For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હોટલ સંચાલક પર હુમલો કરી રિવોલ્વરની લૂંટ કરનાર ઝડપાયો

Updated: Jan 23rd, 2023

Article Content Image

ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાછળ થોડા દિવસ પહેલા

આરોપી પાસેથી રિવોલ્વર કબ્જે ઃ બે દિવસના રિમાન્ડ પર મેળવી પૂછપરછ

રાજકોટ :  ૧૫૦ ફૂટ રીંગ રોડ પર મનપાની વેસ્ટ ઝોન ઓફિસ નજીક સિલ્વર સ્ટોન સોસાયટીમાં રહેતા અને જમીન-મકાન દલાલીનું કામ કરતા કરવાની સાથે ચાની હોટલ ધરાવતા સવજીભાઇ વીરાભાઈ ડાંગર (ઉ.વ.૬૧) પર હુમલો કરી તેની રિવોલ્વર લૂંટી લેવાના ગુનાનો ભેદ રેલવે પોલીસે ઉકેલી મૂળ રાજસ્થાનના અને હાલ રાજકોટમાં રખડતા ભટકતા શક્તિકાંત જગન્નાથજી ડામોર (ઉ.વ.૩૦)ને પકડી લઇ રિવોલ્વર કબ્જે કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ વૃધ્ધ સવજીભાઈ ગઇ તા. ૧૮મીએ ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાછળ પટ્ટમાં કબુતરોને ચણ નાખવા ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સ ભડકો કરી બાજુમાં પાણીની ડોલ લઇ બેઠો હોય તેને ભડકો કરવાની ના પાડી પાણી ઢોળી નાખતા ઉશ્કેરાયેલા શખ્સે તેના પર હુમલો કરી ઇજા કરી તેણે કમરે બાંધેલી પરવાનાવાળી રિવોલ્વર લૂંટી ભાગી ગયો હતો.

રેલ્વે પી.આઈ. એ.બી. અંસારી સહિતના સ્ટાફે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી હતી. પોલીસે ઘટનાસ્થળની આસપાસ સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ આરોપી જે તરફ ભાગ્યો હતો તે રુટના પણ કેમેરા ચેક કરતા છેલ્લે પગેરૃ કાલાવડ રોડ વિસ્તારમાં મળતા પોલીસે ત્યાં પહોંચી એક પટ્ટમાંથી આરોપીને પકડી લઇ રિવોલ્વર કબ્જે કરી હતી. દરમિયાન આરોપીને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ પર મેળવી પોલીસે વધુ પુછપરછ જારી રાખી છે.

Gujarat