Get The App

વિવિધ તાલુકાઓમાં અર્ધાથી લઈને દોઢ ઈંચ સુધી વરસાદ

Updated: Sep 30th, 2024

GS TEAM

Google News
Google News
વિવિધ તાલુકાઓમાં અર્ધાથી લઈને દોઢ ઈંચ સુધી વરસાદ 1 - image


- જિલ્લામાં રાત્રી અને દિવસ દરમિયાન મેઘમહેર

- સિહોરમાં દોઢ, વલ્લભીપુર, ઉમરાળા, ભાવનગર, ગારિયાધારમાં એક-એક અને મહુવા, પાલિતાણામાં પોણો ઈંચ પાણી પડયું

ભાવનગર : ભાવનગર જિલ્લામાં ગઈ રાત્રીના અને આજે દિવસ દરમિયાન મેઘમહેર યથાવત રહેતા વિવિધ તાલુકાઓમાં અર્ધાથી લઈને દોઢ સુધી વરસાદ નોંધાયો હતો. 

જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમના સૂત્રો દ્વારા પ્રાપ્ય વિગતો અનુસાર ગઈ કાલ તા.૨૮ના રોજ રાત્રીના ૧૦થી ૧૨ કલાક દરમિયાન વલ્લભીપુરમાં ૫ મિ.મી., ઉમરાળામાં ૭ મિ.મી., ભાવનગરમાં ૧૧ મિ.મી., ઘોઘામાં ૬ મિ.મી., સિહોરમાં ૧૮ મિ.મી., ગારિયાધારમાં ૧૧ મિ.મી., પાલિતાણામાં ૧૮ મિ.મી., મહુવામાં ૧૭ મિ.મી. વરસાદ વરસ્યો હતો તો રાત્રીના ૧૨થી ૨ દરમિયાન ભાવનગરમાં ૧ મિ.મી. અને જેસરમાં ૧૧ મિ.મી., રાત્રીના ૨થી ૪ દરમિયાન ગારિયાધારમાં ૫ મિ.મી. અને વહેલી સવારે ૪થી ૬ દરમિયાન જેસરમાં ૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો. 

જ્યારે આજે સવારના ૮થી ૧૦માં ભાવનગરમાં ૨ મિ.મી., સવારે ૧૦થી ૧૨માં ભાવનગરમાં ૧ મિ.મી. અને સિહોરમાં ૧૦ મિ.મી., બપોરે ૧૨થી ૨માં વલ્લભીપુરમાં ૧૫ મિ.મી., ઉમરાળામાં ૪ મિ.મી., ભાવનગરમાં ૭ મિ.મી., સિહોરમાં ૭ મિ.મી., બપોરે ૨થી ૪માં વલ્લભીપુરમાં ૮ મિ.મી., ઉમરાળામાં ૧૫ મિ.મી., ભાવનગરમાં ૧ મિ.મી., સિહોરમાં ૩ મિ.મી., ગારિયાધારમાં ૭ મિ.મી., બપોરે ૪થી ૬માં ગારિયાધારમાં ૧ મિ.મી. અને મહુવામાં ૩ મિ.મી. પાણી પડયું હતું. જ્યારે આજે રાત્રિના ૬ થી ૮ દરમિયાન જિલ્લાના તમામ તાલુકામાં મેઘ વિરામ રહ્યો હતો.

આમ, ગઈ રાત્રીના ૧૦થી આજે રાત્રે ૮ વાગ્યા સુધીમાં વલ્લભીપુરમાં કુલ ૨૮ મિ.મી., ઉમરાળામાં ૨૬ મિ.મી., ભાવનગરમાં ૨૩ મિ.મી., ઘોઘામાં ૬ મિ.મી., સિહોરમાં ૩૮ મિ.મી., ગારિયાધારમાં ૨૪ મિ.મી., પાલિતાણામાં ૧૮ મિ.મી., મહુવામાં ૨૦ મિ.મી. અને જેસરમાં ૧૫ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

Tags :