Get The App

કોમેન્ટ ભારે પડી : 20 શખ્સોએ કારખાનામાં કરી ધમાલ

- FB ગ્રુપના જસ્મીન પીપળીયા સહિતની સામે ગુનો

- પોલીસે ઘટના સ્થળેથી આઠને પકડી લીધા

Updated: Jul 25th, 2020

GS TEAM

Google News
Google News
કોમેન્ટ ભારે પડી : 20 શખ્સોએ કારખાનામાં કરી ધમાલ 1 - image


સાત પીધેલા હોવાથી અલગથી ગુનો દાખલ કર્યો

રાજકોટ, તા. 25 જુલાઈ, 2020, શનિવાર 

અમીનમાર્ગ પર પીરામીક ટાવર પાસે ગુલાબવાટીકામાં રહેતા અને વિરાણી અઘાટમાં બોલબાલા માર્ગ પર વિનાયક પોલીપેક નામનું કારખાનું ધરાવતા પ્રતિક દિનેશભાઈ ટોપીયા (ઉ.વ.૨૯)એ ફેસબુકમાં કરેલી કોમેન્ટના મુદ્દે એસ.પી.જી.નાં જસ્મીન પીપળીયા સહિત ૨૦ જેટલા શખ્સોએ હતીયારો સાથે તેના કારખાને ધસી જઈ સરાજાહેર ધમાલ મચાવતા પોલીસને બોલાવાઈ હતી. પોલીસે ૪ પીધેલા શખ્સો સહિત કુલ ૮ને પકડી લીધા હતાં.

ભક્તિનગર પોલીસના પી.એસ.આઈ. એસ.એન. જાડેજાએ આ મામલે પ્રતિક ટોપીયા (ઉ.વ.૨૯)ની ફરીયાદ પરતી જસ્મીન પીપળીયા, જીજ્ઞોશ તોગડીયા, મહેન્દ્ર વાછાણી, નૈમીષ કાકડીયા, રાજુ વઘાસીયા, સંજય અજાણી, લાલજી ચોવટીયા અને અજાણ્યા ૧૫થી ૨૦ શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો.

કારખાનેદારે પોલીસને જણાવ્યું કે, ફેસબુકમાં તેના ફ્રેન્ડ એક પોસ્ટ 'જોજો ખોખારા ખાવાથી કયાંક ગળફો બહાર ન નિકલી જાય' તે કરી હતી જેમાં તેણે તાલીઓ પાડતો ઈમોજી મુકતા જીજ્ઞોશ તોગડીયા નામના શખ્સે ગાળો લખી હતી. બાદમાં કેટલાક સમય પછી તેને ગાળો લખનાર જીજ્ઞોશના નંબર મળતા ફોન કરીને સમજાવી ફેસ બુકમાં કેમ ગાળો વાળી કોમેન્ટ લખે છે. કહેતા તેણે સાંજે બને એકઠા થઈએ તેવી વાત કરી હતી. આ બાદ ફરીથી તેને ફોન કરીને આરોપીએ ગાળો દીધી હતી અને તું કયાં છો તેમ પુછતા કારખાનેદારે તેના કારખાનાનું સરનામું આપી ત્યાં હોવાનું જણાવતા હમણા માણસો લઈને મારવા આવું છું કહી ને આરોપીએ ફોન રાખી દીધો હતો.આ બાદ રાત્રે આશરે વીસેક શખ્સો તલવાર, ધારીયા સરહિતના હથીયારો સાથે ત્યાં ધસી આવ્યા હતાં. અને ગાળાગાળી ચાલુ કરી ધમાલ મચાવતા તે ઓફિસમાં સંતાઈ ગયો હતો.

આ સમયે આરોપીઓએ કારખાનેદારના મિત્રો સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન પોલીસને જાણ કરાતા સ્ટાફે તાત્કાલીક ઘટના સ્થળે આઠેક સખ્સોને પકડી લીધા હતાં. જેમાંથી ચાર શખ્સો નૈમિષ કાકડીયા, લાલજી ચોવટીયા, સંજય અજાણી અને જીજ્ઞોશ તોગડીયા દારૂ પીધેલી હાલતમાં મળતા તેની સામે અલગથી ગુનો દાખલ કર્યો હતો. જયારે ધરપકડ કરાયેલા અન્ય આરોપીમાં જયેશ પટોળીયા, રાજેશ વઘાસીયા, કૃષ્ણા સાંગાણી અને કિશોર વસોયાનો પણ સમાવેશ થાય છે.

Tags :