For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાવનગર : સ્કીલ ધરાવતા વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ હેઠળ યુનિ.માં અપાશે તાલીમ

Updated: Jul 22nd, 2019

ભાવનગર : સ્કીલ ધરાવતા વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ હેઠળ યુનિ.માં અપાશે તાલીમ

ભાવનગર, તા. 22 જુલાઇ 2019, સોમવાર

એમ.કે. ભાવનગર યુનિવર્સિટીમાં સ્કીલ ઈન્ડિયા અને તેમાં પણ ખાસ કરીને કોમર્શીયલ બેઈઝ પર વિદ્યાર્થી સ્કીલને મોટીવેટ કરવા ફંડ ફાળવાયું છે અને તે અંગેના પ્રોજેક્ટની ઓપનીંગ બેઠક મળી ચુકી છે ત્યારે આગામી માસના પ્રારંભે એફવાયના વિદ્યાર્થીઓના આઈડીયાને મોટીવેટ કરવા, સ્કીલ અંગે જાગૃતતા સહિત પ્રથમ ટ્રેનિંગ કાર્યક્રમને ઓપ અપાશે. જેમાં અમદાવાદના જાણકારો પણ પોતાનું યોગદાન આપશે.

સામાન્ય રીતે હાલનું શિક્ષણ એ સ્પર્ધાત્મક બનતું જાય છે અને માત્ર માર્ક્સ, ગ્રેડ અને નંબર મેળવવા ઉંધેકાન થઈ વિદ્યાર્થી માત્ર મશીન બનીને રહ્યો છે. તેની પોતાની સુઝને ખિલવવા કોઈ અવકાશ નથી રહેતો અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી માટે ના પ્રયત્નો થાય છે. જ્યારે નોકરી લેનારના બદલે નોકરી આપનાર બનવા તરફનો અભિગમ એ સ્ટાર્ટઅપમાં શામેલ કરાયો છે અને આ પ્રોજેક્ટ ભાવનગર યુનિવર્સિટીમાં પણ અમલી બનાવાયો છે ત્યારે મહત્તમ વિદ્યાર્થી કે જેઓની પાસે કોમર્શીયલ ઉચ્ચ પ્રકારના આઈડીયાઝ છે અને પોતે કંઈક કરી છુટવાની તાલાવેલી ધરાવે છે તેના માટે ઉત્તમ તક સાપડી છે.

સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ ગુજરાતની અન્ય યુનિવર્સિટીમાં આ કાર્યવાહી ફુલપ્લેસ શરૃ છે. જ્યારે ભાવનગર યુનિવર્સિટી પણ સ્ટાર્ટઅપ હેઠળ પાપા પગલી ભરવાનું આરંભ્યું છે. સરકાર દ્વારા ફંડ ફાળવાયું છે અને પ્રથમ તમામ કોલેજનાં ૧૨૦ જેટલા પ્રાધ્યાપકો વિદ્યાર્થીની બેઠક યોજાઈ હતી અને પ્રાથમિક માહિતીની આપલે થઈ હતી. જ્યારે આગામી ઓગસ્ટની શરૃઆતના દિવસોમાં વિદ્યાર્થીઓ માટેનું બીજા સેશનનું પ્લાનીંગ કરાયું હોવાનું જણાયું છે. જેમાં વિવિધ કોલેજના એફ.વાય.ના 120 જેટલા વિદ્યાર્થીઓને પોતાના પ્રોજેક્ટ રજુ કરવા અને નવા આઈડીયાઝ અંગે ટ્રેનિંગ આપવામાં આવનાર છે. જે માટે અમદાવાદની ટીમ પણ યોગ્ય માર્ગદર્શન આપવા આવશે.
Gujarat