ખાંભા તાલુકા મથકની એકમાત્ર સરકારી હોસ્પિટલમાં તબીબી સાધનોના અભાવે હાલાકી
- ગરીબ દર્દીઓને અન્યત્ર જવાની ફરજ પડતી હોય લોકોમાં કચવાટ
- 2005 સુધી તબીબી સાધનો હતા, તબીબની બદલીની સાથે જ સાધનો ગુમ થયા હોવાની રાવ
આરોગ્ય ખાતાની ઉદાસીનતાને લઈને ગ્રામજનોમાં તંત્રવાહકો સામે પ્રબળ કચવાટ વ્યાપેલ છે. ખાંભા ખાતે આવેલ તાલુકાની એકમાત્ર સરકારી હોસ્પિટલ ખાતે ૨૦૦૫ બાદ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરની નિમણુક થવા પામેલ છે.પરંતુ હોસ્પિટલમાં ફિજીયોથેરાપિસ્ટના સારવાર માટેના જરૂરી સાધનો ન હોવાથી છાસવારે સર્જાતા અકસ્માતના બનાવો, ગોઠણ,કમર અને સાંધાનો દુઃખાવો ધરાવતા અને મણકાની, સાયટીકાની તકલીફ ધરાવતા દર્દીઓ માટે ઉપયોગી આવશ્યક સાધનો ન હોવાથી જરૂરી સારવાર મળતી ન હોવાથી દર્દી નારાયણો ભારે હાલાકીમાં મૂકાઈ રહ્યા છે. ખાંભાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમ ડાયાથમી (ઈન્ટર ફેરેન્સિયલ થેરાપીટેન્સ ), રબર સ્ટેસન, અલ્ટ્રા સાઉન્ડ મસલ સ્ટીમુલેટર બૅસ, સ્ટેન્ડ, બેગ ૫૦૦ ગ્રામ, ૧,૨,૩ કિલો, બે કિલો, ડમ્બલ, ફીગર, ગ્રીપર જેલ,હેન્ડ કીપલ જેલ, એક્સલ બોલ સ્ટોલ, પેરાબેટર સોલ્ડર , શોલ્ડર ટવીકલ સ્ટીકર, સાયકલ, જેવા ઇન્સ્ટ્મેન્ટ ન હોવાથી દર્દીઓને જરૂરી સારવાર ઘરઆંગણે મળતી ન હોવાથી ગંભીર પ્રકારના દર્દીઓને ફરજીયાતપણે ખાનગી વાહનોમાં ઉંચા ભાડા ચૂકવીને ઉના, સાવરકુંડલા અને રાજુલા સહિતના સેન્ટરોમાં ઉંચા ટિકિટ ભાડા ખર્ચીને સરકારી કે ખાનગી ફિઝીયોથેરાપીસ્ટ ડોક્ટર પાસે સારવાર લેવાની ફરજ પડે છે. વર્ષ ૨૦૦૫ સુધી ખાંભાના કેન્દ્રમાં ફિઝિયોલોજી ડોક્ટર હતા ત્યારે જરૂરી સારવારના સંપૂર્ણ સાધનો ઉપલબ્ધ હતા જે ડોક્ટરની બદલી થતાં હાલ ૧૫ વર્ષના સમયગાળામાં સંપૂર્ણ સાધનો ગુમ થયા હોય તેવી રાવ ઉઠવા પામેલ છે.આથી આ આરોગ્ય કેન્દ્રમાં ફિઝિયોથેરાપિસ્ટના સારવારના સાધનો ફાળવવા બાબતે સરપંચ રીનાબેન બાબાભાઈ ખુમાણએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી આ પંથકના ગરીબ દર્દીઓ માટે ઉપરોક્ત સાધનોનો ફાળવવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.