FOLLOW US

'તું મને અધ્ધવચ્ચે મુકીને ચાલી ગઈ' સ્ટેટસ મુકી યુવાનનો આપઘાત

Updated: Mar 17th, 2023


ગોંડલ તાલુકાના શેમળા પાસે કારપાનાનો બનાવ

મૃતક મોબાઈલમાં દુઃખની લાગણીના સ્ટેટસ મુકતો હતો : ઓરડીમાં ગળાફાંસો ખાઈ લીધો

ગોંડલ: તાલુકાના શેમળા ગામમાં આવેલા કારખાનામાં કામ કરતા યુવાને કારખાનામાં આવેલી ઓરડીના પંખામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું, મૃતક યુવાનના મૃતદેહને પી.એમ માટે  સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના શેમળા ગામમાં આવેલ કોપર જેમ્સ નામના કારખાનામાં કામ કરતા ૨૮ વર્ષીય યુવાન મુકેશભાઈ જામાભાઈ પંચાલે કારખાનાની ઓરડીમાં ગળે ફાંસો ખાઇ લીધો હતો. મૃતક યુવાન અપરણિત હતો પરિવારમાં માતા પિતા અને ૪ ભાઈઓ છે મૃતક યુવાન કારખાનામાં છૂટક મજૂરી કામ કરતો હતો. આઠ દિવસ પહેલા પોતાના વતનમાં ગયો હતો ત્યારબાદ મોબાઈલમાં ધદુઃખ ભરી લાગણીધના સ્ટેટ્સ મુકતો હતો. યુવાને ગળાફાંસો ખાતા પહેલા પણ પોતાના મોબાઈલમાં ઉદાસીનું સ્ટેટ્સ મૂક્યું હતું જેમાં લખ્યું હતું કે ધહું દર વખતે એજ વિચારું છું કે મારો તો શું વાંક હતો કે તું મને આમ અધવચ્ચે મૂકીને વઈ ગઈ...! આ મૂકયા બાદ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Gujarat
News
News
News
Magazines