રાજકોટ મનપાના શાસકોએ 30 લાખનું ખાધું પીધું! , ખર્ચ પ્રજા ઉપર
રાજકોટ, તા. 09 જુલાઈ 2020, ગુરુવાર
રાજકોટમાં 1 વર્ષ પહેલા મહાપાલિકા દ્વારા યોજાયેલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ માં માત્ર ખાવા-પીવાનું રૂપિયા 15 લાખના ખર્ચ સહિત તથા ફોટોગ્રાફી વિડીયો શુટીંગ વગેરે બિનજરૂરી અને ફાલતુ ખર્ચ મળીને રૂપિયા 30 લાખનો ખર્ચ અને તે પણ ટેન્ડર વગર કરી નાખ્યા બાદ આજે સ્થાયી સમિતિમાં વિરોધ વચ્ચે ધરાર મંજૂર કરવામાં આવ્યો હતો.
ભાજપના શાસકોના પ્રજાની તીજોરીમાંથી આ ઉડાઉ ખર્ચ સામે કોંગ્રેસે વિરોધ કરી તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે ગંભીર વાત તો એ છે કે એક તો આ ખર્ચ મોટી રકમનો હોવા છતાં ટેન્ડર સહિતની પ્રક્રિયા નથી કરવામાં આવી તો બીજી તરફ રૂપિયા 16 લાખ જેવી રકમ જેમને સીધો કોન્ટ્રાક્ટ અપાયો હતો તેવી એજન્સીને સ્થાયી સમિતિની મંજૂરી વગર જ ચૂકવી દેવાયો છે દરખાસ્તમાં તેનો ઉલ્લેખ હોવા છતાં આજે આ ખર્ચ મંજૂર કરાયો છે.