રહેતા પ્રવિણભાઈ ગોબરભાઈ રાઠોડ (ઉ.વ.૩૫)એ બગદાણા પોલીસ મથકમાં મહુવા તાલુકાના મોણપર ગામે રહેતા રમેશ ભાણાભાઈ રાઠોડ, કાંતી ડાયાભાઈ રાઠોડ, અશોક જીવાભાઈ રાઠોડ, જેરામ ગીગાભાઈ રાઠોડ, જીવા ભાણાભાઈ રાઠોડ, મોહન ભાણાભાઈ રાઠોડ, જેન્તી ભાણાભાઈ રાઠોડ, રહીમ કાદુભાઈ, મોણપર ગામના સરપંચ, અજાણ્યા ખસિયા દરબાર, એક અજાણ્યો શખસ અને એક યુવતી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગત તા. ૪-૧-૨૦૨૦ના રોજ રાત્રિના ૧૦.૩૦ કલાકના અરસા દરમિયાન યુવતીએ તેના ભાઈ પાતાભાઈ ગોબરભાઈ રાઠોડ (ઉ.વ.૨૫)ને ફોન કરી બોલાવતા તેઓના ભાઈ મોણપર ગામે ગયા હતા જ્યાં રમેશ, કાંતી, અશોક, જેરામ, જીવા, મોહન અને જેન્તી સામે અગાઉ ફરિયાદ કરી હતીી અને તેના ભાઈને માર મારેલ ત્યારબાદ અન્ય સાથે તેના ભાઈને અગાઉ માથાકુટ થયેલી તેની દાઝ રાખી તમામે એકબીજાને મદદગારી કરી તેના ભાઈની હત્યા કરી નાખી મૃતદેહ સળગાવી દઈ પુરાવાનો નાશ કર્યો હતો. ઉક્ત ફરિયાદ અનુસંધાને બગદાણા પોલીસે તમામ સામે આઈપીસી ૩૦૨, ૨૦૧, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી રમેશ ભાણાભાઈ રાઠોડની ધરપકડ કરી લીધી હતી. 

ગઈકાલે સમીસાંજનાં અરસા દરમિયાન મોણપર સીમમાંથી યુવાનનો સળગાવી દેવાયેલ હાલતે મૃતદેહ મળી આવતા ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. દરમિયાન પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરતા મૃતક નાની રાજસ્થળી ગામનો પાતાભાઈ રાઠોડ હોવાનું ખુલવા પામ્યું હતું. જ્યારે યુવાનના મૃત્યુ પાછળ મહિલા સાથેના આડ સંબંધો કારણભુત હોવાનું બગદાણા પોલીસે જણાવ્યું હતું.

Tags :