રાજકોટ બની રહ્યું છે હોટસ્પોટ વધુ તેરના મૃત્યુ અને બપોર સુધીમાં 42 નવા દર્દી દાખલ
રાજકોટ, તા. 27 જુલાઈ 2020, સોમવાર
રાજકોટમાં કોરોના મહામારી ના કેસો 1000ની નજીક પહોંચી ગયા છે આજે બપોર સુધીમાં વધુ 42 દર્દી નોંધાયા હતા તો ગઈકાલે ૫૨ દર્દીઓ નવા નોંધાયા હતા જેટલું ટેસ્ટિંગ થાય છે તેમાં સરેરાશ 24% પોઝિટિવ કેસો આવે છે.
ઉપરાંત હવે કોરોના મહામારી વધુ જીવલેણ પણ બની રહી છે અને શહેરમાં આજે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લેતા 13 દર્દીઓના મૃત્યુ નિપજ્યાનું જાણવા મળે છે.
પરંતુ મહાપાલિકા મૃત્યુ ના કેસો જાહેર કરતી નથી 13 દર્દીઓમાં 4 રાજકોટ શહેરના છે એકંદરે અમદાવાદ પછી સુરત અને હવે રાજકોટ કોરોનાનું કેન્દ્ર બની રહ્યું છે છતાં તંત્ર દ્વારા નક્કર પગલાંનો અભાવ છે.