ભાવનગર, તા. 06 નવેમ્બર 2019, બુધવાર
'મહા' વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ફંટાવાની સંભવત શક્યતાના પગલે તંત્રએ તડામાર તૈયારીઓ હાથ ધરી છે ત્યારે ભાવનગર પોલીસ તંત્રએ રિયા કાંઠા વિસ્તારમાં એલર્ટ જારી કરી 24 લેન્ડીંગ પોઇન્ટ, ધાર્મિક સ્થળ પર ચુસ્ત પોલીસ બં ોબસ્ત ગોઠવી દીધો છે તેમજ રિયા કાંઠે વસવાટ કરતા માછીમારો, આગરીયાને શિફ્ટીંગ માટે તૈયારી રાખવા તંત્રએ તાકી કરી રિયામાં ફિશરો અને લોકોને જવા મનાઇ ફરમાવાઇ છે.
અતિ તિવ્ર ચક્રાવત સાથે મહા વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ ધપી રહ્યું છે ત્યારે ગુજરાતના દરિયા કિનારાના બંદરો અને કાંઠા વિસ્તારના શહેરોને એલર્ટ રહેવા તંત્રએ સુચિત કર્યા છે. મહા વાવાઝોડાના પગલે 70 થી 80 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાવાની સંભાવનાઓ વ્યક્ત કરાઇ રહી છે.
મહા વાવાઝોડુ ગુજરાતના દરિયાઓ તરફ આગળ વધી રહ્યું છે તે વેળાએ ભાવનગર જિલ્લાની દરિયાઇ પટ્ટી પર આવતા વેળાવદરથી મહુવા બંદર સુધીના દરિયા કાંઠાના ગામલોકોની સુરક્ષા અર્થે પોલીસ તંત્રએ એલર્ટ જારી કરી કોસ્ટલ પટ્ટી પર આવતા 24 લેન્ડીંગ પોઇન્ટ, ધાર્મિક સ્થળો અને ગ્રામ્ય વિસ્તારની દરિયાઇ પટ્ટી પર અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનોને ગોઠવી દેવામાં આવ્યા છે. જ્યારે 24 કલાક માટે કોસ્ટલ પટ્ટીનું પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
દરિયાઇ પટ્ટી પર વસવાટ કરતા આગરીયા, માછીમારોને શિફ્ટીંગ માટેની તૈયારી રાખવા તંત્રએ તાકીદ કરી છે. ભાવનગર પોલીસ બેડાના વેળાવદર, વરતેજ, ઘોઘા, તળાજા, દાઠા, અલંગ મરીન, મહુવા પોલીસને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ સાથે ડિઝાસ્ટર સાથે સંકલનમાં રહેવા આદેશ કરવામાં આવ્યો છે.
મહા વાવાઝોડાની અસરને લઇ દરિયો ન ખેડવા તંત્રએ મનાઇ ફરમાવી છે તેમજ માછીમારી કરતા માછીમારોને દરિયામાંથી બોટો પાછી લાવવાના આદેશના પગલે ઘોઘા અને બંદર કિનારે હોડીઓની કતારો જોવા મળી રહી છે. મહાની અસરને ખાળવા પોલીસ તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.


